(અસદ રહેમાન) Uttar pradesh Congress castes votes : કોંગ્રેસ ઉત્તર પ્રદેશની વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભલે સારો દેખાવ ન કરી શકી હોય, પરંતુ દલિતો, મુસ્લિમો અને મોસ્ટ બેકવર્ડ ક્લાસ (MBCs) પર ફોકસ કરીને 2024ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટી રાજ્યમાં પ્રવેશ કરવા માટે આશાવાદી છે. કોંગ્રેસનું માનવું છે કે, આ સોશિયલ એન્જિનિયરિંગ 80 લોકસભા બેઠકો ધરાવતા રાજ્યમાં સારા પરિણામોની ખાતરી આપશે.
કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં કયો ફોર્મ્યુલા અપનાવશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે પાર્ટીએ પહેલાથી જ દલિત+મુસ્લિમ અને MBC ફોર્મ્યુલા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને રાજ્યભરમાં આ અંગે કાર્યક્રમો શરૂ કર્યા છે. કોંગ્રેસ હાલમાં જાતિ ગણતરીની જરૂરિયાત અંગે લોકોને જાગૃત પણ કરી રહી છે. તાજેતરની કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જાતિ ગણતરીના સમર્થનમાં નિવેદન આપતા કહ્યું હતું કે, હાલની 50 ટકા અનામતની મર્યાદા હટાવી દેવી જોઈએ.
યુપી કોંગ્રેસ કમિટી (યુપીસીસી)ના સંગઠન સચિવ અનિલ યાદવે કહ્યું, “અમારા એક ટોચના નેતાએ કહ્યું છે કે અમારી પાર્ટી જાતિ ગણતરીની માંગને સમર્થન આપે છે, તેથી તે આ વખતે ઉત્તરપ્રદેશમાં પણ અમારા અભિયાનનો મુખ્ય ભાગ હશે.” યાદવે કહ્યું કે પાર્ટીએ પાંચ મહિના પહેલા જ લોનિયા, રાજભર, નિષાદ, કુશવાહા, કુમ્હાર અને અન્ય સૌથી પછાત જાતિઓને આકર્ષવાનું શરૂ કર્યું હતું. “અમે પૂર્વ અને મધ્ય ઉત્તરપ્રદેશ માં ઘણી બેઠકો યોજી છે અને કાર્યક્રમોમાં ભાગ લેનારા આ સમુદાયોના પ્રભાવશાળી સભ્યો તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે,” એવું યાદવે જણાવ્યુ હતુ.
ચૂંટણીમાં સફળ થવા દરેકને વોટની જરૂર નથીઃ કોંગ્રેસ
ક્યારેક ઉંચી જ્ઞાતિઓનું સમર્થન મેળવનાર કોંગ્રેસ જાણે છે કે તેનથી સવર્ણ સમુદાય નારાજ થઇ શકે છે. કોંગ્રેસના એક સિનિયર નેતાએ કહ્યુ કે, અમે જાણીયે છીએ કે જો અનામતની મર્યાદા હટાવવાની વાત કરીશુ તો તેનાથી ઉંચી જ્ઞાતિના લોકો નારાશ થઇ શકે છે. પર રાજકીય પક્ષોએ પરંપરાગત રીતે ભૂતકાળમાં આવા સામાજીક સમીકરણો બનાવ્યા છે અને સફળ પણ થયા છે. ઉદાહણ તરીકે બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) અને સપાને જોઇ લો. ક્યારેક ક્યારેક આપણે પસંદગી કરવી પડે છે. ચૂંટણીમાં સફળ થવા માટે આપણને દરેકના વોટની જરૂર હોતી નથી.
2024ની ચૂંટણી માટે કોંગ્રેસનું મુસ્લિમો પર ફોકસ
કોંગ્રેસે 2024ની ચૂંટણી માટે મુસ્લિમો પર ફોકસ કર્યું છે. મુસ્લિમ સમુદાયે પરંપરાગત રીતે સપાને સમર્થન આપ્યું છે. 2022ની યુપી ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું કે મુસ્લિમ સમુદાય સપાની સાથે છે. કોંગ્રેસના નેતાઓને લાગે છે કે જમીની સ્તરે સમીકરણ બદલાઈ ગયું છે અને સપા ધીમે ધીમે મુસ્લિમોનું સમર્થન ગુમાવી રહી છે. યુપી કોંગ્રેસ લઘુમતી પાંખના પ્રમુખ શાહનવાઝ આલમે કહ્યું, “મુસ્લિમો અખિલેશ યાદવથી કંટાળી ગયા છે. તે તેમના મુદ્દાઓ વિશે વાત કરતો નથી, જ્યારે તેમના પર હુમલો થાય છે ત્યારે તે તેમના ઘરે જતા નથી. જ્યારે યુપીમાં CAA વિરોધી આંદોલન થયું ત્યારે પોલીસ દ્વારા 20 લોકોને માર મારવામાં આવ્યો હતો. અખિલેશે એક પણ પરિવારની મુલાકાત લીધી ન હતી.
આલમે કહ્યું, “2024ની ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ મુસ્લિમોને કહેશે કે તે એકમાત્ર એવી પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે. ભૂતકાળમાં જ્યારે મુસ્લિમોએ અમને વોટ આપ્યા ત્યારે અમે યુપીમાં સફળ થયા હતા. જ્યારથી તેઓ બીએસપી અને સપામાં ગયા છે ત્યારથી તેમના વોટ બરબાદ થઇ રહ્યા છે.”
દલિત વોટ બેંક કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ
કોંગ્રેસ જે ત્રીજો સમુદાય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે તે દલિતો છે – જેઓ યુપીમાં ઘણા દાયકાઓથી બીએસપી સાથે છે. કોંગ્રેસના નેતાઓને લાગે છે કે દલિતોએ બીએસપીને મત આપ્યા છે પરંતુ પાર્ટી ભાજપને રાજ્યમાંથી ઉખાડી ફેંકવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું, “યુપીમાં દલિતો ભાજપથી નાખુશ છે. જ્યારે બસપા ભાજપ સાથે જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ જાણે છે કે પોલીસ સ્ટેશનમાં દલિતોની ફરિયાદના આધારે સવર્ણો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવતા નથી. જે લોકો આ બધાથી પીડિત છે, જે આ સમસ્યાને દૂર કરવા માંગે છે તેઓ કોંગ્રેસની સાથે છે.
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024 પહેલા મહાન વિપક્ષી એક્તા યોજનાઓ અને ઘણી અવિશ્વસનીયતા
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા યુપી કોંગ્રેસના અધ્યક્ષ બ્રજલાલ ખબરીનું કહેવુ છે કે, રાહુલ ગાંધી પહેલાથી જ જાતી આધારિત વસ્તી ગણતરીને સમર્થન આપી ચૂક્યા છે. આ રાજ્ય અને દેશની દલિત જનતા જાણે છે કે કોંગ્રેસે એક દલિતને પોતાના અધ્યક્ષ બનાવ્યા છે. અમને લાગે છે કે આ સમુદાય અમને ચૂંટણીમાં ઘણી મદદ કરશે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો





