scorecardresearch

રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ અમિત શાહે કેવી રીતે આપી દીધી? જાણો કયા લોકોના હાથમાં છે અયોધ્યા રામ મંદિરના નિર્માણની કમાન

Ayodhya Ram Mandir Temple : ત્રિપુરામાં અમિત શાહે પ્રથમ વખત આધિકારિક રીતે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખની જાહેરાત કરી હતી, હ્યું હતું કે રામ મંદિર 1 જાન્યુઆરી 2024ના રોજ તૈયાર થઇ જશે

રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ અમિત શાહે કેવી રીતે આપી દીધી? જાણો કયા લોકોના હાથમાં છે અયોધ્યા રામ મંદિરના નિર્માણની કમાન
અયોધ્યા રામ મંદિર

યશી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) હાલમાં અયોધ્યાના રામ મંદિરના (Ram temple)ઉદ્ઘાટનના તારીખની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રામ મંદિર 1 જાન્યુઆરી 2024ના રોજ તૈયાર થઇ જશે. આ પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન પર પ્રહાર કરતા પૂછ્યું હતું કે તમે તારીખ બતાવનાર કોણ છો?

ત્રિપુરામાં અમિત શાહે પ્રથમ વખત આધિકારિક રીતે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખની જાહેરાત કરી હતી. અમિત શાહના નિવેદન પછી કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ હરિયાણાના પાનીપતમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે શું તમે રામ મંદિરના પૂજારી છો, શું તમે રામ મંદિરના મહંત છો? સાધુઓ, મહંતો અને સંતોને આ વિશે વાત કરવા દો. તમે કોણ છો મંદિરના ઉદ્ઘાટનની વાત કરનાર? તમે એક રાજનેતા છો. તમારું કામ દેશને સુરક્ષિત રાખવાનું છે. કાયદો બનાવી રાખવો અને લોકો માટે ભોજન સુનિશ્ચિત કરવું અને ખેડૂતોને તેમના અનાજના પુરતા ભાવ મળે તે કરવાનું છે.

સરકાર અને તેમની પાર્ટીમાં શાહના કદ અને રૂતબાને જોતા તેમના દ્વારા આપવામાં આવેલ કોઇપણ નિવેદન વજનદાર ગણાશે. ખડગેની ટીકા મુખ્ય રુપથી એક રાજનીતિક નિવેદન છે. છતા સવાલ તો ઉભો થાય તે ટેકનિકલી રીતે મંદિર વિશે જાહેરાત કરવાનું કોનું કામ છે? અમે તમને જણાવી રહ્યા છીએ રામ મંદિર નિર્માણના પ્રભારી કોણ છે તેના સદસ્યો કોણ છે.

રામ મંદિર નિર્માણના પ્રભારી કોણ છે?

સુપ્રીમ કોર્ટે ધ્વંસ્ત બાબરી મસ્જિદના મામલામાં નવેમ્બર 2019ના રોજ ફેંસલો સંભળાવ્યો હતો. ફૈસલામાં અયોધ્યાની 2.77 એકર વિવાદિત જમીન રામ મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટને સોંપી દેવામાં આવી હતી. ટ્રસ્ટ ત્રણ મહિનાની અંદર બનાવવાનું કહ્યું હતું. આ પછી કેન્દ્ર સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી.

આ પણ વાંચો – કેમ ધસી રહ્યું છે જોશીમઠ? 50 વર્ષ પહેલા અપાઇ હતી ચેતવણી, ઉત્તરાખંડના ઘણા શહેરો પર ઝંબોળી રહ્યું છે આવું જોખમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 ફેબ્રુઆરી 2020ના રોજ લોકસભામાં ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી હતી. આ ટ્રસ્ટમાં 15 સભ્યો છે, જેમાંથી 12ને ભારત સરકાર દ્વારા નામાંકિત કરાયા હતા. જ્યારે ત્રણને 19 ફેબ્રુઆરી 2020ના રોજ થયેલી પ્રથમ બેઠકમાં પસંદ કરવામાં આવ્યા હતા.

ટ્રસ્ટના સભ્યો કોણ છે?

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાય શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ છે. મહંત નૃત્ય ગોપાલ દાસ અધ્યક્ષ છે અને સ્વામી ગોવિંદ દેવગિરી કોષાધ્યક્ષ છે.

વરિષ્ઠ વકીલ કે.પરાસરન સંસ્થાપક ટ્રસ્ટના સભ્ય છે. જ્યારે અન્ય સભ્યોમાં સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી, સ્વામી વિશ્વપ્રશન્નાતીર્થ, યુગપુરુષ પરમાનંદ ગિરી, વિમલેંદ્ર મોહન પ્રતાપ મિશ્રા, અનિલ મિશ્રા, કામેશ્વર ચૌપાલ અને મહંત દિનેંન્દ્ર દાસનું નામ સામેલ છે.

અન્ય સદસ્યોમાં પીએમ મોદીના પૂર્વ પ્રમુખ સચિવ નૃપેંન્દ્ર મિશ્રા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સલાહકાર અનવીશ અવસ્થી, અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ(DM) અને આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમાર સામેલ છે.

ટ્રસ્ટની વેબસાઇટ પ્રમાણે મંદિરના નિર્માણ સમિતિમાં સાત સભ્યો છે. સમિતિના અધ્યક્ષ નૃપેંન્દ્ર મિશ્રા છે. અન્ય છ સભ્યોમાં ઉત્તરાખંડ સરકારના પૂર્વ મુખ્ય સચિવ શત્રુધ્ન સિંહ, સેવાનિવૃત આઇએએસ અધિકારી દિવાકર ત્રિપાઠી, દિલ્હી સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના સેવાનિવૃત ડીન પ્રોફેસર રમન સુરી, પૂર્વ ડીજી કેકે શર્મા, રાષ્ટ્રીય ભવન નિર્માણ નિગમના પૂર્વ સીએમડી અનૂપ મિત્તલ, કેગના સચિવ આશુતોષ શર્માનું નામ સામેલ છે. ટ્રસ્ટે 11 નવેમ્બર 2020ના રોજ નિર્માણ સમિતિને મંજૂરી આપી હતી.

મંદિર ખોલવાને લઇને ટ્રસ્ટે શું કહ્યું છે?

સપ્ટેમ્બર 2022માં નૃપેંન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર ડિસેમ્બર 2023 સુધી તૈયાર થઇ જશે. મંદિરનો પ્રથમ અને બીજો માળ ડિસેમ્બર 2024 સુધી તૈયાર થઇ જશે. 2025ના અંત સુધી મંદિરનું નકશીકામ પણ પુરું થઇ જશે. જોકે પ્રાણ પ્રતિષ્ઠા પછી ભક્તો જાન્યુઆરી 2024થી પૂજા-પાઠ કરી શકશે.

Web Title: Who is in charge of the ayodhya ram mandir temple

Best of Express