/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/donkey-route.jpg)
હાલમાં ફરી અમેરિકામાં ગેરકાયેદસર રીતે પ્રવેશ કરાવવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. કારણ કે એક આખી ડંકી ફ્લાઇટ નિકારાગુઆ જઇ રહી હતી (Photos: YouTube/Wikimedia Commons)
Nicaragua Donkey Route : ભારતીયો અને ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ માટે કેટલાક કાયદેસર જતા હોય છે. જોકે ઘણા લોકો બિનકાયદેસર રીતે અમેરિકા જવા માંગે છે. આવા લોકોને લઇ જવા માટે પણ ઘણા એજન્ટો કામ કરી રહ્યા છે. એજન્ટો આવા લોકો પાસેથી લાખો રૂપિયા લઇને અમેરિકામાં બિનકાયદેસર પ્રવેશ કરાવે છે. જોકે આ રસ્તો ઘણો જોખમી છે. આ દરમિયાન તમારી સાથે ગમે તેવી ઘટના પણ બની શકે છે. હાલમાં ફરી અમેરિકામાં ગેરકાયેદસર રીતે પ્રવેશ કરાવવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. કારણ કે એક આખી ડંકી ફ્લાઇટ નિકારાગુઆ જઇ રહી હતી. જ્યાંથી તે અમેરિકા જવાના હતા. જોકે માનવતસ્કરીની શંકાએ ફ્રાન્સમાં આ વિમાનને રોકવામાં આવ્યું હતું. આ ડંકી ફ્લાઇટમાં 303 લોકો હતા. જેમાંથી મોટોભાગના ભારતીયો હતો અને તેમાં ગુજરાતીઓ પણ ઘણા હતા.
અમેરિકા જવા નિકારાગુઆ કેમ છે ખાસ
એવું કહેવાય છે કે આ વિમાન નિકારાગુઆ જઈ રહ્યું હતું અને ત્યાંથી આ પ્રવાસીઓ મેક્સિકો મારફતે અમેરિકા જવા ઇચ્છતા હતા. સેન્ટ્રલ અમેરિકાના દેશ નિકારાગુઆથી અમેરિકા અથવા કેનેડા પહોંચવાનું આસાન બની જાય છે. મીડિયા અહેવાલો અનુસાર નિકારાગુઆ અમેરિકા પહોંચવા માગતા લોકોમાં સૌથી પ્રખ્યાત જગ્યા છે. નિકારાગુઆના એક ગરીબ દેશ છે . થર્ડ વર્લ્ડ કન્ટ્રી તરીકે ઓળખાતા આ દેશોમાં ટ્રાવેલ ડૉક્યુમેન્ટ્સ બનાવવા સરળ હોવાને કારણે લોકો આ રૂટ પકડે છે. નિકારાગુઆનો માર્ગ ખુલી ગયો હોવાથી અશિયા, આફ્રિકાના લોકો ચાર્ટર્ડ ફ્લાઈટથી જવા લાગ્યા છે.
નિકારાગુઆમાં એન્ટ્રી સરળ છે
નિકારાગુઆમાં એન્ટ્રી કરવી પ્રમાણમાં બહુ સરળ છે. અહીં વ્યક્તિ દીઠ માત્ર 150થી 200 ડોલરની ફી લઈને વિઝા આપવામાં આવે છે. નિકારાગુઆ પહોંચ્યા પછી સ્મગલર્સ લોકોને હોડીમાં બેસાડીને હોન્ડુરસ પાર કરાવી દે છે. અહીંથી લોકો 12થી 16 કલાકની બસની મુસાફરી કરીને ગ્વાટેમાલાની બોર્ડર પર પહોંચે છે.આ પછી મેક્સિકો પહોંચે છે જ્યાં અમેરિકાની બોર્ડર છે.
આ પણ વાંચો - ગેરકાયદેસર ઇમિગ્રેશન : ફ્રાન્સથી પરત ફર્યા બાદ પ્લેનમાં સવાર 21 ગુજરાતી મુસાફરોની અટકાયત
અમેરિકા અને મેક્સિકોને અલગ કરતી 3,140 કિમીની સરહદ પર ફેન્સિંગ છે, જે સ્થળાંતર કરનારાઓએ કૂદીને પાર કરવી પડે છે. જોકે અમેરિકી સત્તાવાળાઓ સરહદ પાર કરતી વખતે વધારે પડકાર આપતા નથી. તે પાર કર્યા પછી સ્થળાંતર કરનારાઓને અટકાયતમાં લેવામાં આવે છે અને પછી કેમ્પમાં રાખવામાં આવે છે. હવે યુએસ સત્તાવાળાઓ તેમને આશ્રય માટે યોગ્ય માને છે કે કેમ તેના પર તેમનું ભાવિ નિર્ભર છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Nicaragua.jpg)
અમેરિકાનો અભરખો, હજારો પકડાયા
અમેરિકાના કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ના સમયગાળામાં રેકોર્ડ 96,917 ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા ઝડપાયા હતા.જેમાંથી મોટાભાગના ગુજરાત અને પંજાબના હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા લોકોમાંથી 30 હજારથી વધુ કેનેડાની બોર્ડરેથી અને 41 હજારથી વધુ લોકો મેક્સિકોની સરહદેથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વર્ષ 2020-21માં આ આંકડો 30,662 હતો, જ્યારે વર્ષ 2021-22માં એ આંકડો 63,927 હતો.
હાલમાં જ બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની રજૂ થયેલી ફિલ્મ ‘ડંકી’ ની કહાની આવી જ છે. આ ફિલ્મમાં અમેરિકા જવા ભારતીયો દ્વારા ઉપયોગમાં લેવાતા ડંકી રૂટ વિશે છે. ભારતના ઘણા લોકો ડંકી રુટ મારફતે અમેરિકા ગયા હોવાની ઘટના સામે આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us