weather Update : દેશના આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ, ભારત પાકિસ્તાન મેચમાં પર રહેશે વરસાદી ખતરો?

શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
rain | weather updates | delhi | today rain forecast | Gujarat rain

આજનું હવામાન - (અમિત ચક્રવર્તીની એક્સપ્રેસ તસવીર)

છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં પલટો આવ્યો છે. ઑક્ટોબરનો અડધો મહિનો વીતી ગયો છે પરંતુ દેશના અનેક વિસ્તારોમાં હજુ પણ લોકોને ગરમીથી રાહત મળી નથી. જો કે સવાર અને સાંજના સમયે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સવારે અને સાંજે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દેશની રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં લોકોએ હવે તેમના એસી બંધ કરી દીધા છે.

Advertisment

ગુજરાત હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 15 અને 6 તારીખે હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બે વાગ્યે વર્લ્ડ કપની ભારત પાકિસ્તાનની મેચ ઉપર વરસાદનું વિગ્ન નહિવત રહેવાની આશંકા પણ વ્યક્ત કરી છે.

દિલ્હીમાં કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આ સિવાય રવિવારે દિલ્હીમાં પણ વરસાદની સંભાવના છે. દિલ્હીને અડીને આવેલા નોઈડામાં શનિવારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ હોઈ શકે છે. તો ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની ધારણા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવાર અને રવિવારે પંજાબમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અને ત્યારબાદ તાપમાનમાં પણ ઘટાડો થશે. હિમાચલ પ્રદેશમાં આગામી 5 દિવસ સુધી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 16 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશના સાત જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, ઉત્તરાખંડમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને તે આંશિક વાદળછાયું રહેશે.

Advertisment

કેરળમાં વરસાદ પડી શકે છે

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ અને કેરળમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને લદ્દાખના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉપરાંત, ઉત્તર હરિયાણા, ઉત્તરપૂર્વ ભારત, સિક્કિમ, કોસ્ટલ કર્ણાટક અને દક્ષિણ કોંકણ અને ગોવાના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તાજેતરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલયના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તેમજ બંગાળ અને ઓરિસ્સામાંથી ચોમાસું પાછું ખેંચી લેશે.

World Cup 2023 આજનું હવામાન અપડેટ વરસાદ દેશ