Vikram Misri: કોણ છે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી? 3 વડાપ્રધાનો સાથે કામ કરવાનો અનુભવ

Vikram Misri Foreign Secretary Of India: કૂટનીતિ અને જાહેર સેવામાં ત્રણ દાયકાની શાનદાર કારકિર્દી બાદ વિક્રમ મિસરીને 15 જુલાઈ 2024ના રોજ ભારતના 35માં વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Written by Ajay Saroya
May 11, 2025 13:52 IST
Vikram Misri: કોણ છે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી? 3 વડાપ્રધાનો સાથે કામ કરવાનો અનુભવ
Vikram Misri : વિક્રમ મિસરી ભારતના વિદેશ સચિવ. (Photo: @VikramMisri)

India Foreign Secretary Vikram Misri: ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ પર સહમત થયા છે. જો કે પાકિસ્તાને શનિવારે સાંજે 5 વાગ્યે યુદ્ધવિરામ લાગુ થયાના 3 કલાક બાદ જ તેનો સીઝફાયરનો ઉલ્લંઘન કર્યો હતો. જમ્મુ કાશ્મીર, ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ રાત્રે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. વિક્રમ મિશ્રીએ ઓપરેશન સિંદૂર વિશે સંપૂર્ણ માહિતી આપી છે એટલું જ નહીં પડોશી દેશના જુઠ્ઠાણાનો પણ પર્દાફાશ કર્યો છે. આવી સ્થિતિમાં હવે જાણીએ કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી કોણ છે.

કૂટનીતિ અને જાહેર સેવામાં ત્રણ દાયકાની શાનદાર કારકિર્દી પછી વિક્રમ મિશ્રીને 15 જુલાઈ 2024 ના રોજ ભારતના 35મા વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 7 નવેમ્બર 1964ના રોજ શ્રીનગરમાં જન્મેલા મિસરીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ જમ્મુ-કાશ્મીરમાં પૂર્ણ કર્યું હતું, બાદમાં ગ્વાલિયરની સિંધિયા સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી ઇતિહાસમાં સ્નાતકની પદવી મેળવી હતી અને જમશેદપુરની એક્સએલઆરઆઈ માંથી એમબીએની પદવી મેળવી હતી. 1989માં ભારતીય વિદેશ સેવામાં જોડાતા પહેલા તેમણે ત્રણ વર્ષ સુધી જાહેરાત ક્ષેત્રે કામ કર્યું હતું. તેણે લિન્ટાસ ઇન્ડિયા અને કોન્ટ્રાક્ટ એડવર્ટાઇઝિંગમાં પણ કામ કર્યું હતું.

3 વડાપ્રધાન સાથે કામ કરવાનો અનુભવ

એક કેરિયર ડિપ્લોમેટ વિક્રમ મિસરીએ વિદેશ મંત્રાલય, વડાપ્રધાન કાર્યાલય અને યુરોપ, આફ્રિકા, એશિયા અને ઉત્તર અમેરિકામાં ભારતીય મિશનમાં અનેક પદો પર કામ કર્યું હતું. દિલ્હીમાં તેમને સૌથી પહેલા વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાની ડેસ્કની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે વિદેશ પ્રધાન આઈ.કે.ગુજરાલ અને પ્રણવ મુખર્જી સાથે પણ કામ કર્યું હતું. મિસરી ત્રણ વડા પ્રધાનોના પર્સનલ સચિવ પણ હતા. જેમાં આઈકે ગુજરાલ, મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદીના નામ સામેલ છે. તેમને સ્પેન, મ્યાનમાર અને ચીનમાં રાજદૂત તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. હિન્દી, અંગ્રેજી અને કાશ્મીરી ભાષામાં નિપુણ અને ફ્રેન્ચ ભાષાનામાં સારા જાણકાર વિક્રમ મિસરી એસ્પેન ઇન્સ્ટિટ્યૂટની ઇન્ડિયા લીડરશીપ ઇનિશિયેટિવના ફેલો પણ છે. તેમના લગ્ન ડોલી મિસરી સાથે થયા છે અને તેમને બે બાળકો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સહમત

એલઓસી પર ચાર દિવસ સુધી સચોટ મિસાઇલ હુમલા, ડ્રોન ઘૂસણખોરી અને તોપમારાની લડાઇ બાદ ભારત અને પાકિસ્તાન 10 મેની સાંજથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ સૈન્ય કાર્યવાહી બંધ કરવા માટે સંમત થયા હતા. કલાકો બાદ, શ્રીનગર અને ગુજરાતના કેટલાક ભાગો સહિત જમ્મુ-કાશ્મીરના વિવિધ ભાગોમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા અને તેને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. ભારતે કહ્યું કે પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય સેનાને છૂટો દોર આપવામાં આવ્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એક પ્રેસ બ્રિફિંગમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આ ઉલ્લંઘનોને ખૂબ જ ગંભીરતાથી લે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ