India National Anthem Interesting Facts : ભારતનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે ઉજવાય છે. સ્વતંત્રતા દિવસે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રગાન જન ગણ મન વાગે છે. રાષ્ટ્રગાન વાગે ત્યારે બધા ભારતીયો સાવધાનની મુદ્રામાં ઉભા રહે છે. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી સહિત શાળા કોલેજ અને સરકારી કાર્યક્રમમાં ઘણી વખત રાષ્ટ્રગાન વગાડવામાં આવે છે. રાષ્ટ્રગાનમાં ભારતના ભૌગોલીક વિશેષતાઓનં વર્ણન અને ભારત માતાના ગુણગાન કરવામાં આવ્યા છે. ભારત વર્ષ 1947માં 15 ઓગસ્ટે આઝાદ થયુ હતું જો કે રાષ્ટ્રગાનની રચના તેના 36 વર્ષ પહેલા થઇ હતી. શું તમને ખબર છે જન ગણ મન કોણે લખ્યું છે? રાષ્ટ્રગાન કેટલી મિનિટમાં પૂર્ણ કરવાનું હોય છે? ચાલો જાણીયે ભારતના રાષ્ટ્રગાન જન ગણ મન વિશે રસપ્રદ તથ્યો
જન ગણ મન કોણે લખ્યું છે?
જન ગણ મન નોબૅલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે.
જન ગણ મન ક્યારે લખાયું હતું?
રવિન્દ્ર ટાગોરે વર્ષ 1911માં જન ગણ મન લખ્યું હતું. તે સૌપ્રથમ 28 ડિસેમ્બર, 1911ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. તે સમયે જન ગણ મન હિંદી અને બંગાળી બંને ભાષામાં ગાવામાં આવ્યું હતું.
જન ગણ મન ભારતનું રાષ્ટ્રગાન ક્યારે બન્યું?
24 જાન્યુઆરી, 1950ના રોજ જન ગણ મન ગીતને ભારતનું રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું હતું.
જન ગણ મન કેટલી મિનિટમાં ગાવાનું હોય છે?
ભારતીય સંવિધાન મુજબ રાષ્ટ્રગાન જન ગણ મન માત્ર 52 સેકન્ડમાં પૂર્ણ કરવાનું હોય છે. તો સંક્ષિત સંસ્કરણ માત્ર 20 સેકન્ડમાં ગાવાનું હોય છે, તેમા રાષ્ટ્રગાનની પ્રથમ અને અંતિમ પંક્તિ ગાવામાં આવે છે.
જન ગણ મન નું અંગ્રેજી અનુવાદ કોણે કર્યું હતું?
જન ગણ મન રાષ્ટ્રગાનનું અંગ્રેજી અનુવાદ રવિન્દ્રનાથ ટાગોરે જ કર્યું હતું. તેનું ટાઇટલ મોર્નિંગ સોંગ ઓફ ઈન્ડિયા રાખવામાં આવ્યું હતું. જ્યારે તેનું હિંદી ઉર્દુ રૂપાંતરણ તત્કાલિન ઈન્ડિયન નેશનલ આર્મીના કેપ્ટન આબિદ અલી દ્વારા કરવામાં આવ્યું હતું.
જન ગણ મન રાષ્ટ્રગાનમાં કેટલી પંક્તિ છે?
જન ગણ મન રાષ્ટ્રગાનમાં 5 પંક્તિ છે.
આ પણ વાંચો : ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટ તારીખ કેમ પસંદ કરવામાં આવી? જાણો રસપ્રદ તથ્યો
જન ગણ મન રાષ્ટ્રગાન
જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતાપંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ઼ ઉત્કલ બંગવિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલજલધિતરંગતવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,ગાયે તવ જય ગાથાજન ગણ મંગલ દાયક જય હે ભારત ભાગ્ય વિધાતાજય હે, જય હે, જય હે, જય જય જય જય હે॥





