કુસ્તીબાજ વિનેશ ફોગટ અને સંગીતા ફોગટનો એક મોર્ફ કરેલ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા આ ફોટોમાં પોલીસ દ્વારા તેમની અટકાયત કર્યા બાદ પણ તેઓને હસતા દર્શાવ્યા છે. પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યું કે, તેઓ નકલી ફોટો વાયરલ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે.
ટ્વિટર પર એક પોસ્ટમાં પુનિયાએ કહ્યું, “IT સેલના લોકો આ ખોટી તસવીર ફેલાવી રહ્યા છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે જે પણ આ નકલી તસવીર પોસ્ટ કરશે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે.
ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલરે વિનેશ અને સંગીતાનો અસલી ફોટો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ હસી રહ્યા નથી. પોલીસે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનના સ્થળેથી સંસદની નવી ઇમારત તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતી વખતે વિરોધ કરી રહેલા પહેલવાનોની અટકાયત કર્યા બાદ તરત જ આ મોર્ફ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
એક્સપર્ટ્સના મતે, વાયરલ થયેલી આ તસ્વીર રિયલ ફોટો નથી અને મૂળ ફોટોને એડિટ કરવામાં આવી છે અને કુસ્તીબાજોના ચહેરા પર સ્મિત લાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં સોશિયલ મીડિયા આવા ફોટોઝથી ઉભરાઇ ગયુ છે, જે કાં તો AI દ્વારા જનરેટ કરવામાં આવે છે અથવા AI ટૂલ્સનો ઉપયોગ કરીને એડિટ કરવામાં આવે છે.
ફોટો નકલી છે કે કેમ તે ઓળખવા માટે અહીં કેટલીક ટીપ્સ આપી છે. અત્રી નોંધનિય છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલ્સ તેમની ટેક્નોલોજીમાં ઝડપથી સુધારો કરી રહ્યાં છે, આ સૂચનો ટૂંક સમયમાં જૂના થઈ શકે છે.
AI-જનરેટેડ ઈમેજ કેવી રીતે શોધી શકાય?
ફોટોના સોર્શ શોધો
જ્યારે પણ કોઈ ફોટોની સત્યતા વિશે શંકા હોય, ત્યારે સૌથી પહેલું અને સૌથી મહત્ત્વનું કામ તેના સોર્શને તપાસવાનું છે. તે રિવર્સ ઇમેજ સર્ચ દ્વારા કરી શકાય છે — તેના મૂળ સોર્શને શોધવા માટે ફક્ત Google ઇમેજ અથવા TinEye અથવા Yandex જેવા ટૂલ્સ પર ફોટો અપલોડ કરો .
શરીરના દેખાવ-કદનું ધ્યાન રાખો
DWના તાજેતરના અહેવાલ મુજબ, જ્યારે શરીરના દેખાવ -કદ પ્રમાણની વાત આવે છે ત્યારે AI-જનરેટેડ ઇમેજમાં વિસંગતતા દર્શાવવી અસામાન્ય નથી. દાખલા તરીકે, આવા ફોટા ઘણીવાર એવા લોકોને બતાવે છે કે જેઓ ખૂબ મોટા હોય છે અથવા આંગળીઓ અસાધારણ રીતે લાંબી હોય છે.
રિપોર્ટમાં આ વર્ષે માર્ચમાં સામે આવેલી નકલી તસવીરનું ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સમક્ષ ઘૂંટણિયે પડ્યા હતા. “ઘૂંટણિયે પડેલા વ્યક્તિના જૂતા અપ્રમાણસર રીતે મોટા અને પહોળા હતા. અડધું ઢંકાયેલું માથું પણ ઘણું મોટું છે અને તે શરીરના બાકીના ભાગ સાથે પ્રમાણસર મેળ ખાતા નથી,” તેણે ઉલ્લેખ કર્યો.
AI ઇમેજ જનરેટર્સનો ક્રિપ્ટોનાઇટ સંપૂર્ણ હાથ બનાવે છે, જે માનવ શરીરનો એક જટિલ ભાગ છે. હાથ માત્ર અસંખ્ય સાંધાઓથી બનેલા નથી પણ ડઝનબંધ આકાર અને હલનચલન પણ થતું હોય છે. તેથી, AI ટૂલ્સને તેમને બનાવવાનું મુશ્કેલ લાગે છે અને તેના દ્વારા જનરેટ કરવામાં આવેલી ઇમેજ ઘણીવાર આંગળીઓ ઉમેરીને અથવા દૂર કરીને અથવા તેમને અકુદરતી રીતે ટ્વિસ્ટ કરીને માનવ હાથને વિકૃત બનાવી દે છે.
સમાચાર આઉટલેટ ડિક્રિપ્ટે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, હાથ ઉપરાંત, AIથી જનરેટ થતી ઈમેજ ઘણી વખત “વ્યાખ્યાયિત, નિયમિત પેટર્ન સાથે કંઈપણ” સચોટ રીતે દર્શાવવામાં નિષ્ફળ જાય છે.”
વિનેશ અને સંગીતાના મોર્ફ કરેલા ફોટા વિશે જણાવતા એક્સપર્ટ્સ કહે છે કે, આ ઇમેજ નકલી છે કારણ કે કુસ્તીબાજોના દાંત કુદરતી હોવા માટે ખૂબ પરફેક્ટ દેખાય છે. અન્ય વિસંગતતા એ છે કે રિયલ ફોટોને એડિટ કરવા માટે ઉપયોગમાં લેવાતા AI ટૂલમાં વિનેશ અને સંગીતાના ગાલ પર ડિમ્પલ પડે છે, જે હકીકતમાં નથી.
બેકગ્રાઉન્ડ તપાસો
AI- જનરેટ ઈમેજના નબળાં પાસાંમાં એક છે તેનું બેકગ્રાઉન્ડ. ઘણી વખત આવા ફોટામાં અસ્પષ્ટ બેકગ્રાઉન્ડ હોય છે જે ટેક્સચર જેવા લાગે છે અને અપ્રમાણસર આકારની વસ્તુઓનો સમાવેશ કરે છે. DW રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં, “AI પ્રોગ્રામ લોકો અને ઑબ્જેક્ટ્સને ક્લોન કરે છે અને તેનો બે વાર ઉપયોગ કરે છે”.
વધારે પડતો સુંદર દેખાવ
કેટલાક AI ઇમેજ જનરેટર એવા ફોટાઓ બનાવે છે જેમાં લોકોની ત્વચા અને દેખાવ વધુ પડતો ચમકદાર અને કોમળ કે વધારે પરફેક્ટ હોય તેવું લાગે છે. તે કોઇ પણ ફોટો AI- જનરેટ હોવાની બીજી નિશાની હોઈ શકે છે.
AI – જનરેટ ફોટોની ખાતરી કરવાના અન્ય પાસાં
તાજેતરમાં, પોપ ફ્રાન્સિસની સફેદ પફર જેકેટ પહેરેલી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને લોકો તેમની શૈલીની પ્રશંસા કરી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ હકીકત બહાર આવી કે, તે ફોટા નકલી હતા અને એઆઈ ટૂલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચ શકો છો.