ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ‘યુપી મેં કા બા’ ગીત ગાઈને પ્રખ્યાત થયેલી ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોડ મુશ્કેલીમાં મુકાઇ છે. નફરત ફેલાવવા બદલ પોલીસે તેમને નોટિસ ફટકારી છે. નેહાએ તાજેતરમાં જ કાનપુરમાં બનેલી આગની એક ઘટનાને ટાર્ગેટ કરીને ‘યુપી કા બા સીઝન-2’ રિલીઝ કર્યું છે, ત્યારબાદ અકબરપુર કોતવાલી પોલીસે તેને 21 ફેબ્રુઆરીએ નોટિસ મોકલી છે.
હકીકતમાં, કાનપુરના મદૌલી ગામમાં આગની ઘટનામાં જીવ ગુમાવનાર માતા-પુત્રીનો ઉલ્લેખ કરીને નેહાએ એક ટ્વિટ મારફતે યુપી સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યાર પછી અકબરપુરના સીઓ પ્રભાત કુમારે કહ્યું કે, નેહા સિંહ વિરુદ્ધ ગીતો મારફતે સમાજમાં ભેદભાવ અને નફરત ફેલાવી રહી છે. જેને લઇને ટ્વિટર પર અને મૌખિક રીતે ફરિયાદો મળી રહી છે.

પોલીસે નોટિસમાં શું પુછ્યું?
‘યુપી મેં કા બા’ની ના ગાયિકા નેહા સિંહ રાઠોડને પોલીસે નોટિસનો જવાબ આપવા 3 દિવસનો સમય આપ્યો છે. માહિતી અનુસાર નેહાને પૂછવામાં આવ્યું છે કે, આ ગીત જ્યાં પોસ્ટ કરવામાં આવ્યું છે, તે પ્લેટફોર્મનું હેન્ડલ તેઓ સંભાળે છે, તેમણે જે ગીતો ગાયું છે તે તેમણે પોતે લખ્યું છે કે પછી અન્ય કોઈએ લખી આપ્યા છે. તેમણે આ ગીત કયા આધાર પર લખ્યા છે?
તમને જણાવી દઈએ કે આ ગીતની શરૂઆત પ્રખ્યાત અભિનેતા મનોજ વાજપેયીએ કરી હતી. તેમણે ગાયું, ‘મુંબઈ મેં કા બા’. આ ગીત ચર્ચામાં આવ્યા બાદ લોક ગાયિકા નેહાએ પણ જવાબમાં એક ગીત બનાવ્યું હતું. તેમણે બિહાર પર ગીત ગાયું હતું, ‘બિહાર મેં કા બા’. આ ગીતનો પણ જોરદાર વિરોધ થયો હતો.
નોંધનીય છે કે, ગત 13 ફેબ્રુઆરીના રોજ કાનપુર દેહાતમાં અતિક્રમણ હટાવવા દરમિયાન આગમાં સળગી જવાને કારણે માતા-પુત્રીનું મોત થયું હતું. આ ઘટના બાદ નેહાએ ‘યુપી મેં કા બા સીઝન-2’ ટાઈટલ સાથે 1 મિનિટ 9 સેકન્ડનું ગીત ગાયું. આ ગીત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું. જેના કારણે નેહા સિંહ વિવાદોમાં ફસાઈ ગઈ છે. નેહા તેમના કોઈ ગીતને લઇને ચર્ચામાં આવી હોય તેવી આ પહેલી ઘટના નથી.