વિશ્વના 10 મોટા લોકશાહી દેશોની સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ છે? ભારતની સરખામણીમાં કેટલું વધુ, કેટલું ઓછું?

Women MP in other countries : ભારત (India) માં મહિલા અનામત બિલ (Women Reservation Bill) નારી શક્તિ વંદન એક્ટ (Nari Shakti Vandan Act) લોકસભા (Loksabha) માં રજૂ કરવામાં આવ્યું, ત્યારે જોઈએ વિશ્વ (World) ના કયા લોકતાંત્રિક દેશની સંસદમાં કેટલી મહિલા પ્રતિનિધિત્વ કરી રહી.

Written by Kiran Mehta
Updated : September 20, 2023 20:05 IST
વિશ્વના 10 મોટા લોકશાહી દેશોની સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ છે? ભારતની સરખામણીમાં કેટલું વધુ, કેટલું ઓછું?
મહિલા અનામત બિલ, નારી શક્તિ વંદન એક્ટ લોકસભામાં રજૂ - તો જોઈએ વિશ્વમાં કયા દેશમાં સંસદમાં મહિલા સાંસદ કેટલી? (ફોટો - રેનુકા પુરી - એક્સપ્રેસ)

Women Reservation Bill : નવા સંસદ ભવનમાં આજે પ્રથમ સત્ર પૂર્ણ થયું છે અને કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઐતિહાસિક ક્ષણોમાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે મહિલા અનામત બિલ રજૂ કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સોમવારે આ બિલને મંજૂરી આપી હતી. સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને 33% ક્વોટા આપવાની જોગવાઈ છે. ઈન્ડિયન એક્સપ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદો 2024 ની લોકસભા ચૂંટણીમાં લાગુ નહીં થઈ શકે. કારણ કે સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તેનો અમલ કરવામાં આવશે અને 2029 ની સામાન્ય ચૂંટણીમાં આવું થઈ શકે છે. હાલમાં, લોકસભાની કુલ 543 બેઠકોમાંથી, 82 ચૂંટાયેલા મહિલા સાંસદો છે જે કુલ સાંસદોની સંખ્યાના 14.36% છે.

આ લેખમાં આપણે જાણીશું કે વિશ્વના 10 લોકશાહી દેશોની સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ શું છે. આ ડેટા ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)માંથી લેવામાં આવ્યો છે.

દેશ કુલ બેઠકો મહિલા બેઠક ટકા
અમેરિકા 435 125 28.7
બ્રિટન 649 224 34.5
દક્ષિણ આફ્રિકા 398 184 46.2
દક્ષિણ કોરિયા 299 57 19.1
જાપાન 462 46 10
જર્મની 736 258 35.1
ફ્રાન્સ 577 218 37.8
કેનેડા 336 103 30.7
બ્રાઝીલ 513 90 17.5
ઓસ્ટ્રેલિયા 151 58 38.4
યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, બ્રાઝિલ માટેનો ડેટા 2022 સુધીનો છે, કેનેડા, જર્મની, જાપાન માટે 2021 સુધીનો છે, દક્ષિણ કોરિયા માટે 2020 સુધીનો છે, અને યુકે માટે, દક્ષિણ આફ્રિકા માટે 2019 સુધીનો છે.

આ બિલ લાગુ કરવાની માંગ ઘણી જૂની છે

મહિલા અનામત બિલની માંગ છેલ્લા 27 વર્ષથી ચાલી રહી છે. આ બિલ લાગુ થયા બાદ સંસદ અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા સીટો અનામત રહેશે. આ બિલ અનુસાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોમાંથી એક તૃતીયાંશ બેઠકો SC-ST સમુદાયમાંથી આવતી મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.

આ અનામત બેઠકો રોટેશન સિસ્ટમ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ પ્રદેશોમાં ફાળવી શકાય છે. મહિલા અનામત વિધેયક અનુસાર મહિલાઓ માટે સીટોનું આરક્ષણ માત્ર 15 વર્ષ માટે રહેશે.

આ પણ વાંચોWomen Reservation Bill | મહિલા અનામત બિલઃ લોકસભામાં નારી શક્તિ વંદન એક્ટ રજૂ, કેટલી બેઠકો મહિલાઓ માટે રહેશે અનામત

આ બિલમાં દરખાસ્ત છે કે, લોકસભાની દરેક ચૂંટણી પછી અનામત બેઠકો ફેરવવી જોઈએ. રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ મતવિસ્તારોમાં રોટેશન દ્વારા અનામત બેઠકો ફાળવવામાં આવી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ