scorecardresearch

Mulayam Singh Yadav: મુલાયમ સિંહ યાદવે કેવી રીતે બદલ્યું ઉત્તર પ્રદેશનું રાજકારણ, 5 પોઇન્ટ

mulayam singh yadav legacy: મુલાયમ સિંહ યાદવ આ પેઢીના સૌથી અગ્રણી નેતા હતા. કે જેમણે ઉત્તર પર્દેશના રાજકારણ ઉપરાંત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં નવા નિયમો અને બેન્ચમાર્ક ઘડીને રાજકારણની વ્યાખ્યા બદલી છે.

Mulayam Singh Yadav: મુલાયમ સિંહ યાદવે કેવી રીતે બદલ્યું ઉત્તર પ્રદેશનું રાજકારણ, 5 પોઇન્ટ
મુલાયમ સિંહ ફાઈલ તસવીર

શ્યામલાલ યાદવઃ સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. જોકે, મુલાયમ સિંહ યાદવ આ પેઢીના સૌથી અગ્રણી નેતા હતા. કે જેમણે ઉત્તર પર્દેશના રાજકારણ ઉપરાંત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં નવા નિયમો અને બેન્ચમાર્ક ઘડીને રાજકારણની વ્યાખ્યા બદલી છે. જો યુપીના નેતાઓની પ્રથમ પેઢી ખરેખર દેશના અન્ય ભાગોની જેમ સ્વતંત્રતાના સેનાની હતા. બીજી પેઢી જે સાઠના દાયકાથી ઊભરી આવી હતી તેઓ શેરી લડવૈયા હતા. એમાં ધણાં નેતા સમાજવાદી હતા જેમણે કેમ્પસમાં તેમનું રાજકીય કદ ઓછુ કરી દીધું, લોકોના હિત માટે હંમેશા આગળ આવીને લડ્યા અને કટોકટી દરમિયાન એક ઊચાંઈ સુધી પહોંચી ગયા હતા.

  1. ખેડૂત સમુદાયોનું નિવેદન

રામ મનોહર લોહિયાએ ખેડૂત સમુદાયો સાથે રેલી કાઢી હતી. જેમાંથી ઘણા પાછળથી અન્ય પછાત વર્ગો (ઓબીસી) નો સૂત્રો સાથે સમાવેશ કરતા.“સાંસોપા ને બાંધી ગાંથ, પિછડે પાવેં સૌ મેં સાથ (સંયુક્ત સમાજવાદી પાર્ટીએ આ સંકલ્પ લીધો છે, ઓબીસીને 60 % મળવી જોઈએ.) લોહિયા કે જેમનું ઑક્ટોબર 1967 માં અવસાન થયું હતું. મુલાયમ સિંહ યાદવ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા પછી તરત જ જાટ નેતા ચરણ સિંહ સાથે મળીને ઓબીસીને એકીકૃત કર્યું હતું. આમાના મોટા ભાગના જૂથો વી.પી. સિંહે કોંગ્રેસ છોડ્યા પછી તેમની પાછળ રેલી કરી હતી જે તેમના વિચારોને સહમત ન્હોતા.

5 ડિસેમ્બર 1997એ મુલાયમ સિંહ સત્તામાં આવતા જ ઉત્તર પ્રદેશની રાજકીય યાત્રાનો લાંબો સમય શરૂ થયો જેમાં ઉપલો વર્ગ સત્તાથી દૂર થતો ગયો. આ તબક્કો 1999-2000માં જયારે રામ પ્રકાશ ગુપ્તા અને રાજનાથ સિંહ મુખ્ય મંત્રી બન્યા ત્યારે થોડા સમયને બાદ કરતા અતૂટ રહ્યો હતો. અને 2017માં યોગી આદિત્યનાથ સત્તામાં આવતા જ એ સમય સમાપ્ત થયો હતો.

  1. સત્તાના કોરિડોરમાં દલિતોનો પ્રવેશ

વર્ષ 1977 માં જ્યારે રામ નરેશ યાદવ યુપીના પ્રથમ બિન-ઉચ્ચ જાતિના સીએમ બન્યા, ત્યારે નોકરી માટેના અગ્રણી દાવેદાર દલિત નેતા રામ ધન હતા. પરંતુ તે સમયે મુલાયમ અને સામાજિક ન્યાયની તેમની રાજનીતિનો ઉદભવ હતો. જેણે પ્રથમ વખત દલિતોને દરવાજે પગ મૂકવાની મંજૂરી આપી હતી. એક નોંધપાત્ર હકીકત એ છે કે જે ઘણીવાર SP અને કાંશીરામની BSP વચ્ચેની દુશ્મનાવટ છે.

બાબરી મજીસ્દના વિધ્વંસ પછી જયારે 1993માં વિધાનસભાની ચૂંટણીમાં થઈ. હિન્દુ એકત્રીકરણમાંથી લાભ મેળવાની ભાજપની આશાને મુલાયમ સિંહ યાદવે બીએસપી સાથે ગઠબંધન કરીને નિષ્ફળ કરી હતી. આ સમયે આ એક નાનો પક્ષ માનવામાં આવતો હતો. જોકે, SP-BSP સરકાર લાબી ટકી ન હતી. મુલાયમની પોતાની રાજનીતિની શૈલી હતી અને BSP સત્તા માટે ઉત્સુક હતી. ગઠબંધનમાં વિરોધાભાસને કારણે માયાવતી જૂન 1995માં યુપીના પ્રથમ દલિત મુખ્યમંત્રી બન્યા હતા. જેને ભાજપ દ્વારા ટેકો આપવામાં આવ્યો.

ત્યાર પછી BSPને મજબૂત થઈ અને માયાવતી 2007માં પોતાના દમ પર સરકાર રચવામાં સફળ રહી હતી. જે સંપૂર્ણ પાંચ વર્ષ સુધી ચાલી. તે યુપીના અત્યાર સુધીના સૌથી લાંબા સમય સુધી સીએમ રહી ચૂક્યા છે. જ્યારે બીજા ક્રમે મુલાયમ સિંહ યાદવ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં એસપી અને બીએસપી ફરી એકસાથે મળી હતી, જેમાં બીએસપીએ 10 સીટો જીતી હતી. બંને પક્ષોની રાજનીતિ હવે એક ક્રોસરોડ્સ પર છે. અને ભાજપે સોશિયલ એન્જિનિયરિંગની એક એવી ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે કે જે હવે પહેલાના સમયગાળામાં ડિવિડન્ડ ચૂકવતા “M+Y” જેવા ફોર્મ્યુલા દ્વારા કાઉન્ટર કરી શકાય નહીં.

3.BJP પહેલા પણ UP રહ્યું કોંગ્રેસ મુક્ત

જે દિવસે મુલાયમ સિંહ યાદવે મુખ્યમંત્રી બનાવના શપથ લીધા તે જ દિવસથી UP માં કોંગ્રેસની સત્તાનો છેલ્લો દિવસ હતો. 1989 પહેલા મુસ્લિમ અને દલિત કોંગ્રેસનો પાયો હતા. આ ઉપરાંત મોટાભાગનો ઉચ્ચ વર્ગ પણ કોંગ્રેસનો પાયો હતો. જેને મુલાયમ સિંહ યાદવે સામાજિક મહાગઠબંધન અને સામાજિક ન્યાયના રાજકારણથી હલાવી નાંખ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા આપવામાં આવેલા “કોંગ્રેસ-મુક્ત ભારત” ના સૂત્રને યુપીમાં મુલાયમ સિંહે પહેલાથી જ સાકાર કર્યું હતું.

  1. મુસ્લિમોના સૌથી ઊંચા નેતાઓ પૈકી એક હતા મુલામય સિંહ યાદવ

મોટાભાગના મુસ્લિમોના વોટ ચરણ સિંહની પાર્ટીને મળ્યા જ્યારે તેમણે કોંગ્રેસને હરાવી અને બીજી વખત મુખ્યમંત્રીનું પદ શોભાવ્યું હતું. અને થોડા સમય માટે દેશના વડાપ્રધાન પણ રહ્યા હતા. UP માં મુસ્લિમ મતોના મુખ્ય લાભાર્થી મુલાયમ સિંહ હતા. 2027 સુધી SP સત્તાની રમતમાંથી બહાર છે. તો જોવાનું એ રહેશે કે કેટલા મુસ્લિમ વોટ મુલાયમ સિંહની પાર્ટીને વફાદાર રહેશે કે નહિ?

  1. રાજકારણવંશી અને શક્તિશાળી વ્યક્તિ

સૌથી વધુ રાજકારણના ગુનાઓ કટોકટીના સમયે H N બહુગુણા અને N D તિવારી, સંજય ગાંધીના આશ્રયમાં શરૂ થયા હતા. જે 1977-80ના જનતા દળના રાજ સુધી ચાલ્યા હતા. મુખ્યમંત્રી VP સિંહની સરકાર કેજે જૂન 1980માં સત્તામાં આવી, સત્તામાં આવતા કથિત રીતે ચોક્કસ વર્ગ, ગુનેગારો અને ડાકુઓના ખાતમા માટે ગણા એન્કાઉન્ટર થયા હતા.

મુલાયમ સિંહના નેતૃત્વમાં રાજકારણમાં આશરો મેળવનારા ગુનાહિત તત્વોનું વલણ મજબૂત કર્યું કે જેઓ વારંવાર આ તત્વોને બચાવવા અને પ્રોત્સાહન આપવાના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. જો કે તે એકમાત્ર એવા રાજકારણી ન હતા જેમને આ રીતે આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેનાથી એસપીની પ્રતિષ્ઠા પર ડાઘ લાગ્યો હતો.

Web Title: Uttar pradesh mulayam singh yadav legacy political career explained

Best of Express