ડિઝાઇનર ડ્રગ્સ શું છે? સ્નિફર ડોગ્સ પણ પકડી શકતા નથી, માર્કેટમાં છે કરોડોની કિંમત!

designer drugs : અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 3.22 કિલો બ્લેક કોકેઇન જપ્ત કર્યું, તેની બજાર કિંમત લગભગ 32 કરોડ રૂપિયા છે. ડીઆરઆઈનું કહેવું છે કે ભારતમાં કદાચ આ પ્રકારનો ડિઝાઇનર ડ્રગ્સ પકડવાનો આ પહેલો કેસ છે

designer drugs : અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 3.22 કિલો બ્લેક કોકેઇન જપ્ત કર્યું, તેની બજાર કિંમત લગભગ 32 કરોડ રૂપિયા છે. ડીઆરઆઈનું કહેવું છે કે ભારતમાં કદાચ આ પ્રકારનો ડિઝાઇનર ડ્રગ્સ પકડવાનો આ પહેલો કેસ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Black Cocaine, designer drugs

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિઝાઇનર ડ્રગ્સ ઝડપાયું છે (એક્સપ્રેસ)

Black Cocaine : શું તમે આ પહેલાં ક્યારેય ડિઝાઇનર ડ્રગ્સ વિશે સાંભળ્યું છે? આજે તેની ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તે ઝડપાયું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓએ ડિઝાઇનર ડ્રગ્સની દાણચોરી કરતા પકડ્યા હોય તેવું કદાચ પહેલી વાર બન્યું છે. અમદાવાદના એસવીપીઆઈ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 3.22 કિલો બ્લેક કોકેઇન જપ્ત કર્યું છે. તેને ડિઝાઇનર નશીલી દવા નામેથી પણ ઓળખવામાં આવે છે. તેથી જ તેને ડિઝાઇનર ડ્રગ્સ પણ કહેવામાં આવે છે.

Advertisment

ભારતમાં કાળા કોકીની એક અનોખી રીતે દાણચોરી કરવામાં આવી રહી છે. ગુરુવારે ડીઆરઆઈએ અમદાવાદના એસવીપીઆઈ એરપોર્ટ પર 3.22 કિલો બ્લેક કોકેઇન જપ્ત કર્યું હતું. તેની બજાર કિંમત લગભગ 32 કરોડ રૂપિયા છે. ડીઆરઆઈનું કહેવું છે કે ભારતમાં કદાચ આ પ્રકારનો ડિઝાઇનર ડ્રગ્સ પકડવાનો આ પહેલો કેસ છે.

ડીઆરઆઈને એવી ગુપ્ત માહિતી મળી હતી કે બ્રાઝિલનો એક વ્યક્તિ સાઓ પાઉલો એરપોર્ટથી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ આવી રહ્યો છે. તે અમદાવાદ પહોંચીને ભારતમાં કોકેઇનની દાણચોરી કરવાનો છે. શંકાસ્પદ વ્યક્તિ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા જ તેને ડીઆરઆઈના અધિકારીઓએ અટકાવ્યો હતો. તે ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. શંકાસ્પદની ટ્રોલી અને કેબિન બેગની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી પરંતુ ડ્રગ્સ ક્યાંય મળી આવ્યું ન હતું.

આ પણ વાંચો - ભારતને મળશે ‘જેટ એન્જિન’, જાણો કેમ ખાસ છે અમેરિકા સાથેની જેટ ટેકનોલોજી ડીલ

Advertisment

આ પછી જ્યારે અધિકારીઓએ ટ્રોલીનો સૌથી નીચો ભાગ જોયો ત્યારે તેઓ સ્તબ્ધ રહી ગયા હતા. ટ્રોલી બેગના તળિયે ખૂબ જ જાડી રબર જેવી સામગ્રી હતી. જે જોવામાં એકદમ બ્લેક રબર જેવું લાગતું હતું. જ્યારે તેના પર દબાણ લગાવવામાં આવ્યું તો તેમાંથી દાણાદાર પદાર્થ બહાર આવી રહ્યો હતો. ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓએ જ્યારે સ્પેશિયલ ફિલ્ડ-ટેસ્ટિંગ કિટથી તેની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમાં કોકેઇન છે. ત્યારબાદ 3.22 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ પછી બ્રાઝિલના શકમંદે દાણચોરીની કબૂલાત કરી હતી. હાલ તેની ધરપકડ કરવામાં આવી છે.

ડિઝાઇનર ડ્રગ્સ શું છે?

બ્લેક કોકેઇન વાસ્તવમાં એક ડિઝાઇનર દવા છે. આમાં ચારકોલ અને કેમિકલ્સને મિક્સ કરીને નશીલી દવા તૈયાર કરવામાં આવે છે. તેને કાળા રબરનું સ્વરૂપ આપવામાં આવે છે. જેથી તેને સરળતાથી છુપાવી શકાય. તે એવી રીતે બનાવવામાં આવે છે કે સ્નિફર ડોગ્સ પણ તેને પકડી શકતા નથી.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અમદાવાદ દેશ