Waris Punjab De: ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલનો હજી સુધી પત્તો મળ્યો નથી. ત્રણ દિવસથી પોલીસ સાથે તેમની સંતાકુકડી ચાલું છે. પોલીસ તેની શોધ અને સતત દરોડા ચાલી રહ્યા છે. પંજાબના મોટાભાગના વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ છે. બેરિકેટ્સ લગાવીને શોધખોળ કરી રહી છે. અમૃતપાલ અંગે ગૃહમંત્રાલયની એક બેઠકમાં અમૃતપાલ પર ગાળિયો કરવા માટે વિસ્તૃત પ્લાન તૈયાર કર્યો છે.
જેમાં અમૃતપાલના સહયોગીઓની ધરપકડ કર્યા બાદ કાયદો વ્યવસ્થાના પડકારોથી બચવા માટે તેમને પૂર્વોત્તર અથવા દક્ષિણી રાજ્યોની જેલોમાં લઇ જવા માટે કહ્યું છે. પોલીસે અમૃતપાલના સહયોગીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા વારિસ પંજાબ દે સંગઠનના 112 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. જેમાં 78 શનિવારે તો 34 રવિવારે પકડવામાં આવ્યા છે. આ વચ્ચે અમૃતપાલના કાકા હરજી સિંહ અને ડ્રાઇવર હરપ્રીત સિંહે પણ પોલીસ સામે સરેન્ડર કહ્યું છે.
અમૃતપાલની ધરપકડની કાર્યવાહીની આગલી રાત્રે વારિસ પંજાબ દેના નેતાઓએ ખાલસા વહીર અભિયાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ અભિયાન રવિવારે શરૂ થવાનું હતું. આમાં ગૃહ મંત્રાલયે અમૃતપાલની કથિત ખાનગી સેના આનંદપુર ખાલસા ફોર્સ (AKF)ને લઈને ગુપ્તચર એજન્સીઓ અને પંજાબ પોલીસના અધિકારીઓને પણ બોલાવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે અમૃતપાલના ભડકાઉ ભાષણોમાં તેણે સરકાર પર શીખ યુવાનોને નિઃશસ્ત્ર કરવાનો અને ભય ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો.
પોલીસે આ પ્લાન બનાવ્યો હતો
અજનાળા પોલીસ સ્ટેશન જેવી ઘટના ન બને તે માટે પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. આવી ઘટનાને ટાળવા માટે, ગુપ્તચર એજન્સીઓ દ્વારા તેના તમામ સહયોગીઓને પૂર્વોત્તર અને દક્ષિણી રાજ્યોની જેલોમાં ટ્રાન્સફર કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. ગુપ્તચર એજન્સીઓનું કહેવું છે કે આ તમામ જેલો પંજાબથી દૂર છે અને અહીં શીખોની વસ્તી ઓછી છે. સૂત્રોએ જણાવ્યું કે ખાલસા વહિરનો અર્થ અમૃતસરના અકાલ તખ્ત સાહિબથી શરૂ થતી ધાર્મિક શોભાયાત્રા હતી. તે આગામી થોડા મહિનામાં સમગ્ર પંજાબને આવરી લેવાનું હતું.
આ પણ વાંચોઃ- શું થયું હતું ક્રેકડાઉન પહેલા, કેન્દ્ર માટે ચિંતાજનક: શું છે અમૃતપાલનું અભિયાન?
2012માં દુબઈ ગયો હતો
મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે અમૃતપાલ 2012માં દુબઈ તેના પરિવારના ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરવા ગયો હતો. તે જ સમયે તે પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની ઓપરેટિવ લખબીર સિંહ રોડેના ભાઈ જસવંત સિંહ રોડે અને આતંકવાદી પરમજીત સિંહ પમ્માના સંપર્કમાં આવ્યો હતો. એવી શંકા છે કે તેઓએ તેને આઈએસઆઈને સોંપી દીધો હતો જેણે તેને પંજાબમાં ખાલિસ્તાન તરફી ભાવનાઓને જાગૃત કરવા માટે નાણાંની ઓફર કરી હતી.
આ પણ વાંચોઃ- મહારાષ્ટ્રમાં 4 મહિના, 50 રેલીઓ, એક થીમઃ લવ જિહાદ, લેન્ડ જિહાદ અને આર્થિક બહિષ્કાર
સેન્ટ્રલ એજન્સીઓને વારિસ પંજાબ દે અને પાકિસ્તાનના કેટલાક ફંડર્સ વચ્ચેની કડીઓ પણ મળી આવી છે. એજન્સીઓને એવી માહિતી પણ મળી છે કે ખાલસા વાહિર અને અમૃતપાન માટે એકત્ર કરાયેલા નાણાંનો કેટલોક હિસ્સો અમૃતપાલનો પરિવાર અંગત હેતુઓ માટે વાપરતો હતો.