Telangana Assembly Election Result 2023 : તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જીત હાંસલ કરી છે. રાજ્યમાં કોંગ્રેસની જીતનો શ્રેય રેવંત રેડ્ડીને આપવામાં આવી રહ્યો છે. રેવંત રેડ્ડી તેલંગાણા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ છે. રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીની જીત બાદ રેવંત રેડ્ડીના ઘરે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોની ભીડ એકઠી થઈ હતી. કોણ છે રેવંત રેડ્ડી અને તેમની રાજકીય કારકિર્દી વિશે ચાલો જાણીયે…
રેવંત રેડ્ડી કોણ છે? જે બની શકે છે તેલંગાણાના નવા મુખ્યમંત્રી (Who Is Revanth Reddy, Next CM Face Of Telangana)
1 અનુમૂલા રેવંત રેડ્ડીએ તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન RSSની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હવે તેમને તેલંગાણાના નવા મુખ્યમંત્રી તરીકે જોવામાં આવી રહ્યા છે.
2 કેસીઆરના પ્રખર આલોચક રેવંત રેડ્ડી (56) ઘણીવાર બીઆરએસ અને એઆઈએમઆઈએમના રાજકીય હુમલાઓનું નિશાન બન્યા છે. બીઆરએસ નેતાઓ પાર્ટી બદલવા માટે તેમના પર નિશાન સાધી રહ્યા છે.
3 2015ના ‘નોટ ફોર વોટ’ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તે સમયે તેમને TDP પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુના ‘એજન્ટ’ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
4 AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી એબીવીપી સાથેની તેમની પૃષ્ઠભૂમિને લઈને RSS પર નિશાન સાંધતા રહે છે. રેડ્ડી પણ છેલ્લા કેટલાક સમયથી બીઆરએસમાં છે.
5 રેવંત રેડ્ડીએ 2006માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે જિલ્લા પરિષદની ચૂંટણી જીતી હતી. તેઓ 2007માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે અવિભાજિત આંધ્ર પ્રદેશમાં વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. ત્યારબાદ રેડ્ડી ટીડીપીમાં જોડાયા અને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની નજીક હતા.
6 તેમણે ટીડીપીની ટિકિટ પર 2009માં વિધાનસભા ચૂંટણી જીતી હતી અને તેલંગાણા અલગ રાજ્ય બન્યું ત્યારે 2014માં ચૂંટણી પણ જીતી હતી.
7 વર્ષ 2015માં વિધાન પરિષદની ચૂંટણીમાં ટીડીપીની તરફેણમાં મત આપવા માટે એક ધારાસભ્યને લાંચ આપવાનો પ્રયાસ કરતા તે કથિત રીતે કેમેરામાં ઝડપાયા હતા. આ કેસમાં રેવંત રેડ્ડીને હૈદરાબાદની જેલમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદમાં જામીન પણ મળી ગયા હતા.
8 તેઓ BRS ઉમેદવાર સામે 2018ની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. તેઓ TDP છોડીને 2017-18માં દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. તેલંગાણામાં 2018ની વિધાનસભા ચૂંટણી પછી 2019માં કોંગ્રેસના 12 ધારાસભ્યોનું BRSમાં જોડાવું એ પણ રેડ્ડી માટે એક અસહજ ઘટના હતી.
9 રેડ્ડી 2019ની લોકસભા ચૂંટણીમાં તેલંગાણાની મલ્કાજગીરી સંસદીય બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.
આ પણ વાંચો | તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં જીત કોંગ્રેસ માટે સંજીવની સમાન
10 વર્ષ 2021માં કોંગ્રેસમાં ‘જુનિયર’ નેતા હોવા છતાં, તેમને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. રાજ્ય કોંગ્રેસ એકમના ઘણા વરિષ્ઠ નેતાઓ આનાથી અસંતુષ્ટ દેખાયા હતા. રેડ્ડીને પડકારજનક સંજોગો વચ્ચે કોંગ્રેસનું ભવિષ્ય ઘડવાની મુશ્કેલી કામગીરી કરવી પડી હતી અને તેમણે પક્ષના નેતાઓને એક કરવાનું નક્કી કર્યું હતું.