/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Rampur-Public-School.jpg)
ઉત્તર પ્રદેશના સપા નેતા આઝમ ખાનની આઝમ ખાનની ટ્રસ્ટ સ્કૂલને 10 નવેમ્બરે સીલ કરવામાં આવી હતી. (Express Photo)
Azam Khan trust land seized In Uttar Pradesh : ઉત્તર પ્રદેશના રામપુર શહેરમાં સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની આગેવાની હેઠળની મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાની ઇમારતોને સીલ કર્યા બાદ અહીં ભણતી વિદ્યાર્થીનીઓ માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે. દુકાનના માલિક મોહમ્મદ ફૈઝલ (42) કહે છે કે તેમની એકમાત્ર પુત્રી ફાતિમા નૂરને છેલ્લા કેટલાક દિવસોથી ગભરાટના હુમલા આવી રહ્યા છે. નૂર ધોરણ 8ની વિદ્યાર્થીની છે, તોપખાના રોડ પર રામપુર પબ્લિક સ્કૂલ (ગર્લ્સ વિંગ)માં અભ્યાસ કરે છે. 10 નવેમ્બરના રોજ, તેની ઇમારતને નિયમોના કથિત ઉલ્લંઘન માટે સીલ કરવામાં આવી હતી. શાળામાં નર્સરીથી ધોરણ આઠ સુધી 632 છોકરીઓ અભ્યાસ કરતી હતી.
છોકરીઓના ભવિષ્યની ચિંતા
ફૈઝલે કહ્યું, “મારી દીકરી ખૂબ જ તેજસ્વી અને હોશિયાર વિદ્યાર્થી છે – તે તમામ પરીક્ષાઓમાં પ્રથમ કે દ્વિતીય સ્થાન મેળવે છે. જ્યારથી સ્કૂલને સીલ કરવામાં આવ્યું છે ત્યારથી તે પરેશાન છે. અમે તેને ડૉક્ટર પાસે લઈ ગયા, પરંતુ તે નવી શાળામાં જવા મનથી તૈયાર થઈ શકતી નથી.
સરકારે 28 શાળાઓની યાદી બહાર પાડી
મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ કરતી કુલ 632 વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય હાલમાં અધ્ધરતાલ છે, જો કે, શિક્ષણ વિભાગ અને રામપુર પ્રશાસને 28 શાળાઓની યાદી બહાર પાડી છે જ્યાં આ વિદ્યાર્થીનીઓ પ્રવેશ લઈ શકે છે. અત્યાર સુધીમાં માત્ર 10 વાલીઓએ જ નવી શાળાઓમાં પ્રવેશ અંગે વહીવટીતંત્રને પત્ર લખ્યો છે અને તેઓ એમ પણ કહે છે કે તેઓ આગામી શૈક્ષણિક સત્રથી તેમની દીકરીઓને પ્રવેશ આપશે.
ઉત્તર પ્રદેશ કેબિનેટે 31 ઓક્ટોબરે મુહમ્મદ અલી જૌહર ટ્રસ્ટને ભાડે આપેલી 41,000 ચોરસ ફૂટથી વધુ જમીનની માલિકી પાછી લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી અને તેને રાજ્યના માધ્યમિક શિક્ષણ વિભાગને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.
10 નવેમ્બરે શાળાને સીલ કરવામાં આવી
જો કે, વાલીઓએ સવાલો ઉઠાવ્યા કે સત્રની વચ્ચે જ શાળાને સીલ કેમ કરવું પડ્યું. ઉઝમા ઝીશાન (35), જેમની પુત્રી સમિયા ધોરણ 6માં અભ્યાસ કરે છે, તેમણે કહ્યું કે, "બાળકોના માતાપિતા રામપુર શિક્ષણ વિભાગના અધિકારીઓને મળ્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. 10 નવેમ્બરે શાળાને સીલ કરવામાં આવી હતી. સરકાર બાળકીને બચાવવાની, બાળકીને શિક્ષિત કરવાની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા જુદી છે. રામપુર પબ્લિક સ્કૂલ CBSE બોર્ડ હેઠળ ચાલતી હતી. હવે તેઓ કહી રહ્યા છે કે અમે અન્ય શાળાઓમાં પ્રવેશ મેળવી શકીએ. તેઓએ શાળાઓ અને હેલ્પલાઈન નંબરોની યાદી જાહેર કરી છે, પરંતુ અમે આ ખાનગી શાળાઓની પ્રવેશ ફી, પરીક્ષા ફી કેવી રીતે ચૂકવીશું?
આ શાળા 2016માં જૌહર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે રામપુરમાં મુહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી પણ ચલાવે છે. તેમાં 20 શિક્ષકો સહિત 28 કર્મચારીઓ કામ કરતા હતા. ઉઝમાની પુત્રીએ આર્થિક રીતે નબળા પરિવારોના વિદ્યાર્થીઓને શાળા દ્વારા આપવામાં આવતી છૂટ હેઠળ - અડધી ફી - 700 રૂપિયા પ્રતિ માસ - પર અભ્યાસ કર્યો હતો, એવું તેમણે જણાવ્યું હતું. ઉઝમા પોતાના પરિવારનો ખર્ચ ભંગાર વેચનાર તેના પતિની નજીવી કમાણીથી ચલાવતી હતી. શાળાના અધિકારીઓનું કહેવું છે કે લગભગ 60 વિદ્યાર્થીનીઓ સબસિડીનો લાભ લે છે.
રામપુર શહેરમાં એક લારીમાં ફળો વેચતા ઈબ્રાહિમની પત્ની સીમા રાની (35)એ જણાવ્યું કે તેમની પુત્રી રૂબિયા ઈબ્રાહિમ શમ્સી ધોરણ 7ની વિદ્યાર્થીની છે. "શાળાની ઇમારતને સીલ કરતા પહેલા વહીવટીતંત્રે ઓછામાં ઓછું આ સત્ર સમાપ્ત થવાની રાહ જોવી જોઈએ," તેમણે કહ્યું. શુક્રવારથી વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. મે તેને સમજવાનો પ્રયત્ન કર્યો છું, પણ તે ચિંતિત છે."
શાળાના પ્રિન્સિપાલ અઝરા નાઝ ખાને જણાવ્યું હતું કે શાળાને અસ્થાયી બિલ્ડિંગમાં ખસેડવામાં આવી છે, અને દિવાળીની રજાઓ પછી ગુરુવાર અને શુક્રવારે વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ખાને કહ્યું, “અમે અન્ય કોઇ બિલ્ડિંગમાં ક્લાસ ચલાવવાનું શરૂ કર્યું છે. તે સીલ બંધ બિલ્ડીંગથી લગભગ એક કિલોમીટર દૂર છે. અત્યારે સંપૂર્ણ અરાજકતા છે. અમને ખબર નથી કે અમારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું શું થશે. અત્યારે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. વહીવટીતંત્ર કહી રહ્યું છે કે તેઓ અન્ય શાળાઓમાં પ્રવેશ લઈ શકે છે, પરંતુ તમામ ખાનગી શાળાઓ ભારે ફી વસૂલે છે.
શુક્રવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, રામપુરના બેઝિક એજ્યુકેશન ઓફિસર સંજીવ કુમારે જણાવ્યું હતું કે વાલીઓ શૈક્ષણિક સત્રના મધ્યમાં તેમની દીકરીઓને નવી શાળામાં દાખલ કરવા માટે સંમત નથી. બીએસએ એ જણાવ્યું હતું કે, “જિલ્લા શાળા નિરીક્ષક અને મારી સાથે એક સમિતિની રચના કરવામાં આવી છે. અમે વાલીઓ સાથે બેઠક યોજી. અખબારો દ્વારા હેલ્પલાઇન નંબરની જાહેરાત કરવામાં આવી છે અને કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે. CBSE હેઠળ 28 અંગ્રેજી માધ્યમની શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓમાં વાલીઓ બાળકોને પ્રવેશ અપાવી શકે છે. અમે એન્ટ્રી કરી રહ્યા છીએ.”
આ પણ વાંચો | ‘મૂર્ખતા’ નીતિશને મોંઘી પડશે! પોતે જ ભાજપને સોંપ્યા હથિયાર, ક્વોટા વધાર્યા પછી પણ નુકસાન થઈ શકે છે
મુરાદાબાદ વિભાગના કમિશનર અંજનેય કુમાર સિંહે કહ્યું: “શાળા માટેની જમીન 2008માં જૌહર યુનિવર્સિટીની ઓફિસ માટે લીઝ પર લેવામાં આવી હતી. લીઝ એગ્રીમેન્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે જો જમીનનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે તો તે રદ કરવામાં આવશે. તેણે ક્યારેય કોઈ યુનિવર્સિટી ખોલી નથી. ત્યાં એક શાળા ખોલવામાં આવી અને તે જમીન પર સમાજવાદી પાર્ટીનું કાર્યાલય ખોલવામાં આવ્યું. તેમની પાસે કન્યા શાળાની માન્યતા ન હતી. તેની પાસે જોહર ટ્રસ્ટ (જે ગયા વર્ષે સીલ કરવામાં આવ્યુ હતુ) દ્વારા સંચાલિત અન્ય શાળા માટે આ હતુ. આ શાળા અનેક નિયમોનું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવી રહી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us