Vande Bharat Sleeper : and Metro Train : દેશમાં વંદે ભારત ટ્રેનો પુર ઝડપે વિસ્તરી રહી છે, છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા રૂટ પર વંદે ભારત શરૂ કરવામાં આવી છે. હવે આ શ્રેણીમાં મોદી સરકાર વંદે ભારત સ્લીપર અને વંદે ભારત ભારત મેટ્રો લાવવાની તૈયારી કરી રહી છે. એક તરફ, વંદે ભારત સ્લીપરનો ઉપયોગ લાંબી મુસાફરી માટે કરવામાં આવશે, જ્યારે બીજી તરફ, વંદે ભારત મેટ્રો ટૂંકા રૂટને આવરી લેશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં શું છે ખાસ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વંદે ભારત મેટ્રો આવતા વર્ષે જાન્યુઆરીમાં જ શરૂ થશે, જ્યારે વંદે ભારત સ્લીપર આવતા વર્ષે માર્ચમાં શરૂ થવાની તૈયારી છે. હાલમાં, વંદે ભારત સ્લીપર પણ રાજધાની ટ્રેનની જેમ જ દોડવા જઈ રહી છે. લાંબા રૂટ પર વધુ આરામદાયક મુસાફરી માટે તેને લોન્ચ કરવામાં આવી રહી છે. મોટી વાત એ છે કે, આ સ્લીપર ટ્રેન 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે, એ અલગ વાત છે કે, હાલમાં તે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાટા પર દોડશે. આવી સ્થિતિમાં લાંબા રૂટ પર મુસાફરોનો ઘણો સમય બચશે.
400 ટ્રેનો માટે ટેન્ડર પાસ થયા
એવું પણ જાણવા મળ્યું છે કે, વંદે ભારત સ્લીપર ટ્રેનમાં શતાબ્દી પ્રકારની ખુરશીઓ હશે. આ સિવાય તેને દિલ્હી-મુંબઈ, દિલ્હી-કોલકાતા જેવા લાંબા રૂટ પર ચલાવવામાં આવશે. હાલમાં, સરકારે 400 ટ્રેનો માટે ટેન્ડર આપ્યું છે, અહીં પણ 200 ટ્રેનોના કોચ સ્ટીલના હશે, જ્યારે બાકીની ટ્રેનો એલ્યુમિનિયમની હશે.
જો વંદે ભારત મેટ્રોની વાત કરીએ તો, તેમાં કુલ 12 કોચ હશે. વંદે ભારત મેટ્રો કયા રૂટ પર દોડશે તે હજુ સ્પષ્ટ નથી. ટ્રેનના ભાડા અંગે પણ હજુ સુધી માહિતી બહાર આવી નથી.