મણિપુરમાં એકવાર ફરીથી હિંસા ભડકી ઉઠી છે. ફરીથી અહીં સેના તૈનાત કરવાની ફરજ પડી છે. પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવી પડી છે. આશરે 15 દિવસ પહેલા જ્યારે હિંસા ભડકી હતી ત્યારે પણ અનેક ઘરોમાં આગ લગાડવામાં આવી હતી. અનેક લોકો માર્યા ગયા હતા. ત્યારે આશરે 10 હજાર લોકોને હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવા પડ્યા હતા. એ સમયે સરકારને ઉપદ્રવિયોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આશરે 10 દિવસ સુધી કોઈ ઉપદ્રવ થયો ન્હોતો. પરંતુ સોમવારે એકવાર ફરીથી ઇંફલ વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી. માનવામાં આવી રહ્યું છે કે મૈતેઈ સમુદાયના લોકો પાસે બળજબૂરી દુકાનો બંધ કરાવવા લાગ્યા હતા જેના પગલે હિંસા ભડકી હતી.
અનેક ઘરોમાં આગ લગાવી દીધી
ઉલ્લેખનીય છે કે આ વખતે કોઈ જાનહાની થયાના સમાચાર મળ્યા નથી. પરંતુ આ વખતે કેટલાક ઘરોમાં આગ લગાવી દીધી હતી. જોકે અહીં પ્રશ્ન એ છે કે મણિપુરની આગ ક્યાં સુધી શાંત થશે. આ વિવાદ મણિપુર હાઇકોર્ટના આદેશ પર શરુ થયો હતો. કોર્ટે રાજ્ય સરકારને મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતીનો દરજ્જો આપવાની 10 વર્ષ જૂની માંગ પર વિચાર કરવા માટે કહ્યું હતું.
આનાથી ત્યાંના માન્યતા પ્રાપ્ત જનજાતીય સમુદાયોમાં એવી આશંકા પૈદા થઈ હતી કે સરકાર મૈતેઈ સમુદાયને જનજાતિનો દરજ્જો આપી શકે છે અને તે તેમના સંરક્ષિત ભૂભાગ પર કબ્જો કરવાનું શરુ કરી શકે છે.
મણિપુરમાં મુખ્યરુપથી ત્રણ સમુદાયના લોકો રહે છે. જેમાં નગા અને કુકી માન્યતા પ્રાપ્ત જનજાતિય સમુદાય છે અને તેમનો ત્યાંના લગભગ 90 ટકા સંરક્ષિત પહાડી ભૂભાગ ઉપર કબ્જો છે. મૈતેઈ સમુદાય વસ્તીના દ્રષ્ટીએ આ બંને જનજાતીઓથી આશરે બે ગણો છે. જોકે ભૂભાગ પર માત્ર 10 ટકા હિસ્સો જ તેમના માટે મુક્ત છે. આ પ્રકારે તેઓ મુખ્યરૂપથી ઇન્ફલ વિસ્તાર સુધી જ સીમિત છે. પરંતુ મૈતેઈ સમુદાય દરેક દ્રષ્ટીથી પ્રભાવશાળી છે. રાજનીતિમાં આ સમુદાયમાં ધારાસભ્ય વધારે છે. 60માંથી 40 ધારાસભ્યો છે.
પ્રશાસનમાં પણ તેમનો દબદબો છે. તેઓ વરસોથી માંગ કરતા રહ્યા છે કે તેમને જનજાતિય સમુદાયનો દરજ્જો મળવો જોઈએ. જો આવું થાય છે તો મૈતેઇ સમુદાયને પણ જનજાતિયોના સંરક્ષિત ભૂભાગમાં પ્રવેશવાનો હક મળી શકે છે. એટલા માટે માન્યતા પ્રાપ્ત જનજાતિયો આશંકિત રહે છે. આ તથ્યથી ત્યાંની સરકાર અજાણ નથી. પરંતુ તેમને ક્યારેય ગંભીરતાથી આ મામલાના ઉકેલ માટે પ્રયાસ કર્યો નથી.
જ્યારથી ત્યાં નવી સરકાર આવી છે ત્યારથી જનજાતીય લોકોમાં એક આશંકા ઘર કરી ગઇ છે કે તે મૈતેઈ સમુદાયને પ્રધાન્ય આપી રહી છે.તેમની આશંકા ત્યારે આક્રોશમાં ફેરવાઈ ગઈ જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં સંરક્ષિત પહાડી વિસ્તારોમાં ગેરકાયદેસર લોકોને કાઢવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.
સરકારનું કહેવું હતું કે બહારના લોકો અહીં આવીને વસી ગયા છે. જોકે, જનજાતીય સમુદાયોનો દાવો છે આ તેમના વચ્ચેના લોકો છે. ત્યારબાદ જ્યારે હાઇકોર્ટનો આદેશ આવ્યો તો તેમનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને હવે આગચંપી ઉપર ઉતર્યા છે.
હવે ત્યાની લડાઈ વર્ચસ્વની લડાઈમાં ફેરવાઇ રહી છે. તાજા હિંસામાં જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક પૂર્વ ધારાસભ્ય પણ છે. જેમનો સંબંધ સત્તાપક્ષથી છે. જો ત્યાંની સરકાર કોઈપણ સમુદાયો વચ્ચે પેદા થયેલા વૈમનસ્યતાને સ્થાયી રૂપથી સમાપ્ત કરવાના બદલે તદર્થ ભાવથી સેનામાં બળ પર રોકવાનો પ્રસાય કરતી રહેશે તો આ આગ કદાચ ઝડપથી શાંત થશે.
(સમાચાર અપડેટ થઈ રહ્યા છે)