રાજસ્થાનમાં ભાજપે તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત કરીને કોંગ્રેસને સત્તા પરથી હટાવી દીધી છે. ભાજપે ટ્રેન્ડમાં કોંગ્રેસને પાછળ છોડી દીધી છે અને જાદુગરનો જાદુ તેની વ્યૂહરચના સામે નિષ્ફળ ગયો છે. બપોરના 2 વાગ્યાના ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ 113 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 70 સીટો પર આગળ છે. ભાજપ નેતા દિયા કુમારી જયપુરના રાજ પરિવારમાંથી આવે છે અને તેમણે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વિદ્યાધર નગર બેઠક પરથી જીત હાંસલ કરી છે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં રાજ્યની વિદ્યાધર નગર વિધાનસભા બેઠક પરથી બીજેપીની દિયા કુમારીએ ચૂંટણીમાં જીત મેળવી છે. ભાજપની જીતથી ઉત્સાહિત પાર્ટી કાર્યકર્તાઓ ઉજવણીમાં વ્યસ્ત છે. જો કે હવે દરેકના મનમાં સવાલ એ છે કે રાજ્યના આગામી સીએમ કોણ હશે. જ્યારે એએનઆઈએ દિયા કુમારીને આ પ્રશ્ન પૂછ્યો, જેઓ ભાજપના ઘણા સીએમ ચહેરાઓમાંથી એક છે, ત્યારે તેમણે કહ્યું કે, “પાર્ટી મને જે પણ જવાબદારી આપશે, હું તેને નિભાવીશ.”
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં દિયા કુમારીએ કહ્યું, “હું આ વિસ્તારમાં નવી હતી, કાર્યકર્તાઓ મને દરેક ઘરમાં લઈ ગયા. અમે ચૂંટણી સારી રીતે લડી, પરિણામો પણ સારા આવ્યા. અમને કેન્દ્રીય યોજનાઓની ડિલિવરીથી ફાયદો થયો. બીજું ઘણી મોટી બાબતો પણ છે. મોદી મેજીક કામ કરી ગયું છે. અમે ત્રણ રાજ્યોમાં જંગી બહુમતી સાથે સરકાર બનાવી રહ્યા છીએ. અમે બધાએ કાર્યકર્તા તરીકે કામ કર્યું છે.”
આ પણ વાંચો | રાજસ્થાનમાં ભાજપની સ્પષ્ટ બહુમતી, વસુંધરા રાજેની ઝાલરાપાટન પર જીત
કોણ બનશે રાજસ્થાનના સીએમ?
ભાજપ નેતા દિયા કુમારીએ વધુમાં કહ્યું હતું કે પાર્ટી જે પણ જવાબદારી આપશે તે નિભાવશે. અમે સરકારમાં આવીશું, જેમ કે કેન્દ્રએ કર્યું છે, અમે તુષ્ટિકરણની રાજનીતિથી દૂર જઈશું અને દરેક વ્યક્તિ માટે કામ કરીશું. કાયદો અને વ્યવસ્થા જળવાશે. સીએમ પદના સવાલ પર તેમણે કહ્યું કે આ ચર્ચાનો વિષય નથી. આ નિર્ણય કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવામાં આવશે. તેઓ જે પણ નક્કી કરે છે. અમે સંમત થઈશું. અમારી સરકાર વિકાસ, રોજગાર, મહિલા સુરક્ષા પર કામગીરી કરશે.