Vishvakarma Yojna | વિશ્વકર્મા યોજના : OBC સમુદાયને નવી તાકાત આપશે, 17 સપ્ટેમ્બરે શરૂ થશે યોજના

Vishvakarma Yojna : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સ્વતંત્રતા દિવસે (independence day) ઓબીસી (OBC) સમાજ માટે મહત્ત્વની વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી છે. જેમાં પરંપરાગત કારીગર સોનાર, લુહાર, સુથાર, વાળંદ વ્યવસાય સાથે જોડાયેલ લોકોને સરકાર તરફથી સહાય મળશે.

Written by Kiran Mehta
August 15, 2023 13:39 IST
Vishvakarma Yojna | વિશ્વકર્મા યોજના : OBC સમુદાયને નવી તાકાત આપશે, 17 સપ્ટેમ્બરે શરૂ થશે યોજના

Vishvakarma Yojna : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી કહ્યું કે, અન્ય પછાત વર્ગો (ઓબીસી) ના ઘણા સમુદાયોને નવી શક્તિ આપવા માટે વિશ્વકર્મા જયંતિ (17 સપ્ટેમ્બર) ના અવસર પર ‘વિશ્વકર્મા યોજના’ આવતા મહિને શરૂ કરવામાં આવશે. 77માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચી પરથી દેશવાસીઓને સંબોધતા તેમણે કહ્યું કે, આ યોજના ભારતના લાખો ઉદ્યોગપતિઓ અને કારીગરોના ઉત્થાન માટે એક મહત્વપૂર્ણ પગલું હશે. સોનાર, લુહાર, સુથાર, વાળંદ અને ચર્મ જેવા વ્યવસાયિક કાર્યોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, આ કામોમાં રોકાયેલા મોટાભાગના લોકો ઓબીસી સમુદાયના છે.

15 હજાર કરોડના ખર્ચે વિશ્વકર્મા યોજના શરૂ થશે : PM મોદી

પીએમ મોદીએ મંગળવારે કહ્યું કે, પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને નવી તાકાત આપવા માટે આગામી વિશ્વકર્મા જયંતિ પર લગભગ 13 થી 15 હજાર કરોડ રૂપિયાથી વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવશે. પીએમએ કહ્યું કે, સરકાર આ યોજના દ્વારા પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને મદદ કરશે. આમાં, સોનાર, લુહાર, વાળંદ અને ચામડા જેવા પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકોને સામેલ કરવામાં આવશે અને તેમને સહાય આપવામાં આવશે.

આઝાદીની 76મી વર્ષગાંઠના અવસર પર પીએમ મોદીએ મંગળવારે લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, મારા 5 વર્ષના કાર્યકાળમાં મારા 13.5 કરોડ ગરીબ ભાઈ-બહેનો નીઓ મિડલ ક્લાસ બન્યા છે. ગરીબીની સાંકળો તોડીને મીડલ વર્ગમાં આવ્યા છીએ. જીવનમાં આનાથી મોટો કોઈ સંતોષ નથી.

આ પણ વાંચોPM modi Speech : પીએમ મોદીએ આ કામ માટે લાલ કિલ્લા પરથી માંગી દેશવાસીઓની મદદ, કહ્યું કે મોટું સપનું થશે સાકાર

પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું કે, કોરોના મહામારી પછી એક નવી વિશ્વ વ્યવસ્થા, એક નવું ભૌગોલિક રાજકીય સમીકરણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભૌગોલિક રાજનીતિની વ્યાખ્યા બદલાઈ રહી છે. આજે નવી વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં 140 કરોડ લોકોની ક્ષમતા જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી 10 વર્ષના કાર્યકાળનો હિસાબ આપ્યો હતો. દેશને સંબોધિત કરતા તેમણે કહ્યું કે અમે અલગ આયુષ મંત્રાલય બનાવ્યું છે. આજે યોગ અને આયુષ અલગ પરચમ લહેરાવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મત્સ્ય પાલન આપણા કરોડો માછીમારોના કલ્યાણ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે દેશના ખૂણે ખૂણાના અમે અલગ સહકારિતા મંત્રાલય બનાવ્યા છે જેથી ગરીબોનું સંભળાય. પીએમ મોદીએ દેશને સંબોધત કરતા કહ્યું કે અમે જ્યારે 2014માં આવ્યા હતા ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 10માં નંબર પર હતા જ્યારે આજે 5મી અર્થવ્યવસ્થાના નંબર પર પહોંચ્યા છીએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ