/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/WhatsApp-nude-call-blackmailing-Telangana.jpg)
વોટ્સઅપ ન્યુડ કોલ બ્લેકમેઈલીંગના કારણે તેલંગણા ચૂંટણીના એક ઉમેદવારે આપઘાત કર્યો (પ્રતિકાત્મક તસવીર)
Telangana Election : તેલંગાણાની 119 વિધાનસભા સીટો પર 30 નવેમ્બરે મતદાન થશે. આ દરમિયાન ન્યુડ વોટ્સએપ કોલ કૌભાંડના કારણે બદનામીના ભયથી એક ઉમેદવારે આપઘાત કરી લીધો હતો. તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં નસીબ અજમાવી રહેલા એક ઉમેદવારે રવિવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.
ન્યુડ વોટ્સએપ કોલના છેતરપિંડીના તાજેતરના કેસમાં, આગામી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવારે રવિવારે સવારે નિઝામાબાદ જિલ્લામાં આત્મહત્યા કરી હતી કારણ કે, સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા મોર્ફ કરેલા વિડિયોને કારણે બદનક્ષી થવાના ડરથી અને ખંડણી માટે બ્લેકમેલ કરવામાં આવતો હતો.
ન્યૂડ વોટ્સએપ કોલ કૌભાંડના ડરથી આત્મહત્યા કરી
આ મામલો તેના સાઇનગર સ્થિત ઘરનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય વાય કન્હૈયા ગૌરે ન્યૂડ વોટ્સએપ કોલ સ્કેમથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કન્હૈયા ગૌરે એલાયન્સ ફોર ડેમોક્રેટિક રિફોર્મ પાર્ટીના બેનર હેઠળ નિઝામાબાદ શહેરી વિધાનસભા મતવિસ્તારથી ઉમેદવારી નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે, તે શાકભાજીની દુકાન ચલાવતો હતો અને સામાજિક કાર્યકર તરીકે પણ કામ કરતો હતો.
મળતી માહિતી મુજબ, નિઝામાબાદથી ચૂંટણી લડી રહેલા કન્હૈયા ગૌરને રવિવારે સવારે બ્લેકમેલિંગ કોલ આવ્યો હતો, જેમાં તેને કહેવામાં આવ્યું હતું કે, પૈસા ચૂકવો નહીંતર આ ન્યૂડ વીડિયો કોલ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવશે. આ જોઈને તે નિરાશ થઈ ગયો. પોલીસે જણાવ્યું કે, પ્રથમ નજરે આ હની ટ્રેપનો મામલો હોય તેવું લાગી રહ્યું છે.
10 લાખની માંગણી
મળતી માહિતી મુજબ શનિવારે તેને અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. જ્યારે તેણે કોલ રિસીવ કર્યો ત્યારે તેણે તેની સામે એક નગ્ન મહિલા જોઈ. ફોન કરનારે ગૌરનો ચહેરો રેકોર્ડ કર્યો અને પછી વીડિયો સાથે છેડછાડ કરી. આ પછી ગૌરને બ્લેકમેલ કરવાનું શરૂ થયું અને 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. જેનાથી પરેશાન ગૌરે આત્મહત્યા કરવાનું આત્યંતિક પગલું ભર્યું હતું.
તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી ક્યારે છે?
તેલંગાણાની 119 વિધાનસભા બેઠકો માટે 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us