What is Places of Worship Act: જ્ઞાનવાપી કેસ બાદ પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ (પૂજા સ્થળ અધિનિયમ)ની ઘણી ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ હરનાથ સિંહ યાદવે પૂજા સ્થળ અધિનિયમને ખતમ કરવાની માંગ કરી છે. જ્ઞાનવાપી કેસ બાદ અનેક નેતાઓ તેનો ઉલ્લેખ કરીને કહી રહ્યા છે કે પૂજા સ્થળ અધિનિયમનું પાલન થવું જોઈએ.
શું છે પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ?
કેન્દ્ર સરકારે રામ મંદિર આંદોલનને ધ્યાનમાં રાખીને 1991માં પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ, 1991 પસાર કર્યો હતો.પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ પ્રમાણે 15 ઓગસ્ટ 1947 પહેલા બનેલા કોઈ પણ ધાર્મિક સ્થળને અન્ય ધાર્મિક સ્થળમાં પરિવર્તિત કરી શકાશે નહીં. તેમજ જો કોઈ ધાર્મિક સ્થળ સાથે ચેડાં કરીને તેનું મૂળ સ્વરૂપ બદલવાનો પ્રયાસ કરશે તો તેને ત્રણ વર્ષની જેલની સજા અને દંડ થઈ શકે છે.
1991માં લાગુ કરવામાં આવેલા આ કાયદા મુજબ 15 ઓગસ્ટ 1947 પહેલા અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને અન્ય ધર્મના પૂજા સ્થળમાં પરિવર્તિત કરી શકાય નહીં. આ કાયદો 1991માં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – ફ્લોર ટેસ્ટ પહેલા બિહારનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના બધા 16 ધારાસભ્યોને હૈદરાબાદ મોકલ્યા
આ સ્મારકો પર પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટ લાગુ પડતો નથી
પ્લેસેસ ઓફ વર્શિપ એક્ટનો મુખ્ય ઉદ્દેશ મથુરા અને કાશી સહિતના ધાર્મિક સ્થળોની માલિકી અંગે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કાનૂની વિવાદો અટકાવવાનો હતો. અયોધ્યામાં રામ મંદિર કેસની સુનાવણી દરમિયાન પણ આ કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રાચીન સ્મારકો અને પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ, 1958 હેઠળ આવતા પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો, પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષોને 1991નો કાયદો લાગુ પડતો નથી. તે મુકદ્દમાઓને પણ બાકાત રાખે છે જેનો નિર્ણાયક રીતે નિકાલ કરવામાં આવ્યો છે.
જો કે અયોધ્યા વિવાદને આ કાયદાથી દૂર રાખવામાં આવ્યો હતો. એવી દલીલ કરવામાં આવી હતી કે આ મામલો અંગ્રેજોના સમયથી જ કોર્ટમાં હતો તેથી તેને આ કાયદાથી અલગ રાખવામાં આવશે. તે સ્પષ્ટ છે કે આ કાયદો 15 ઓગસ્ટ 1947 પહેલા કોર્ટમાં રહેલા કેસોને લાગુ પડતો નથી.