ઉત્તર પ્રદેશ પોલીસે રવિવારે વારાણસીના પોલીસ કમિશ્નરને એક વાયરલ વીડિયોની તપાસ કરવા માટે આદેશ કર્યો છે. આ વાયરલ વીડિયોમાં કથિત રીતે આઈપીએસ અધિકારી અનિરુદ્ધ સિંહ 20 લાખ રૂપિયાની લાંચ માંગતા દેખાઈ રહ્યા છે. અનિરુદ્ધ સિંહની પત્ની આરતી સિંહ જે વારાણસીમાં પોલીસ ઉપાયુક્તના રૂપમાં તૈનાત છે. તેમની સામે કથિત રૂપથી મકાનનું ભાડું પણ ન આપવા માટેના લગાવેલા આરોપમાં પણ તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો.
ધ ઇન્ડિય એક્સપ્રેસને એક નિવેદનમાં અનિરુદ્ધ સિંહે આરોપોને નકારી કાઢતા કહ્યું કે આ વીડિયો જુનો છે જેમાં તે પ્રભાવિત કરવાની કોશિશ કરી રહેલા એક બાળાત્કારના આરોપીને ફંસાવવાની કોશિશ કરી રહ્યા હતા.
રવિવારે ઉત્તર પ્રદેશ પોલીસ હેડક્વાર્ટર તરફથી આવેલા એક નિવેદનમાં કહ્યું હતું કે મેરઠમાં એડિશનલ પોલીસ કમિશ્નરના પદ ઉપર તૈનાત આઈપીએસ અનિરુદ્ધ સિંહનો એક વીડિયો રવિવારે વાયરલ થયો હતો.જેમાં તેઓ વીડિયો કોલ પર કોઈ સાથે વાત કરતા નજરે ચડે છે. વીડિયોના આધારે આઈપીએસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ મામલો બે વર્ષ જુનો છે પરંતુ મામલાની ગંભીરતા જોતા વારાણસી પોલીસ કમિશ્નરને તપાસનો આદેશ આપીને ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
2018 બેચના IPS અધિકારી અનિરુદ્ધ સિંહ બિહારના વતની છે. સૂત્રોએ જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીમાં તેમની બદલી ફતેહપુર જિલ્લામાંથી મેરઠ કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે વાયરલ વીડિયો એ ઘટના સાથે સંબંધિત છે જ્યારે અનિરુદ્ધ સિંહ વારાણસીમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે અનિરુદ્ધ સિંહ જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહેલા એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો. એક પોલીસ અધિકારીએ દાવો કર્યો, “લગભગ બે વર્ષ પહેલા જ્યારે આ વીડિયો પહેલીવાર સામે આવ્યો ત્યારે વારાણસીના પોલીસ કમિશનરે તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન કંઈપણ ગંભીર જણાયું નથી.”
રવિવારે આ વીડિયો વાયરલ થતાની સાથે જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “યુપીમાં પૈસાની માંગણી કરતા IPS અધિકારીના આ વીડિયો પછી શું બુલડોઝર તેમની તરફ ફરશે કે પછી ફરાર IPS અધિકારીઓની યાદીમાં બીજું નામ ઉમેરાશે અને ભાજપ પણ આ કેસમાંથી મુક્ત થઈ જશે? યુપીના લોકો ગુના પ્રત્યે ભાજપની ઝીરો ટોલરન્સની વાસ્તવિકતા જોઈ રહ્યા છે.