સંદેશખાલી વિવાદની આખી કહાની, જ્યાં મહિલાઓએ મમતા સરકાર વિરુદ્ધ શરૂ કર્યું આંદોલન

Sandeshkhali Controversy : પશ્ચિમ બંગાળનો સંદેશખાલી વિસ્તાર હાલ સસત ચર્ચામાં છે. મહિલાઓના વિરોધના કારણે બંગાળ સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે. આરોપ એક ટીએમસીના નેતા પર છે

Written by Ashish Goyal
February 15, 2024 20:48 IST
સંદેશખાલી વિવાદની આખી કહાની, જ્યાં મહિલાઓએ મમતા સરકાર વિરુદ્ધ શરૂ કર્યું આંદોલન
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓએ વિરોધ શરૂ કરી દીધો છે (Partha Paul)

Sandeshkhali Controversy : પશ્ચિમ બંગાળનો સંદેશખાલી વિસ્તાર હાલ સસત ચર્ચામાં છે. મહિલાઓના વિરોધના કારણે બંગાળ સરકારની ઉંઘ હરામ થઈ ગઈ છે. આરોપ એક ટીએમસીના નેતા પર છે, તેનું મહિલાઓની યૌન ઉત્પીડન સાથે કનેક્શન છે. ભાજપ પણ આ મુદ્દે સક્રિય થઇ ગઇ છે અને તપાસ માટે પોતાના સ્તરે એક સમિતિની રચના કરી છે. પરંતુ આ બધો વિવાદ શું છે, આખરે બંગાળમાં એવું તે શું થયું કે આટલી બધી મહિલાઓ રસ્તા પર ઉતરી આવી? આખી વાત અહીં જણાવી રહ્યા છીએ.

સવાલ : સંદેશખાલીમાં શું થયું?

જવાબ: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓએ વિરોધ શરૂ કરી દીધો છે. વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે તેઓ ટીએમસી નેતા શેખ શાહજહાં સામે કાર્યવાહી ઇચ્છે છે.

સવાલ: ટીએમસી નેતા પર શું આરોપ છે?

જવાબ: ટીએમસી નેતા શેખ શાહજહાં પર મહિલાઓ સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ગેરકાયદેસર જમીન પચાવી પાડવા અંગે પણ ઘણા આક્ષેપો કરવામાં આવ્યા છે.

સવાલ: આ કેસ બહાર કેવી રીતે આવ્યો?

જવાબ : ઇડી રાશન ભ્રષ્ટાચારના કેસમાં ટીએમસી નેતા શેખ શાહજહાં સામે કાર્યવાહી કરી રહી હતી. દરોડો પાડવા માટે તેના ઘર સુધી પહોંચી હતી. આ સમયે મહિલાઓએ એક અલગ મુદ્દા પર વિરોધ કરવાનું શરૂ કર્યું. ત્યારે આ મામલો ચર્ચામાં આવ્યો હતો.

સવાલ: મહિલાઓએ પોતાના તરફથી શું કહ્યું?

જવાબ: વિરોધ કરી રહેલી મહિલાઓએ કહ્યું કે શેખ શાહજહાં અને તેમના સમર્થકોએ જાતીય સતામણી કરી હતી. આ સિવાય અન્ય એક આરોપ છે કે ટીએમસી નેતા અને તેના સાથીઓએ ગામલોકોની જમીન છીનવીને એક મોટું પોલ્ટ્રી ફાર્મ બનાવ્યું હતું.

આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કહ્યું – ઈલેક્ટોરલ બોન્ડ મોદી સરકારની ભ્રષ્ટ નીતિઓનો વધુ એક પુરાવો

સવાલ : આ માત્ર નેતા પરનો આક્ષેપ છે કે અન્ય કોઈ સામે?

જવાબ: શેખ શાહજહાંની સાથે ટીએમસીના શિબુ હાજરા ઉપર પણ યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ગુસ્સે ભરાયેલી મહિલાઓએ તેમના પોલ્ટ્રી ફાર્મમાં પણ આગ લગાવી દીધી હતી. શિબુએ તેને ભાજપ અને ડાબેરીઓનું ષડયંત્ર ગણાવ્યું છે.

સવાલ: શું આ કેસમાં કોઈ તપાસ થઈ છે?

જવાબ: રાજ્યપાલ સીવી આનંદ બોસે એસઆઈટીની રચના કરી છે. આ સમગ્ર મામલે વિસ્તૃત અહેવાલ ગૃહ મંત્રાલયને પણ મોકલવામાં આવ્યો છે. રાજ્યપાલના જણાવ્યા પ્રમાણે સ્થાનિક પોલીસ તપાસ કરવાને બદલે ત્યાંના લોકોને હેરાન કરી રહી છે.

સવાલ: મમતા સરકારનું વલણ શું છે?

જવાબ: મમતા સરકારે આ કેસમાં ડીઆઈજી રેન્કની મહિલા આઈપીએસ અધિકારીની અધ્યક્ષતામાં 10 સભ્યોની ટીમ બનાવી છે. આ ટીમ સ્થળ પર જઇને વિરોધ કરી રહેલી મહિલાઓ સાથે વાત કરશે અને તેના આધારે કોઇ પણ કાર્યવાહી કરવામાં આવશે.

સવાલ: વિવાદ પર ભાજપનું વલણ શું છે?

જવાબ: આ મામલે ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી છે. આ સમિતિમાં ભાજપના સાંસદ સુનિતા દુગ્ગલ, કવિતા પાટીદાર, સંગીતા યાદવ અને બ્રૃજલાલનો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ