/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Weather-News-Today-snowfall.jpg)
વેધર ન્યુઝ - પહાડો પર હિમવર્ષા - (ફોટો - એક્સપ્રેસ)
Weather Today, 4 ફેબ્રુઆરી 2024 : હવામાનમાં ફરી એકવાર વળાંક આવ્યો છે. દિલ્હીમાં તો રવિવાર સવારથી વરસાદ અને ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો છે. શનિવાર સાંજથી આકાશ ગાઢ વાદળોથી ઘેરાયેલું છે. પહાડોમાં હિમવર્ષાના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે દિલ્હી-NCR માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ અને કોલ્ડવેવ ફરી પાછો ફરવા જઈ રહ્યો છે. IMD નો અંદાજ છે કે, 5 અને 6 ફેબ્રુઆરીએ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસ રહેશે. તો, 7 ફેબ્રુઆરીથી ભારે બર્ફીલા પવનો ફૂંકાશે. જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.
ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઓછુ થયું છે, બપોરે ગરમીનો અહેસાસ થાય છે. પરંતુ પહાડો પર બરફ વર્ષાના કારણે આગામી દિવસમાં તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. 7 ફેબ્રુઆરીએ ગુજરાતમાં પણ ઠંડા પવનોના કારણે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ ફરી જોવા મળી શકે છે. અને તાપમાનમાં 1-2 ડિગ્રી ઘટાડો નોંધાઈ શકે છે.
દિલ્હી-NCRમાં વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી NCRમાં આજે આકાશ વાદળછાયું રહેશે. રવિવારે દિવસભર વરસાદની સંભાવના છે. જોરદાર પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 19 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો - Hemant Soren: ઈડી ના સકંજામાં 17 વિપક્ષી નેતાઓ? જાણો આ બિન-ભાજપ સીએમ-પૂર્વ સીએમ સામે શું છે કેસ?
હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. પંજાબ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. કેરળમાં પણ કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. આ સિવાય ઓડિશાના કેટલાક ભાગોમાં સવારે ગાઢ છાંયો રહી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us