પશ્વિમ બંગાળમાં 19 જિલ્લાઓમાં 697 મતદાન કેન્દ્રો ઉપર ફરીથી વોટિંગ થઈ રહ્યું છે. શનિવારે આ સીટો ઉપર હિંસા અને મતપેટીઓ સાથે છેડછાડ થયાબાદ આ સીટો ઉપર ચૂંટણી અમાન્ય જાહેર કરી હતી. આ સીટો ઉપર સોમવારે સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા દરેક બુથ ઉપર રાજ્ય પોલીસ ઉપરાંત કેન્દ્રીય દળોના ચાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
જે જિલ્લાઓમાં ફરીથી મતદાન જાહેર કરવામાં આવ્યું છે એમાં મુર્શિદાબાદમાં સૌથી વધારે 174 બુથ છે. ત્યારબાદ માલદામાં 110 બુથ છે. નદિયામાં 89 મતદાન કેન્દ્ર પર, કૂચ બિહારમાં 53, ઉત્તર 24 પરગણામાં 46, ઉત્તર દિનાજપુરમાં 42, દક્ષિણ 24 પરગણામાં 36, પૂર્વ મેદિનીપુરમાં 31 અને હુગલીમાં 29 મતદાન કેન્દ્રો પર પુનર્મદાન થઈ રહ્યું છે.
કોંગ્રેસે સાધ્યું નિશાન
કોંગ્રેસની પશ્વિમ બંગાળ એકમના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ રવિવારે આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી તરફથી કેન્દ્રીય દળોને રાજ્યમાં તૈનાત કરવા માટે મોડો આદેશ આપવામાં આવ્યો હતો. આનાથી ટીએમસીને મત લૂંટવામાં મદદ મળી હતી. કોંગ્રસે આરોપ લગાવ્યો છે કે બીજેપી અને ટીએમસી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. ત્યારબાદ મમતા બેનર્જી 2024ની લોકસભા ચૂંટણીમાં એકજુટ થઈ વિપક્ષનો ખેલ બગાડી શકે છે. અધીર રંજને કહ્યું કે મતતા બેનર્જી વિપક્ષી મોર્ચે ગદ્દાર તરીકે કામ કરશે.
રાજ્યપાલની આજે ગૃહમંત્રી સાથે મુલાકાત
પશ્વિમ બંગાળમાં પંચાયત ચૂંટણીવાળા દિવસે ભારે હિંસા થઈ હતી. પશ્વિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસ દિલ્હી પહોંચ્યા છે તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. અધિકારીઓનું કહેવું છે કે રાજ્યપાલ સિંહાનો રિપ્ટ અમિત શાહને સોંપી શકે છે. ઉલ્લેખનીય છે કે શનિવારે 74 હજાર પંચાયતો માટે વોટિંગ થયું હતું. આ દરમિયાન ભારે ઇંસા થઈ હતી અને પોલિંગ બૂથો પર મારપીટ, બૂથ કેપ્ચરિંગ અને આગચંપી જેવી ઘટનાઓ ઘટી હતી. હિંસામાં અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.





