ઉત્તર પ્રદેશના નોઇડામાં મોટુ દુર્ઘટના બની હતી. નોઇડા સેક્ટર 137ની એક સોસાયટીમાં લિફ્ટ અધવચ્ચેથી તૂટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 70 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટના ગુરુવારે પારસ ટિએરા સોસાયટીમાં થઈ હતી. પોલીસે કહ્યું કે 70 વર્ષીય સુશીલા દેવી લિફ્ટમાં હતી ત્યારે તાર તૂટી ગયો અને લિફ્ટ નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેમને ફેલિક્સ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. જોકે, મુખ્ય કારણ પોસ્ટમોર્ટમ કર્યા પછી જ ખબર પડશે.
લિફ્ટ તૂટવાથી બેભાન થઇ ગઈ હતી મહિલા
પોલીસના જણાવ્યા પ્રમાણે તાર તૂટવાથી લિફ્ટ પડી હતી. લિફ્ટમાં એક મહિલા ફલાઈ હતી જે આ ઘટના બાદ બેભાન થઇ હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મહિલાના મૃતદેહને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટનાની જાણકારી સાંજે 7 વાગ્યાની આસપાસ મળી હતી. જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સોસાયટીમાં 28 માળ છે અને લિફ્ટ 24મા માળથી પડી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ દુર્ધટના ગુરુવારે સાંજે થઈ હતી. ઘટના બાદ સોસાયટીમાં ભીડ એકઠી થઇ હતી. અને જવાબદાર સામે પગલાં લેવાની માંગ ઉઠાવી હતી. પોલીસે લોકોને શાંત કરીને આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. લિફ્ટનું મેન્ટેનન્સ જોનારની સાથે બિલ્ડર સાથે પણ પૂછપરછ શરુ કરી હતી.
લિફ્ટ ખોલવામાં લાગ્યા 45 મિનિટ
સુશીલા દેવી ટાવર 24માં પોતાના પુત્ર અને પુત્રી સાથે રહેતી હતી. ગુરુવારે સાંજે તે લિફ્ટમાં એકલી હતી. ત્યારે અચાનક લિફ્ટનો તાર તૂટી ગયો હતો. સુરક્ષાકર્મી અને મેન્ટેન્સ વિભાગના કર્મચારીએ લિફ્ટને ખોલવામાં લાગી ગયા. જેમાં આશરે 45 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. જ્યારે લિફ્ટ ખુલી તો જોયું કે સુશીલા દેવી બેભાન પડી હતી. તેને સારવાર માટે સેક્ટર 137 સ્થિત ફેલિક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પહેલા લિફ્ટ 8 ફ્લોર સુધી પહોંચી જ્યાં ગેટ ખુલ્યા પહેલા જ તેનો તાર તૂટી ગયો હતો. જેના કારણે લિફ્ટ સીધી માઇનસ 2માં જઇને પડી હતી. તાર તૂટવાના કારણે ભારે ઝાટલો લાગ્યા બાદ સંતુલન બગડવાના કારણે મહિલાનું મોત થયું હતું.
DCP અનિલ કુમાર યાદવે કહ્યું કે અમને સાંજે 7.15 વાગ્યે ઘટનાની જાણકારી મળી હતી. પોલીસની ટીમ એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં તેમણે જણાવ્યું કે ઘટના સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ બની હતી. મહિલાનું હોસ્પિટલમાં જ મોત થયું હતું. સોસાયટીના એપાર્ટમેન્ટ ઓનર્સ એસોશિએશન અધ્યક્ષ વિરુદ્ધ ફરિયાદ મળી રહી છે. આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.