Uttarkashi Tunnel Rescue: ઉત્તરાખંડ ટનલમાં 17 દિવસ ફસાયેલા શ્રમિક રાજેન્દ્ર બેડિયાની કહાની, તમારી આંખો ભીની થઇ જશે

Uttarkashi Tunnel Rescue : ટનલમાં જ્યારે એક ભાગ તુટ્યો ત્યારે એવું લાગ્યું કે જાણે ધરતીકંપ આવ્યો હોય. ટનલ ધુમાડા અને ધૂળથી ભરેલી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મેં મારા સાથી કાર્યકરોને હતાશ અને બધાને ધૂળ-ધૂળ થઇ ગયેલા જોયા હતા

Updated : December 01, 2023 21:25 IST
Uttarkashi Tunnel Rescue: ઉત્તરાખંડ ટનલમાં 17 દિવસ ફસાયેલા શ્રમિક રાજેન્દ્ર બેડિયાની કહાની, તમારી આંખો ભીની થઇ જશે
17 દિવસ પછી ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાંથી 41 શ્રમિકો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા (Credits: Vishwajeet Verma)

અભિષેક અંગદ : ઉત્તરકાશીની નિર્માણાધીન ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને 17 દિવસ બાદ મંગળવારે બહાર કાઢવામાં આવ્યા હતા. આમાંથી ઘણા મજૂરોની કહાની એવી છે કે જેને સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે. તેમાંથી એક રાજેન્દ્ર બેડિયા છે, જે રાંચી જિલ્લાના ચુતુપાલુ પંચાયતના ખીરાબેડાના રહેવાસી છે. રાજેન્દ્ર બેડિયા જ્યારે તેમના ઘરેથી નીકળ્યા ત્યારે તેમની સાથે એક નાની બેગ હતી. જેમાં તેના ત્રણ જોડી કપડાં, આધાર કાર્ડ અને રૂ. 400 રાખવામાં આવ્યા હતા અને તેણે ચંપલ પહેર્યા હતા. જ્યારે તે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં ગયા ત્યારે તેને એટલું જ ખબર હતી કે તે જલ્દી ઘરે પરત ફરશે.

તેમના 22 વર્ષના જીવનમાં રાજેન્દ્ર બેડિયાએ ધોરણ 9 પછી અભ્યાસ છોડી દીધો હતો. તે પછી તેમણે પટના અને હૈદરાબાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કામ કર્યું, પરંતુ આ ઉત્તરાખંડ હતું, અહીંનું કામ કેટલું અલગ હોઈ શકે? કદાચ તેમને કોઈ ખ્યાલ ન હતો, પરંતુ તેના શરીરના દરેક પીડ સ્નાયુઓ જાણતા હતા કે આ કામ ભારે રહેવાનું છે. તે માત્ર એટલું જ જાણે છે કે તે કામ કરશે. બદલામાં તેમને પૈસા મળશે. આ પૈસાથી તે પોતાના ઘરની જરૂરિયાતો પૂરી કરશે. જેમ કે- માતાનું ઘર ચલાવવાના પૈસા, પિતાના મેડિકલ બિલ, નાની બહેનના લગ્ન અને થોડા દિવસોનો પોતાનો ખર્ચ.

આ વિચારીને તે ઘરેથી કામે નીકળી ગયા હતા. તેમણે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 4.5 કિમી લાંબી સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલ પર કામ શરૂ કર્યું હતું. 12 નવેમ્બરના રોજ પર્વતના ભાગો તૂટી પડતાં 400 કલાકથી વધુ સમય પસાર કર્યો. જ્યારે તે કાટમાળના 60 મીટરના ઢગલા પાછળ ઉભા હતા. સુરંગનું મુખ બંધ હતું. આ સમય દરમિયાન તે ઘણા ગભરાટની ક્ષણોથી ઘેરાયેલા હતા. તે વિચારી રહ્યા હતા કે શું તે તેના વૃદ્ધ અને વ્હીલચેર પર રહેલા પિતાને ફરી ક્યારેય જોઈ શકશે? તેણે તેની માતાને અલવિદા કહ્યું ન હતું. જ્યારે તે ગયા ત્યારે તે ઘરે ન હતા. શું તે તેમને ફરી ક્યારેય જોઇ શકશે? શું તે તેની બહેનના લગ્ન કરાવી શકશે?

ઘરેથી કામે નીકળ્યા

રાજેન્દ્ર બેડિયા અને ગામના અન્ય આઠ લોકોએ પડોશી રામગઢ જિલ્લાના બરકાકાના રેલ્વે સ્ટેશન પર ટેમ્પો ટ્રાવેલર ભાડે કર્યું. 65 રૂપિયામાં ચાર કલાકની ટ્રેનની મુસાફરી તેમને કોડરમા રેલવે સ્ટેશન લઈ ગઈ, જ્યાં તેમણે રાત વિતાવી હતી.

રાજેન્દ્ર બેડિયાએ AIIMS ઋષિકેશ ખાતે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે કહીને આવ્યા હતા કે અમે કામ કરવા જઇ રહ્યા છીએ, પરંતુ અમને પોતાને ખબર ન હતી કે કામ શું હશે. જ્યારે હું ટ્રેનમાં બેઠો ત્યારે મને ખબર પડી કે હું ટનલમાં કામ કરવા જઈ રહ્યો છું.

બેડિયાએ વાત કરતા કહ્યું કે કોન્ટ્રાક્ટર, જેણે ગામના અન્ય લોકો દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો, તે પહેલાથી જ ટનલ સાઇટ પર કામ કરી રહ્યો હતો. તેણે ટ્રેનની ટિકિટ આપી હતી. તેથી બીજા દિવસે સવારે 3 વાગ્યે, બેડિયા અને અન્ય લોકો ઋષિકેશ જવા માટે ટ્રેનમાં ચઢ્યા. તે 31 કલાકની મુસાફરી હતી, સફર દરમિયાન તેના પ્રિય અભિનેતા તેલુગુ સ્ટાર અલ્લુ અર્જુનની ફોનમાં ડાઉનલોડ કરેલી ફિલ્મ જોઇ હતી.

આ પણ વાંચો – દુનિયાભરમાં જોવામાં આવ્યું શ્રમિકોનું રેસ્ક્યુ ઓપરેશન, આંતરરાષ્ટ્રીય મીડિયાએ શું કહ્યું?

બેડિયા અને અન્યોને ઋષિકેશથી તેમના કામના સ્થળો પર લઈ જવામાં આવ્યા હતા. ઉત્તરકાશી જિલ્લાના ગામ સિલ્ક્યારા સુધી, જે 150 કિલોમીટરની મુસાફરી હતી. જ્યાં તેઓ 889 કિમી લાંબા ચાર ધામ નેશનલ હાઈવેનો એક ભાગ સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલ પર કામ કરવાના હતા.

Uttarakhand tunnel operation
સુરંગમાં ફસાયેલા લોકોમાં શ્રવણ બેડિયાનો પુત્ર રાજેન્દ્ર બેડિયા (22) પણ સામેલ હતો. આ પરિવાર ઝારખંડના ખીરાબેડા ગામનો છે. (એક્સપ્રેસ ફોટો/અભિષેક અંગદ)

બેડિયા કહે છે કે તેમણે ઉત્તરાખંડની પહાડીઓની મજા માણી હતી. તાજી હવામાં શ્વાસ લીધો હતો. ટનલથી 10 મિનિટના અંતરે આવેલા લિવિંગ ક્વાર્ટર્સમાં જ્યારે તેમને પલંગ અને ધાબળા અને ગરમ કપડાં આપવામાં આવ્યા ત્યારે તેઓને આનંદથી આશ્ચર્ય થયું. ભોજન પણ સારું હતું. અમે અઠવાડિયામાં બે વાર ચિકન કરી, અઠવાડિયામાં એક વાર ઈંડાની કરી અને બાકીના દિવસોમાં ચણા અને શાકભાજી ખાવામાં મળતા હતા.

ટનલ તૂટી ત્યારે ભૂકંપ જેવું લાગ્યું

બેડિયા કહે છે કે કામ મુશ્કેલ હતું. તેમના પ્રથમ દિવસના કામમાં ટનલમાં જવું અને પ્લમ્બિંગ અને ચણતરમાં મદદ કરવી સામેલ હતું. તે કહે છે કે મેં આ પહેલા ક્યારેય પહાડી વિસ્તારોમાં કામ કર્યું ન હતું, તેથી ટનલ પહેલા તો ડરામણી લાગતી હતી. પણ મને તેની આદત પડી ગઈ હતી. દરરોજ 12 કલાક કામ કરવું પડતું હતું. બેડિયાને દર મહિને 19,000 રૂપિયા અને મહિનામાં બે દિવસની રજા આપવાનું વચન આપવામાં આવ્યું હતું.

12મી નવેમ્બરની સવારે જ્યારે આ ઘટના બની હતી. બેડિયા તે સમયે નાઈટ શિફ્ટમાં હતા. જ્યારે સવારે 5 વાગ્યાની આસપાસ સૌથી ભયાનક વિસ્ફોટ થયો હતો. તે કહે છે હું જે વિસ્તાર તૂટી પડ્યો હતો તેની નજીક હતો. સુરંગની કમાન પર કામ કરી રહેલા ચણતરની મદદ કરી રહ્યો હતો. એવું લાગ્યું કે જાણે ધરતીકંપ આવ્યો હોય. ટનલ ધુમાડા અને ધૂળથી ભરેલી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મેં મારા સાથી કાર્યકરોને હતાશ અને બધાને ધૂળ-ધૂળ થઇ ગયેલા જોયા હતા.

થોડી ક્ષણો પછી કેટલાક કામદારો ટનલના મુખ સુધી પહોંચ્યા, જે હવે કાટમાળનો એક વિશાળ ઢગલો હતો. કેટલાક લોકોએ પાવડા વડે ટેકરાને ખોદવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રયાસ નિષ્ફળ ગયો. બેડિયા આ ઘટનાને યાદ કરીને કહે છે કે શરૂઆતના ગભરાટથી નિરાશા થઈ ગઈ હતી અને દરેક જણ તેમના પર શું થયું તેની ભયાનકતાથી સ્તબ્ધ થઈ ગયા હતા. તે કહે છે કે સૌથી પહેલા મેં ઘર, પરિવાર વિશે વિચાર્યું. હું અહીં કેવી રીતે પહોંચી ગયો? શું હું મારા પિતાને ફરીથી જોઈ શકીશ? મારા પરિવારને કોણ ખવડાવશે, તેમની સંભાળ કોણ રાખશે? શું તેઓ ક્યારેય જાણશે કે મારી સાથે શું થયું? તેમની પ્રતિક્રિયા શું હશે? તેઓ મદદ માટે ક્યાં જશે?

ગબ્બર સિંહ નેગીએ મને હિંમત આપીઃ બેડિયા

આવી સ્થિતિમાં હીરોની જરૂર છે. સદભાગ્યે બેડિયા અને અન્ય લોકો પાસે નેગીજી હતા. ફોરમેન ગબ્બર સિંહ નેગી, આશરે 45 વર્ષના છે. સુરંગમાં ફસાયેલા લોકોમાં સૌથી વરિષ્ઠ. જેમણે તેમને પ્રેરણા આપી અને કહ્યું કે આશા ન ગુમાવો. નેગીએ કહ્યું કે તે કેવી રીતે પહેલા આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા. સિક્કિમમાં ભૂસ્ખલન બાદ નેગી ઘણા દિવસો સુધી ફસાયેલા હતા. તેમણે બેડિયા અને અન્ય લોકોને આશા આપી હતી. બેડિયા કહે છે કે તેમણે અમને કહ્યું કે સિક્કિમમાં તેમણે પોતાને જીવિત રાખવા માટે કેળાની છાલ પર જ ખાવી પડી હતી. તેમની વાર્તાઓ પ્રેરણાદાયી હતી.

સદભાગ્યે તેમના માટે કાટમાળમાં પાવર સપ્લાય લાઇન અને 4 ઇંચની પાણીની પાઇપ ટનલમાંથી પાણી કાઢવા માટે વપરાતી હતી. જે શરૂઆતના થોડા દિવસો માટે જીવન રક્ષક સાબિત થશે. ટનલમાં ફસાયેલા લોકોમાંથી એકે સૂચવ્યું કે તેઓ આ પાઈપ દ્વારા સમયાંતરે પાણી પમ્પ કરતા રહે છે, જેથી બહારના લોકોને ખબર પડે કે તેઓ જીવિત છે. આ વિચાર સફળ થયો અને બહુવિધ એજન્સીઓને સાથે અભૂતપૂર્વ બચાવ કામગીરી શરૂ થઈ હતી.

ટનલની અંદર કોઈ વ્યક્તિએ ખોરાક ખાધો તેને 24 કલાકથી વધુ સમય થઈ ગયો હતો. કેટલાક ઊંઘી ગયા હતા, કેટલાક અસ્વસ્થતાથી અહીં અને ત્યાં દોડી રહ્યા હતા. અચાનક લગભગ જાદુઈ રીતે, 13 નવેમ્બરના રોજ લગભગ 3 વાગ્યાની આસપાસ તેમણે તે પાઈપમાંથી ધૂંધળા અવાજો સાંભળ્યા જેના દ્વારા તેમણે પાણી મોકલ્યું હતું. બીજી બાજુથી કોઈએ તેમને ખાતરી આપી કે તે થોડા સમય પછી બહાર આવી જશે.

બેદિયા કહે છે આ પહેલી વાર હતું જ્યારે અમે બહારથી કોઈની સાથે વાત કરી હતી, ભલે અમે તેમને યોગ્ય રીતે સાંભળી શકતા ન હતા અથવા તેમની સાથે વાત કરી શકતા ન હતા, પરંતુ આખરે અમે સુરક્ષિત અનુભવતા હતા. બેદિયા કહે છે. અમે જાણતા હતા કે દરેક અમને બહાર કાઢવા માટે કામ કરી રહ્યા હતા. તે ખૂબ જ આશ્વાસન આપનારું હતું. બેડિયા કહે છે કે થોડીવાર પછી પાઈપ દ્વારા ચોખા મોકલવામાં આવ્યા હતા. જે પછી અમારી આંખો ચમકી અને બધાએ પાઇપની આસપાસ ભીડ શરૂ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ