પરિવારની આશા, કોચિંગની ફી અને એકલતાની પીડા, કોટામાં આખરે કેમ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ આત્મહત્યા?

Kota Students Suicide : કોટા જિલ્લામાં રવિવારે વધુ બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, આ વર્ષે ઓગસ્ટમાં સુધીમાં 23 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી, રાજસ્થાનનું કોટા એક નવું આત્મહત્યાનું કેન્દ્ર બની ગયું છે

Kota Students Suicide : કોટા જિલ્લામાં રવિવારે વધુ બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, આ વર્ષે ઓગસ્ટમાં સુધીમાં 23 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી, રાજસ્થાનનું કોટા એક નવું આત્મહત્યાનું કેન્દ્ર બની ગયું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Kota Suicide | students committing suicide in Kota

રાજસ્થાનનું કોટા એક નવું આત્મહત્યાનું કેન્દ્ર બની ગયું છે (પ્રતિકાત્મક તસવીર)

દીપ મુખર્જી : રાજસ્થાનનું કોટા એક નવું આત્મહત્યાનું કેન્દ્ર બની ગયું છે. કોટા જિલ્લામાં રવિવારે વધુ બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. દેશના ઘણા રાજ્યોમાંથી બાળકો અહીં કોચિંગ માટે આવે છે. વિદ્યાર્થીની આંખમાં ડોક્ટર-એન્જિનિયર બનવાના સપના જોવા મળે છે, પરંતુ પરિવારની આશાઓ, કોચિંગ સેન્ટર્સની મોટી ફી અને ઘણા કિસ્સાઓમાં એકલતાની પીડા વિદ્યાર્થીઓને ઊંડે સુધી તોડી નાખે છે, એટલી હદે કે તેઓ આત્મહત્યા પણ કરી લે છે. આ વર્ષે ઓગસ્ટમાં સુધીમાં 23 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. માત્ર કુંડલીમાં જ 8 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે.

Advertisment

ભવિષ્ય બનાવવા આવી રહેલા વિદ્યાર્થીઓ કેમ થઇ રહ્યા છે પરેશાન?

કોટામાં હાલના સમયે કુલ 4000 હોસ્ટેલ છે, 40 હજારથી વધુ પીજી ચલાવવામાં આવી રહ્યા છે અને લગભગ બે લાખ જેટલા વિદ્યાર્થીઓ પોતાના ઘરથી દૂર ભવિષ્ય બનાવવા માટે સતત અહીં આવી રહ્યા છે. પરંતુ દેશનું આ ભવિષ્ય હાલના પરેશાન ચાલી રહ્યું છે, આંખોમાં સપના હોવા છતાં નિરાશા તેમને જકડી રહી છે. દરેકને પોતપોતાની સમસ્યાઓ હોય છે, પોતાનું દર્દ હોય છે, પરંતુ શું આત્મહત્યા એ કોઈ વિકલ્પ નથી? પરંતુ આવું થઈ રહ્યું છે, ઘણા વર્ષોથી સતત, બધા પ્રયત્નો નિષ્ફળ ગયા હોય તેવું લાગે છે. કોટા પોલીસના ડેટા આ ખતરનાક ટ્રેન્ડની પુષ્ટિ કરે છે.

આંકડાઓ આપી છે સાક્ષી, શું પગલાં લેવામાં આવ્યા?

2015માં 17 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. 2016માં 16, 2017માં 7, 2018માં 20, 2019માં 8, 2020માં 4 અને 2022માં 15 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. હવે આ આંકડો દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ફરી એકવાર આત્મહત્યાના કેસમાં વધારો થયો છે. પોલીસ દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે, તેઓ સતત ગ્રાઉન્ડ પર વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે, તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે, હેલ્પલાઇન નંબર દ્વારા મદદ પણ આપવામાં આવી રહી છે. પરંતુ આ તમામ પ્રયાસો છતાં પણ આત્મહત્યા થઇ રહી છે, વિદ્યાર્થીઓ પોતાના જીવનનો અંત લાવી રહ્યા છે.

આ પણ વાંચો - ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા પછી ISRO ચીફ એસ સોમનાથે કહ્યું – હું મંદિર જાઉં છું અને ઘણા ધર્મગ્રંથ વાંચુ છું

Advertisment

બાળકોના દર્દનું કારણ શું છે, પોલીસ તપાસમાં થયો ખુલાસો

હવે સ્થાનિક પોલીસની તપાસ બાદ કેટલાક કારણો બહાર આવ્યા છે. તેમના મતે કોટાની સ્થિતિ દેશની અન્ય કોઇ યુનિવર્સિટી જેવી નથી. અહીં પણ વિદ્યાર્થીઓ પરિવારની ઊંચી અપેક્ષાઓથી પરેશાન હોય છે. ડિપ્રેશનનો શિકાર છે અને ક્યારેક ભણવામાં પાછળ રહી જવાનો ડર પણ તેમને સતાવતો હોય છે. આ ઉપરાંત ઘરની યાદ આવવી અને રિલેશનશિપમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ તેમનો તણાવ વધારવાનું કામ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસને રિફંડ, સિક્યોરિટી ડિપોઝિટ જેવી ફરિયાદોને લઈને પણ ફોન આવતા રહે છે.

સ્થિતિ કેવી રીતે સુધરશે, આત્મહત્યા ક્યારે અટકશે?

કોટા સિટીના એસપી શરદ ચૌધરીનું કહેવું છે કે રાજસ્થાનના સિકારમાં પણ કોચિંગ સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવે છે, પરંતુ ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મોટાભાગે રાજસ્થાનના સ્થાનિક છે.જ્યારે કોટામાં યૂપી અને બિહારથી ઘણા બાળકો આવી રહ્યા છે. હાલ તો કેટલાક પાસાઓ પર સુધારાની વાત ચાલી રહી છે. સૌથી અગત્યની બાબત એ છે કે વિદ્યાર્થીઓ સતત તેમના વર્ગમાં હાજરી આપે. આ પોતે જ એક સૂચક છે કે બધું બરાબર ચાલી રહ્યું છે. જો બાળક વર્ગમાં આવવાનું બંધ કરી દે તો સમજી શકાય છે કે તે કોઈ સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે.

એસપી શરદ ચૌધરી તો એ પણ માને છે કે હવે બાયોમેટ્રિકથી હાજરીનો કોઈ મતલબ નથી. વિદ્યાર્થીઓ બીજા બાળકનું કાર્ડ આરામથી સ્વાઇપ કરી શકે છે, તેથી કોણ આવી રહ્યું છે અને કોણ નથી આવી રહ્યું તે જાણી શકાયું નથી. તેમની તરફથી ફેસ રેકગ્નિશનને વધુ સારો વિકલ્પ માનવામાં આવી રહ્યો છે.

Rajasthan ક્રાઇમ ન્યૂઝ દેશ