પેરામિલિટ્રીમાં 83 હજારથી વધારે પદ ખાલી, CRPFમાં સૌથી વધારે, ભરતી અંગે સરકારે આપી આ જાણકારી

vaccancies in Indian paramilitary forces : મંત્રાલય તરફથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF), સીમા સુરભા દળ (BSF), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF), ભારત - તિબ્બત સીમા પોલીસ (ITBP), સશસ્ત્ર સીમા દળ (SSB) અને અસમ રાઇફલ્સ (AR)ના ડીજી ગત સપ્તાહે એક પત્ર મોકલ્યો હતો.

Written by Ankit Patel
Updated : February 22, 2023 08:52 IST
પેરામિલિટ્રીમાં 83 હજારથી વધારે પદ ખાલી, CRPFમાં સૌથી વધારે, ભરતી અંગે સરકારે આપી આ જાણકારી
ભારતીય સેના ફાઇલ તસવીર

ગૃહમંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને અસમ રાઇફલ્સના દરેક મહાનિદેશકોને ફોર્સમાં કર્મચારીઓની અછતની માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે ખાલી જગ્યાઓને ભરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં અંગે પણ જાણકારી આપવાનો નિર્દેશ કર્યો હતો.

વર્તમાનમાં અર્ધસૈનિક દળોમાં 83,000થી વધારે ગેજેટેડ ઓફિસર્સ અને ફોર્સની કમીનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રાલય તરફથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF), સીમા સુરભા દળ (BSF), કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF), ભારત – તિબ્બત સીમા પોલીસ (ITBP), સશસ્ત્ર સીમા દળ (SSB) અને અસમ રાઇફલ્સ (AR)ના ડીજી ગત સપ્તાહે એક પત્ર મોકલ્યો હતો.

83,127 ખાલી જગ્યાઓમાં દેશના સૌથી મોટા અર્ધસૈનિક દળ સીઆરપીએફમાં 29,283 ખાલી જગ્યાઓ છે. ત્યારબાદ બીએસએફમાં 19,987 અને સીઆરપીએફમાં 19,475 ખાલી જગ્યાઓ પડેલી છે.

આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ખાલી જગ્યાઓ ભરવા માટે CAPF માં ભરતી મિશન મોડમાં હાથ ધરવામાં આવી રહી છે. તેમણે ઉપલા ગૃહને જાણ કરી સરકાર 2023 માં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની યોજના છે.

MHA એ BSF ને IPS ક્વોટામાંથી DIG-રેન્કના અધિકારીઓની 15 જગ્યાઓ ખાલી જગ્યા વર્ષ 2023 માટે BSFના કેડર અધિકારીઓને કામચલાઉ રીતે ડાયવર્ઝન કરવા માટે પત્ર પણ મોકલ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ