/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Budaun-two-women-Same-Sex-Marriage.jpg)
Budaun Two Women Same Sex Marriage: ઉત્તર પ્રદેશના બદાયુંમાં બે મહિલાઓએ એકબીજા સાથે લગ્ન કર્યા છે. (Photo: Screengrab)
Budaun Same Sex Marriage News: ઉત્તર પ્રદેશના બદાયૂંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બે મહિલાએ સેમ સેક્સ મેરેજ કર્યા છે. બે મહિલાઓએ મંગળવારે બુદાયુંની સિવિલ લાઇન્સ કોર્ટ સંકુલમાં સ્થિત એક મંદિરમાં એકબીજાને હાર પહેરાવ્યા હતા અને જીવનસાથી તરીકે સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
પીટીઆઈના એક અહેવાલ મુજબ, આશા (30) અને જ્યોતિ (28)એ પોતાને કથિત 'લવ જેહાદ'નો ભોગ બનેલા ગણાવ્યા હતા અને તેમના વકીલ દિવાકર વર્મા સહિત ઘણા લોકોની હાજરીમાં તેમના સંબંધોને ઔપચારિક સ્વરૂપ આપ્યું હતું. કલેક્ટર કચેરી પરિસરમાં શિવ મંદિરમાં યોજાયેલા પ્રતિકાત્મક સમારોહમાં આશાએ તેના પતિની ભૂમિકા ભજવી હતી જ્યારે જ્યોતિએ પત્નીની ભૂમિકા ભજવી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં આશાએ જણાવ્યું હતું કે, "અમને બંનેને મુસ્લિમ પુરુષોએ છેતર્યા હતા, જેમણે પોતાનું નામ બદલ્યું હતું અને લગ્નનું વચન આપી પ્રેમ કરવાનો ઢોંગ કર્યો હતો. તેઓએ અમારી સાથે વિશ્વાસ કર્યો અને તેમને કોઈ કાયદાકીય સજા આપવામાં આવી નથી. હું હવે પુરુષોને ધિક્કારું છું અને મને માત્ર જ્યોતિમાં આરામ અને વિશ્વાસ મળ્યો છે. જો કાયદો સમલૈંગિક લગ્નની મંજૂરી ન આપે તો પણ અમે પોતાની જાતને પરણેલી માનીએ છીએ.
બંને મહિના 3 મહિનાથી સાથે રહે છે
જ્યોતિએ પણ એવું જ કહ્યું. "અમારા સંબંધો કાયદાકીય મંજૂરીથી પર છે. અમે હંમેશાં સાથે રહેવાનું વચન આપ્યું છે. પુરુષોએ ફક્ત આપણને પીડા આપી છે. અમે એકબીજા સાથે લગ્ન કર્યા છે કારણ કે આપણે એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ કરીએ છીએ.
બંને મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણ મહિનાથી સાથે રહેતા હતા. મંગળવારે તેઓએ એડવોકેટ વર્માનો સંપર્ક સાધ્યો હતો અને લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને બાદમાં બંનેએ મંદિરમાં એકબીજાને હાર પહેરાવીને પ્રતિકાત્મક રીતે લગ્ન કરી લીધા હતા.
મહિલના વકીલ વર્માએ કહ્યું કે, તેઓ મારી પાસે આવ્યા અને કહ્યું કે પુરુષો સાથેના ભૂતકાળના સંબંધોથી તેઓ ખૂબ જ દુ:ખી છે, ખાસ કરીને મુસ્લિમ યુવાનો દ્વારા પ્રેમના નામે વિશ્વાસઘાત કરવાના કિસ્સાથી. તેમણે પુરુષો પ્રત્યે પોતાની નફરત વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ સાથે મળીને નવું જીવન શરૂ કરવા માંગે છે. જીવન અને સ્વતંત્રતાના બંધારણીય અધિકાર અનુસાર, મેં તેમની ઇચ્છાને સમર્થન આપ્યું છે.
મહિલાઓએ કહ્યું હતું કે જો તેમના પરિવાર તેમના લગ્નને સ્વીકારે છે, તો તેઓ સમર્થનનું સ્વાગત કરશે. નહીં તો તેઓ સ્વતંત્ર રીતે જીવવા માટે પણ તૈયાર હોય છે. તેમણે સરકારને પ્રેમની આડમાં મહિલાઓને ગેરમાર્ગે દોરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ વિનંતી કરી હતી.
લવ જેહાદ શું છે?
લવ જેહાદ એ એક એવો શબ્દ છે જેનો ઉપયોગ જમેણી સંગઠનો દ્વારા અવારનવાર કરવામાં આવે છે, જેમા મુસ્લિમ પુરુષો દ્વારા હિન્દુ મહિલા સાતે લગ્ન કરી ધર્માંતરણ માટે લલચાવવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us