Liz Mathew: પશ્વિમ બંગાળના રાજ્યપાલ સી.વી આનંદ બોસે શુક્રવારે કહ્યું હતું કે તેમના કાર્યકાળ અને પશ્વિમ બંગાળમાં રચાયેલી સરકાર વચ્ચે સંબંધોમાં સુધારો સહકારી સંઘવાદમાં એક વિકાસ પ્રક્રિયાનો હિસ્સો છે. તેમણે એ વાત ઉપર ભાર મૂક્યો છે કે એક રાજભવન એક સંઘર્ષ વગરનું ક્ષેત્ર બનવું જોઈએ. બોસે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે ગત વર્ષે નવેમ્બર મહિનામાં કાર્યભાળ સંભાળ્યો હતો. જ્યારે રાજભવન અને મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂળ કોંગ્રેસ સરકાર વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. રાજ્યપાલના રૂપમાં તેઓ સમાધાન અને સહયોગનો માર્ગ અપનાવશે.
બોસે ધ ઇન્ડિયન એક્સપ્રેસના આઇડિયા એક્સચેન્જ પ્રોગ્રામમાં કહ્યું હતું કે હું કે ઘર્ષણના બદલે સમાધાન હોવું જોઈએ. શત્રુતાને સહાનુભૂતિ દ્વારા પ્રતિસ્થાપિત કરવી જોઈએ અને જૂનૂને કરુણાથી સંયમિત કરવું જોઈએ. સમાજ માટે હંમેશા વચ્ચેનો રસ્તો વધારે સારો રહે છે. એક રાજભવનને નો કોન્ફ્લિક્ટ ઝોન બનાવવું જોઈએ.
રાજભવન અને તૃણમૂળ કોંગ્રેસ સરકાર વચ્ચે સંબંધ બોસના તત્કાલ પૂર્વવર્તી જગદીપ ધનખડ, ભારતના વર્તમા ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન તણાવપૂર્ણ હતા. કારણ કે બાદમાં રાજ્ય સરકારના કામકાજની છાસવારે ટીકા કરવામાં આવતી હતી. ગત વર્ષ 23 નવેમ્બર બોસના કાર્યભાળ સંભાળ્યા બાદ સંબંધોમાં સુધાર થયો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીના સૌહાર્દપૂર્ણ સંબંધોને સાર્વજનિક રૂપથી સ્વીકાર કર્યો કારણ કે તેમણે રાજ્યપાલને એક પૂર્ણ સજ્જન કહ્યા હતા. બંગાળી શીખવાના બોસના પ્રયત્નોને રાજ્યમાં પણ ખુબ જ આવકાર્યા હતા.
ગણતંત્ર દિવસના અવસર પર રાજ્યપાલે રાજભવમાં એક હાથે ખોરી સમારોહનું પણ આયોજન કર્યું હતું. જે એક બાળકની શિક્ષાની ઔપચારિક શરુઆતનું પ્રતિક છે. જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો. રાજ્યપાલે કહ્યું કે તેઓ ખુશ છે કે મધ્યમ માર્ગ પર ચાલવાની તેમની કલ્પનાને રાજ્યમાં સ્વીકારવામાં આવી છે. “મને ખુશી છે કે પશ્ચિમ બંગાળમાં રાજકીય સ્તર, મીડિયા, સામાન્ય માણસ અને ન્યાયતંત્ર સહિત તમામ હિતધારકો દ્વારા આ ખ્યાલને સ્વીકારવામાં આવ્યો છે.”
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ રાજ્ય સરકાર સાથેના સંઘર્ષને સૌહાર્દપૂર્ણ સંબંધોમાં કેવી રીતે રૂપાંતરિત કરવામાં સફળ થયા, ત્યારે બોસે કહ્યું, “હું દેશમાં સહકારી સંઘવાદની વિભાવનાના ઉત્ક્રાંતિનો માત્ર એક મૌન સાક્ષી હતો. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે અને તમામ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવો જોઈએ.”
“મારા મતે, ત્યાં બે પ્રકારના લોકો છે – જેઓ સમસ્યાઓનો ઉકેલ શોધે છે અને જેઓ દરેક ઉકેલમાં સમસ્યાઓ શોધે છે. જ્યાં સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે મારી મર્યાદિત ભૂમિકાનો સંબંધ છે, હું ચોક્કસપણે સમાધાન શોધી રહ્યો છું અને હું સહકારના માર્ગ પર ચાલવા માંગે છે. જ્યારે મુખ્ય પ્રધાનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “મુખ્ય પ્રધાન મમતા બેનર્જી મારા આદરણીય બંધારણીય સહયોગી છે. રાજ્યના તમામ હિતધારકો રાજ્યમાં સામાન્યીકરણ અને સમાધાનની પ્રક્રિયામાં સહકાર આપી રહ્યા છે.”