Jalebi Baba : હરિયાણાના ફતેહાબાદમાં એક ફાસ્ટ ટ્રેક કોર્ટે અમર પુરી ઉર્ફે જલેબી બાબાને સગીરા સાથે બળાત્કારના આરોપમાં જેલની સજા સંભળાવી છે. અમર પુરી ઉર્ફે જલેબી બાબા પોતાને ધર્મગુરુ બતાવે છે. જલેબી બાબા પર આરોપ છે કે તેણે 100થી વધારે મહિલાઓ પર બળાત્કાર કર્યો છે. તે મહિલાઓને નશીલી ચા પીવડાવીને તેમના પર બળાત્કાર કરીને તેમના વીડિયો પર બનાવતો હતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતો હતો.
POCSO એક્ટ અંતર્ગત નોંધાયો કેસ
આ મામલાને લઇને અતિરિક્ત જિલ્લા ન્યાયધીશ બલવંત સિંહે 63 વર્ષીય અમર પુરી ઉર્ફે જલેબી બાબાને પોસ્કો અધિનિયમની કલમ 6 અંતર્ગત એક સગીરા સાથે બે વખત બળાત્કાર કરવાના આરોપમાં 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ સિવાય જલેબી બાબાને કલમ 376 અંતર્ગત બળાત્કારના બે મામલામાં 7-7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. તેને IT Act અંતર્ગત એક કેસમાં પણ પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ બધી સજાઓ એકસાથે ચાલશે.
આ પણ વાંચો – જોશીમઠ : પ્રભાવિત પરિવારોને 1.50 લાખ રૂપિયા આપશે ધામી સરકાર, માર્કેટ રેટ પર આપશે જમીનની સહાય
જલેબી બાબાના મોબાઇલમાં મળી હતી 120 સેક્સ ક્લિપ્સ
હરિયાણા પોલીસે 2018માં અમર પુરીની ફતેહાબાદના ટોહાના શહેરથી ધરપકડ કરી હતી અને તેના મોબાઇલ ફોનથી 120 કથિત સેક્સ વીડિયો ક્લિપ્સ મળી આવી હતી. અમર પુરી ઉર્ફે જલેબી બાબા ટોહાના, હરિયાણામાં બાબા બાલક નાથ મંદિરમાં એક પ્રમુખ સંતના રુપમાં રહેતો હતો. તે વખતે ફતેહાબાદ મહિલા પોલીસના પ્રભારી બિમલા દેવીએ પૃષ્ટી કરી હતી કે આરોપી અમર પુરીના મોબાઇલ ફોનમાંથી 120 સેક્સ વીડિયો ક્લિપિંગ મળી આવી છે.
તપાસમાં શું સામે આવ્યું
તપાસ દરમિયાન એ વાત સામે આવી કે જે મહિલાઓ પોતાની સમસ્યાઓના ઉકેલ માટે તાંત્રિકના રુપમાં પ્રખ્યાત અમર પુરી પાસે જતી હતી. તે કથિત રીતે મહિલાઓને કોઇના કોઇ બહાને ડ્રગ્સ દેતો હતો. આ પછી જલેબી બાબા તેનું યૌન શોષણ કરતા હતો અને વીડિયો બનાવતો હતો. પછી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તે મહિલાઓને પૈસા માટે બ્લેકમેઇલ કરતો હતો.