/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/UP-Police.jpg)
ઉત્તર પ્રદેશ ક્રાઈમ સમાચાર (ફોટો - પ્રતિકાત્મક)
Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને કોઈપણના હોશ ઉડી જશે. પોલીસ ફરિયાદ અનુસાર એક છોકરીના લગ્નના થોડા દિવસ બાદ જ કંઈક એવું થયું કે તેની આખી જિંદગી પલટાઈ ગઈ. ગયા મહિને જ તેના લગ્ન થયા હતા અને હવે તેના સાસરિયાઓ તેને અપનાવવાની ના પાડી રહ્યા છે. તેનું કારણ એ છે કે, લગ્નના થોડા જ દિવસ પછી જ તેણે એક બાળકને જન્મ આપ્યો છે, જે પછી સાસરિયાઓએ છોકરીને અપનાવવાની ના પાડી દીધી છે.
લગ્નના 10 દિવસ પછી ડિલિવરીનો દુખાવો ઉપડ્યો
આ મામલો કાનપુર દેહતના રૂરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં 15 મે, 2023ના રોજ ભોગનીપુલ કોતવાલી વિસ્તારના એક ગામમાં એક દલિત યુવતીના લગ્ન થયા હતા. લગ્ન બાદ નવપરિણીત મહિલા તેના ઘરે ગઈ ત્યારે 25 મેના રોજ તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. આ પછી જ્યારે તે હોસ્પિટલ પહોંચી તો ખબર પડી કે, તેને લેબર પેઈન છે. 26 મેના રોજ તેણે એક બાળકીને જન્મ આપ્યો, જેના સમાચાર તેના સાસરિયા સુધી પહોંચ્યા. આ મુદ્દે તેણે નવી પરિણીત મહિલાને અપનાવવાની ના પાડી દીધી હતી.
ગામના જ બે યુવકોએ યુવતી પર અનેક વખત બળજબરીથી બળાત્કાર ગુજાર્યો
બાદમાં ખબર પડી કે, પીડિતા પર તે જ ગામના અરુણ પાલ અને વિનય પાલ દ્વારા ઘણી વખત બળજબરીથી બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેમજ તેને ધમકી આપી હતી કે, જો તે આ અંગે કોઈને કહેશે તો તેને મારી નાખવામાં આવશે. પીડિતાના ઘરે બાળકીનો જન્મ થતાં આ વિસ્તારમાં ચકચાર ફેલાઇ ગઈ હતી. આ પછી, તેણે 6 જૂને અરુણ પાલ અને વિનય પાલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને કહ્યું કે, તેની સાથે ઘણી વખત બળજબરીથી બળાત્કાર કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
પીડિતાની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં રૂરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સમર બહાદુર સિંહે જણાવ્યું કે, અરુણ પાલ અને વિનય પાલ વિરુદ્ધ 374-D, 506 3(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાને મેડિકલ તપાસ માટે પણ મોકલવામાં આવી છે અને આરોપીને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us