દિવાળી પર યુવાનોના ખતરનાક સ્ટંટ, રસ્તા પર બાઈક ઉડાવીને ફટાકડા ફોડ્યા, જુઓ ખતરનાક Video

Viral Video : એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક યુવકો રસ્તા પર જોખમી રીતે સ્ટંટ કરતા જોવા મળે છે

Viral Video : એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક યુવકો રસ્તા પર જોખમી રીતે સ્ટંટ કરતા જોવા મળે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
viral video | video viral | viral

વાયરલ વીડિયોમાં કેટલાક યુવકો રસ્તા પર જોખમી રીતે સ્ટંટ કરતા જોવા મળે છે (તસવીર - સોશિયલ મીડિયા)

bike stunt with crackers : તમિલનાડુના તિરુચિરાપલ્લીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક યુવકો રસ્તા પર જોખમી રીતે સ્ટંટ કરતા જોવા મળે છે. બાઇક ચાલકોનું આ ગ્રુપ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતું જોવા મળે છે. જોકે આ મામલો સામે આવતા જ પોલીસે સ્ટંટર્સ સામે કાર્યવાહી કરીને 10 યુવકોની ધરપકડ કરી છે. હાલ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisment

વીડિયોમાં જોવા મળે કે આ છોકરાઓએ સ્ટંટ અને આતશબાજીની કોકટેલ બનાવી છે. એક તરફ ચાલું બાઇકને હવામાં ઉડાડી રહ્યા છે તો બીજી તરફ તેની સાથે ફટાકડા પણ ફોડી રહ્યા છે. બાઈકથી ફટાકડા સળગાવી રહ્યા છે. બાઈક પણ સીધું હવામાં જઈ રહ્યું છે. બાઈકર્સ સતત હવામાં બાઈક ઉડાડીને ફટાકડા ફોડી રહ્યા છે. આ વીડિયો એટલો ખતરનાક છે કે તમે જોઇને દંગ રહી જશો.

આ પણ વાંચો - મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને મળશે કેટલી બેઠકો? રાહુલ ગાંધીએ કરી આ ભવિષ્યવાણી

વાયરલ વીડિયોમાં 5 બાઈક્સ જોવા મળી રહી છે. આ વીડિયોને સ્લો મોશનમાં મુકવામાં આવ્યો છે. બેકગ્રાઉન્ડમાં દિવાળીનું ગીત વાગી રહ્યું છે. એક પછી એક તમામ બાઈકર્સ સ્ટંટ બતાવી રહ્યા છે. તેઓ પાછળના વ્હીલની મદદથી બાઇકને હવામાં ઉઠાવી રહ્યા છે.

Advertisment

આ મામલે ત્રિચીના એસપી ડો. વરુણ કુમારે મીડિયાને જણાવ્યું કે ત્રિચી જિલ્લા પોલીસે રસ્તા પર સ્ટંટ કરનારા યુવકો સામે આઈપીસીની વિવિધ કલમો અને મોટર વાહન અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. હાલ આ કેસમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ બાઇક સવાર રાહદારીઓના જીવ જોખમમાં મુકી રહ્યા હતા. વાયરલ વીડિયોની પુષ્ટિ ત્રિચી જિલ્લા પોલીસે કરી છે.

વાયરલ વીડિયો ક્રાઇમ ન્યૂઝ દેશ