Wedding Ceremony Bollywood Song Copyright Act : લગ્ન પ્રસંગ કે જાહેર પ્રસંગમાં બોલિવુડનું ગીત વગાડવા પર કોપીરાઈટ માટે હવે કોઈ કોપીરાઈટ સોસાયટી તમને હેરાન નહીં કરી શકે. કેન્દ્ર સરકારે આ મામલે સ્પષ્ટતા કરી છે કે, કોઈ જાહેર કાર્યક્રમમાં બોલિવુડ ગીત વગાડવું કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન નથી. સરકારે કહ્યું કે, આવો કોઈ મામલો સામે આવશે તો, કોપીરાઈટ સોસાયટી સામે કડક પગલા લેવામાં આવશે.
કેન્દ્ર સરકારે નોટિસમાં જણાવાયું છે કે, તેમને કૉપિરાઇટ એક્ટ 1957ની કલમ 52(1)(za) હેઠળ લગ્નોમાં ગીતોના પ્રદર્શન માટે કૉપીરાઇટ સોસાયટી દ્વારા રોયલ્ટીની કથિત વસૂલાત અંગે સામાન્ય જનતા અને અન્ય હિતધારકો તરફથી ઘણી ફરિયાદો મળી છે. તેમણે આ મામલે સરકારને આ બાબતે સ્પષ્ટ સૂચના જારી કરવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ અરજી સ્વીકારીને 24 જુલાઈએ કોપીરાઈટ મામલે સૂચનાઓ જાહેર કરી થે. આ સૂચના બાદ કોપીરાઈટ કંપનીઓને કાયદાની બહાર જઈને હોટલ સહિતના અન્ય ધાર્મિક ઈવેન્ટ સંચાલકો કે આયોજકોને પરેશાન કરવાનો કોઈ અવકાશ રહેશે નહીં.
કોપીરાઈટ કાયદામાં પણ છૂટ મળી છે
ઉલ્લેખનીય છે કે, કૉપિરાઇટ કાયદાએ પહેલેથી જ કહ્યું હતું કે, લગ્ન સમારોહમાં ગીતો વગાડવાની છૂટ હશે, પરંતુ કૉપિરાઇટ કંપનીઓ ઘણીવાર આ માટે રોયલ્ટી ફી માંગતી હતી. આ કારણે હોસ્પિટાલિટી ઈન્ડસ્, ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીટ્રી વારંવાર વિવાદોમાં ફસાઈ જતી હતી અને તેની ઉપર ખર્ચ પણ વધતો હતો. જેમ કે, ઇવેન્ટ આયોજકો, હોટલ અને આયોજકોને સામાન્ય રીતે કાનૂની વિવાદોનો સામનો કરવો પડતો હતો.
હવે સરકારે પણ સૂચનાઓ જાહેર કરી છે
આ વિવાદોથી કંટાળીને હોસ્પિટાલિટી ઉદ્યોગે સરકારને રાહતની અપીલ કરી હતી. આના પર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ 24 જુલાઈના રોજ જાહેર નોટિસ જારી કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય લોકો અને ઉદ્યોગને કોપીરાઈટ સોસાયટીઓ તરફથી લગ્ન સમારોહમાં સંગીત વગાડવા માટે પૈસાની માંગણી કરતી ફરિયાદો મળી રહી છે.
સરકારે સૂચનામાં શું કહ્યું
ડીપીઆઈઆઈટીએ નોટિસમાં જણાવ્યું હતું કે, ‘આ કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 52(1)(za)માં આપવામાં આવેલા નિર્દેશનું ઉલ્લંઘન છે કારણ કે, આ કલમમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, કોઈપણ ધાર્મિક અથવા સાહિત્યકારના લોકોમાં વગાડવું અથવા પ્રસારિત કરવું. અથવા સત્તાવાર કાર્ય દરમિયાન નાટકીય રચના અથવા સંગીત કૉપિરાઇટ ઉલ્લંઘન નથી. તેમાં લગ્ન સહિતની અન્ય વિધિઓનો પણ સમાવેશ થાય છે, જે આ કલમ હેઠળ ધાર્મિક વિધિઓ હેઠળ ગણવામાં આવે છે.
સરકારે શું ચેતવણી આપી?
ડીપીઆઈઆઈટીએ તેની નોટિસમાં જણાવ્યું છે કે, કોપીરાઈટ સોસાયટીએ એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જે કલમ 52(1)(za) ની વિરુદ્ધ હોય, જેથી તેમને કાનૂની કાર્યવાહીનો સામનો ન કરવો પડે. તેમાં ઉમેર્યું હતું કે, ‘વધુમાં, સામાન્ય જનતાને એવી પણ ચેતવણી આપવામાં આવે છે કે, આવી સોસાયટી, વ્યક્તિઓ, સંસ્થાઓ અથવા કૉપિરાઇટ સોસાયટીઓ કોઈપણ બિનજરૂરી માગણી કરે જે કાયદા અનુસાર ન હોય તેવી બિનજરૂરી માંગ પુરી ન કરે.’