Chhattisgarh CM Vishnu Deo Sai : ભાજપે વિષ્ણુદેવ સાયને જ કેમ બનાવ્યા છત્તીસગઢના મુખ્યમંત્રી? 5 પોઇન્ટમાં સમજો પાર્ટીની રણનીતિ

Vishnu Deo Sai : છત્તીસગઢમાં આદિવાસી મતદારોને ખૂબ જ નિર્ણાયક માનવામાં આવે છે. રાજ્યની 32 ટકા વસ્તી આદિવાસી છે અને 29 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. છત્તીસગઢ જેવા રાજ્યની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે આદિવાસી મતદારો વિના અહીં કોઈ પક્ષ સરકાર બનાવી શકે નહીં

Written by Ashish Goyal
Updated : December 10, 2023 18:40 IST
Chhattisgarh CM Vishnu Deo Sai : ભાજપે વિષ્ણુદેવ સાયને જ કેમ બનાવ્યા છત્તીસગઢના મુખ્યમંત્રી? 5 પોઇન્ટમાં સમજો પાર્ટીની રણનીતિ
ભાજપે છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયની જાહેરાત કરી (તસવીર - @BJP4CGState)

Chhattisgarh CM Vishnu Deo Sai : ભાજપે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયની જાહેરાત કરી છે. આ વખતે ભાજપે આદિવાસી દાવ ચાલતા રાજ્યમાં વિષ્ણુદેવ સાયને મેદાનમાં ઉતાર્યા છે. ચૂંટણી દરમિયાન પણ ભાજપે આદિવાસી મતદારોને રીઝવવા અનેક જાહેરાતો કરી હતી. આવી સ્થિતિમાં તેમના સીએમ બનવાથી કોઈને આશ્ચર્ય થયું નથી. ભાજપે સારી રીતે વિચારેલી રણનીતિના ભાગરૂપે સાયને મુખ્યમંત્રી તરીકે આગળ કર્યા છે. ચાલો જાણીએ આ પાછળની ભાજપની રણનીતિ શું છે.

છત્તીસગઢમાં સૌથી નિર્ણાયક આદિવાસી મતદાતા

છત્તીસગઢમાં આદિવાસી મતદારોને ખૂબ જ નિર્ણાયક માનવામાં આવે છે. રાજ્યની 32 ટકા વસ્તી આદિવાસી છે અને 29 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. છત્તીસગઢ જેવા રાજ્યની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે આદિવાસી મતદારો વિના અહીં કોઈ પક્ષ સરકાર બનાવી શકે નહીં. મોટી વાત એ છે કે આદિવાસી મત ગમે તે પક્ષે પડે તેની સરકાર બનશે તે નિશ્ચિત છે. આ વખતે છત્તીસગઢ ચૂંટણીમાં 29 અનામત બેઠકોમાંથી ભાજપે 17 બેઠકો જીતી છે. ગત વખતે આ જ બેઠકો પર પાર્ટીના સુપડા સાફ થયા હતા. આદિવાસી વોટરો પોતાની તરફેણમાં આવવાનું એક મોટું કારણ વિષ્ણુદેવ સાયને માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમને મુખ્યમંત્રી બનાવીને સમગ્ર આદિવાસી સમાજને એક મોટો સંદેશ આપવાનું કામ કરવામાં આવ્યું છે.

બીજા આદિવાસી મુખ્યમંત્રીનું બિરુદ

ભાજપ આદિવાસી અને પછાત વર્ગોને એક સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ આકર્ષવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે. તેમએ આ માટે એક રસ્તો શોધી કાઢ્યો છે, તે આવા સમાજના લોકોને મોટા હોદ્દા પર તક આપી રહી છે. થોડા મહિના પહેલા આ દેશને દ્રૌપદી મુર્મુના રૂપમાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યા હતા. હવે આ જ કહાનીને આગળ વધારતા પાર્ટીએ છત્તીસગઢને તેના બીજા આદિવાસી મુખ્યમંત્રી આપ્યા છે. આ સમયે વિપક્ષ જાતિ જનગણના પાછળ પડ્યો છે. ત્યારે ભાજપે બે ડગલાં આગળ વધીને વિષ્ણુદેવ સાયને મુખ્યમંત્રી બનાવીને સૌથી મોટી રાજકીય ચાલ ચાલી છે.

આ પણ વાંચો – છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયની જાહેરાત, ધારાસભ્ય દળની બેઠકમાં થયો નિર્ણય

સ્પષ્ટ છબી અને ભ્રષ્ટાચાર વિરોધી વાળો નેેરેટિવ

2024ની ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર ભ્રષ્ટાચારને સૌથી મોટો મુદ્દો બનાવવા જઈ રહી છે. પીએમ મોદીએ પોતે તેમના ઘણા કાર્યક્રમોમાં જાહેરાત કરી છે કે જેણે લૂંટ કરી છે તેમને પૈસા પાછા આપવા પડશે. તેમના આ નેરેટિવમાં આવા લોકો સૌથી વધુ યોગ્ય છે જેઓ સ્વચ્છ રાજકીય છબી ધરાવતા હોય, જમીન સાથે જોડાયેલા નેતા હોય અને જેમની સામે કોઈ પોલીસ કેસ નોંધાયેલ ન હોય. હાલ માટે વિષ્ણુદેવ સાય આ તમામ કેટેગરીમાં સંપૂર્ણ રીતે ફિટ છે અને હવે ભાજપ તેમની મદદથી તેની ભાવિ વ્યૂહરચના પર કામ કરવા જઈ રહી છે. આ સમયે આમ પણ ધીરજ સાહુના કુબેર લોકે ભાજપને મોટો મુદ્દો આપ્યો છે. આ દરમિયાન આ પ્રકારના તાજપોશીથી પ્રામાણિક બતાવવાના પ્રયાસો વધુ તેજ થશે.

સંઘની નજીક, સંગઠન પર મજબૂત પકડ

ભાજપ જ્યારે પણ મુખ્યમંત્રીની પસંદગી કરે છે ત્યારે તેનો એક માપદંડ એ છે કે સંઘ સાથે તેના સંબંધો કેવા છે. એવી ધારણા બાંધવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ સંઘની પૃષ્ઠભૂમિમાંથી આવે છે અથવા સંઘ સાથે મજબૂત સંબંધો ધરાવે છે તો તે સંગઠનાત્મક રીતે મજબૂત છે અને તેની ભૂમિકા શિસ્ત જાળવવામાં સક્રિય છે. વિષ્ણુદેવ સાયને પણ આનો પૂરો લાભ મળ્યો છે. સંઘ સાથેની તેમની નિકટતાએ તેમને પહેલાથી જ મુખ્યમંત્રીની રેસમાં મજબૂત દાવેદાર બનાવી દીધા હતા. કોઈપણ રીતે, 2024 પહેલા ભાજપ એવા નેતાની શોધમાં હતો જે દરેકને એક કરી શકે અને જે સંગઠન પર મજબૂત પકડ ધરાવે. સાયએ તો ઘણી વખત પ્રદેશ અધ્યક્ષની ભૂમિકા પણ ભજવી છે, તેથી તેમની પાસે અનુભવની કોઈ કમી નથી.

ઝારખંડ-ઓડિશામાં નિર્ણાયક સાબિત થશે

છત્તીસગઢમાં બીજેપીના આદિવાસી પગલાની અસર માત્ર આ રાજ્ય સુધી સીમિત રહેવાની નથી. પાર્ટીનું ધ્યાન 2024ની ચૂંટણી પર તો છે જ, આ સિવાય તેમણે ઝારખંડમાં જેજેપીની રાજનીતિને નુકસાન પહોંચાડવું છે અને ઓડિશામાં પટનાયકના શાસનને પડકારવું છે. આ બંને રાજ્યોમાં આદિવાસી વોટ બેંક સક્રિય ભૂમિકા ભજવવા જઈ રહી છે. કોઈપણ રીતે, ભાજપ હંમેશા નેરેટિવની લડાઈમાં આગળ રહેવાનો પ્રયાસ કરે છે. છત્તીસગઢમાં આદિવાસી સીએમ આપવામાં આવ્યો છે, પરંતુ સંદેશ ઝારખંડ અને ઓડિશા માટે પણ છે. એક તરફ, ઝારખંડમાં 28 આદિવાસી અનામત બેઠકો છે, જ્યારે ઓડિશામાં આ આંકડો 24 બેઠકો છે.

એવું માનવામાં આવે છે કે આદિવાસી મુખ્યમંત્રી બનાવ્યા બાદ પાર્ટીને આ સમુદાયને આકર્ષવા માટે સૌથી મોટા સ્ટાર પ્રચારક પણ મળી ગયા છે. એટલે કે ઝારખંડથી ઓડિશા સુધીની ચૂંટણીમાં ભાજપ વિષ્ણુદેવનો ઉપયોગ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ