લોકસભા ચૂંટણીમાં સપા-RLDનું ગઠબંધન અકબંધ રહેશે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની મુશ્કેલી વધશે

Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશમાં સમાજવાદી અને રાષ્ટ્રીય લોકદળ વચ્ચે ગઠબંધન યથાવત રહેવાના અહેવાલ સાથે જ કોંગ્રેસ બેઠકોની વહેચણી અંગેની કવાયત તેજી કરી છે.

Lok Sabha Election 2024: ઉત્તર પ્રદેશમાં સમાજવાદી અને રાષ્ટ્રીય લોકદળ વચ્ચે ગઠબંધન યથાવત રહેવાના અહેવાલ સાથે જ કોંગ્રેસ બેઠકોની વહેચણી અંગેની કવાયત તેજી કરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
jayant chaudhary | akhilesh yadav | akhilesh yadav with jayant chaudhary | SP | RLD | SP RLD alliance | uttar pradesh politics

સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરી (Photo - @yadavakhilesh)

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીને હવે માત્ર થોડા મહિના જ બાકી છે અને તમામ પક્ષોના નેતાઓ તેમની રણનીતિ અને ગઠબંધનને લઈને સતત બેઠકો કરી રહ્યા છે. આ દરમિયાન, સમાજવાદી પાર્ટીએ જાહેરાત કરી છે કે લોકસભા ચૂંટણીમાં પણ રાષ્ટ્રીય લોકદળ સાથે તેનું જોડાણ અકબંધ રહેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર તેમની પોસ્ટમાં આ માહિતી આપતા, પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે લખ્યું, “રાષ્ટ્રીય લોકદળ અને સપાના ગઠબંધન પર દરેકને અભિનંદન! ચાલો આપણે બધા જીત માટે એક થઈએ!”

Advertisment

રાષ્ટ્રીય લોકદળના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યુ કે, બંને પક્ષોની વચ્ચે સીટ શેટિંગની ડીલ ફાઇનલ થઇ ગઇ છે. RLD પશ્ચિમ યુપીમાં 7 બેઠકો પર ચૂંટણી લડશે. અંબુજ પટેલે કહ્યું કે ભાજપ દ્વારા જે ષડયંત્ર ચાલી રહ્યું હતું તેને આજે વિરામ આપવામાં આવ્યું છે. બીજી તરફ યુપી બીજેપીના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે ગઠબંધનથી ભાજપના પ્રદર્શનમાં કોઈ ફરક પડશે નહીં. આ બંને પક્ષોના સમર્થનનો જનાધાર સમાપ્ત થઈ ગયો છે.

સીટ વહેંચણી અંગે ઇન્ડિયા ગઠબંધનમાં વિવાદ

કેન્દ્રની મોદી સરકારને હટાવવા માટે પાછલા વર્ષે બનાવેલા વિપક્ષ રાજકીય પાર્ટીઓના ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનમાં સતત વિવાદના સમાચાર આવ્યા છે. સૌથી મોટી વાત સીટ શેરિંગ વિશે છે. કોંગ્રેસ પાર્ટી અને સમાજવાદી પાર્ટીમાં તેને લઇ બેઠકો પણ શરૂ થઇ ગઇ છે. અલબત્ત સમાજવાદી પાર્ટી કોંગ્રેસને એટલી બેઠકો આપવાના પક્ષમાં, જેટલી તે માંગણી કરી રહી છે. એવામાં ઉત્તર પ્રદેશમા સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળની વચ્ચે ગઠબંધનની ઘોષણા થી એક વાત નક્કી થઇ ગઇ છે કે આગામી દિવસોમાં બેઠકોની વહેંચણીને લઇ સંઘર્ષ વધશે.

Advertisment

યુપીમાં સમાજવાદી પાર્ટી અને આરએલડીનો મોટો જનાધાર

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ કરતાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ બંનેનો મોટો જનાધાર છે. આવી સ્થિતિમાં, 80 લોકસભા બેઠકો ધરાવતા આ રાજ્યમાં, બંને પક્ષો પોતાના માટે પૂરતી જગ્યા ઇચ્છે છે અને તેમના સાથી પક્ષોને સમાન બેઠકો આપવાના પક્ષમાં નથી. બીજી તરફ, 17 જાન્યુઆરી, 2024, બુધવારના રોજ કોંગ્રેસ અને સપા વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક થઈ. આ બેઠકમાં સપાના નેતા રામ ગોપાલ યાદવ અને જાવેદ અલી હાજર રહ્યા હતા.

mallikarjun kharge | sonia gandhi congress |
કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, (Photo - Rahul Gandhi Facebook)

કોંગ્રેસ વતી યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે ભાગ લીધો હતો. કોંગ્રેસે તેમને 20 થી 28 બેઠકોની યાદી આપી છે. કોંગ્રસે આ યાદી વર્ષ 2009ની લોકસભા ચૂંટણી પરિણામના આધારે તૈયાર કરી છે. 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે યુપીમાંથી 21 સીટો જીતી હતી. માહિતી અનુસાર, 2009ની 21 સીટો સિવાય કોંગ્રેસે તે લોકસભા સીટો પર પણ પોતાનો દાવો કર્યો છે જે રાહુલ ગાંધીના ભારત જોડો ન્યાય યાત્રાના માર્ગમાં આવી રહી છે.

આ પણ વાંચો | ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાનું રાજીનામું, ભાજપમાં જોડાય તેવી શક્યતા

હાલમાં જ કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું હતું કે તમામ સીટો પર સમાજવાદી પાર્ટી સાથે વાતચીત કરવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ કે સમાજવાદી પાર્ટી તમામ સીટો પર ચૂંટણી લડશે નહીં. આ બાબત અમે નક્કી કરીશું કે સપા અને કોંગ્રેસે કઈ સીટો પર ચૂંટણી લડવી છે. જે નિર્ણય લેવાનો છે તે હવે લેવામાં આવશે.

ઇન્ડિયા ગઠબંધન લોકસભા ચૂંટણી 2024 ઉત્તર પ્રદેશ politics congress ભાજપ