Vande Bharat Express Trains : નવી 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 10 નવી સુવિધા ઉમેરાઈ, પહેલી કેસરી રંગની વંદે ભારત ટ્રેન કઇ છે? જાણો વિગતવાર

PM Modi Flagged 9 Vande Bharat Trains : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 સપ્ટેમ્બરે નવી 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવી હતી. ભારતીય રેલવે દ્વારા શરૂ કરાયેલી નવી ટ્રેનોમાં મુસાફરોની સગવડ માટે ઘણી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે

Written by Ajay Saroya
September 25, 2023 19:53 IST
Vande Bharat Express Trains : નવી 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં 10 નવી સુવિધા ઉમેરાઈ, પહેલી કેસરી રંગની વંદે ભારત ટ્રેન કઇ છે? જાણો વિગતવાર
ભારતીય રેલવે એ તેની પ્રથમ કેસરી રંગની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કાસરગોડથી તિરુવનંતપુરમ સુધી શરૂ કરી છે. (@VivekSi85847001)

Vande Bharat Express Trains List, Route And Time Table : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 સપ્ટેમ્બરે એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી. આ નવી શરૂ થયેલી ટ્રેનોમાં ઘણી નવી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. આ સુવિધાઓ મુસાફરોના પ્રતિસાદ લીધા પછી તેમના માટે ટ્રેનની મુસાફરીને વધુ આરામદાયક બનાવવા માટે સામેલ કરવામાં આવી હતી. આ 9 ટ્રેનો દેશના 11 રાજ્યોના ધાર્મિક અને પર્યટન સ્થળોને જોડશે. આ 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ગુજરાત માટેની અમદાવાદ – જામનગર વંદે ભારત ટ્રેન પણ સામેલ છે.

ભારતીય રેલ્વેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવે એ તેની પ્રથમ કેસરી રંગની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કાસરગોડથી તિરુવનંતપુરમ સુધી શરૂ કરી હતી. આ ઉપરાંત 9 વધુ કેસરી રંગની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો આગામી બે મહિનામાં શરૂ થવાની આશા છે. મુસાફરોની માંગણી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પીએમઓના એક નિવેદન અનુસાર, આ 9 વંદે ભારત ટ્રેનની રજૂઆત દેશમાં રેલ સેવાના એર નવા માપદંડની શરૂઆત દર્શાવે છે. આ ટ્રેનો વિશ્વસ્તરીય સુવિધાઓ અને સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે. નવી ટ્રેનમાં કોચ નિર્માતાઓએ નાની વિગતો પર ધ્યાન આપ્યું છે.

નવી 9 વંદે ભારત એક્સટ્રેનની સુવિધા (New 9 Vande Bharat Express Trains Facility)

  1. PMOના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવી ટ્રેનો રેલ સેવાના નવા માપદંડોની શરૂઆત કરે છે અને તે કવર ટેકનોલોજી સહિત વિશ્વસ્તરીય સુવિધાઓ અને અદ્યતન સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે.
  2. નવી શરૂ થયેલી ટ્રેનોમાં સીટ રિક્લાઈનિંગ એંગલ 17.31 ડિગ્રીથી વધારીને 19.37 ડિગ્રી કરવામાં આવ્યો છે.
  3. સીટને વધારે આરામદાયક બનાવવામાં આવી છે અને એક્ઝિક્યુટિવ ક્લાસ કોચમાં સીટનો રંગ લાલથી બદલીને વાદળી કરવામાં આવ્યો છે.
  4. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કરાયેલા નવા ફેરફારોમાં સીટોની નીચે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, સીટો માટે વિસ્તૃત ફૂટરેસ્ટ અને એક્ઝિક્યુટિવ ક્લાસ મેગેઝિન બેગનો પણ સમાવેશ થાય છે.
  5. વંદે ભારત ટ્રેનની સુધારેલી નવી સુવિધાઓમાં, શૌચાલયોમાં પાણીના છાંટા ન પડે તે માટે વૉશ બેસિનની ઊંડાઈ વધારવામાં આવી છે.
  6. શૌચાલયોમાં લાઇટિંગ 1.5 વોટથી વધારીને 2.5 વોટ કરવામાં આવી હતી. ઉપરાંત, સારી પકડ માટે શૌચાલયના હેન્ડલને વધુ વળાંક આપવામાં આવ્યું છે અને પાણીના પ્રવાહને વધુ સારી રીતે નિયંત્રિત કરવા માટે વોટર ટેપ એરેટર આપવામાં આવ્યું છે.
  7. નવી સુવિધામાં ટ્રેલર કોચ ચલાવવામાં વિકલાંગ મુસાફરોની વ્હીલ ચેર માટે પોઈન્ટ રિઝર્વ રાખવાની જોગવાઈ પણ સામેલ છે.
  8. નવી ટ્રેનસેટમાં પેનલો પર ઇન્સુલેશનની સાથે ઉત્તમ એર કન્ડીશનિંગની માટે એર ટાઈટનેસમાં સુધારો કરાયો છે.
  9. કોચની અંદર ઉત્તમ એરોસોલના કારણે લાગતી આગને શોધી કાઢવા માટે કોચની અંદર આધુનિક સિસ્ટમ લગાવવામાં આવી છે.
  10. નવી ટ્રેનોમાં ડ્રાઇવિંગ ટ્રેલર કોચમાં સમાન રંગની થીમ સાથે ડ્રાઇવર ડેસ્ક પણ હશે અને ડ્રાઇવર કંટ્રોલ પેનલમાં ઇમરજન્સી સ્ટોપ પુશ બટનને પણ બદલવામાં આવ્યું છે જેથી લોકો પાયલોટ માટે કામગીરી સરળ બને.

નવી 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની યાદી (New 9 Vande Bharat Express Trains List)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવી નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરાવી છે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં ઉદયપુર-જયપુર, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ, હૈદરાબાદ-બેંગલુરુ, વિજયવાડા-ચેન્નઈ, પટના-હાવડા, કસરાગોડ-તિરુવનંતપુરમ, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી, રાંચી-હાવરા અને જામનગર-અમદાવાદ વચ્ચે દોડશે. રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ અને તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ પુરી અને મદુરાઈ જેવા મહત્વના ધાર્મિક સ્થળો વચ્ચે કનેક્ટિવિટી વધારશે. વિજયવાડા-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ રેનીગુંટા થઈને ઓપરેટ થશે અને તિરુપતિના ધાર્મિક સ્થળ સાથે કનેક્ટિવિટી પ્રદાન કરશે.

ગુજરાતને મળી ત્રીજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ જામનગર રૂટ (Vande Bharat Express Trains Ahmedabad Jamnagar)

24 સપ્ટેમ્બરે અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. 20 સપ્ટેમ્બરે આ નવી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. આ વંદે ભારત ટ્રેન જામનગરથી અમદવાદ વચ્ચે દોડશે અને રાજકોટમાં સ્ટોપ આપવામાં આવશે. આ વંદે ભારત ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરામગામ થઇને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને પહોંચશે.

    Read More
    આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
    Loading...
    ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ