/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-pm-narendra-modi.jpg)
પીએમ મોદી ગ્રામીણ મહિલાઓને મળ્યા. (ભાજપ)
Women Reservation Bill : પીએમ નરેન્દ્ર મોદી જ્યારે વર્ષ 2021માં તેમના લોકસભા મતવિસ્તાર વારાણસીના પ્રવાસે હતા, ત્યારે એક મહિલાએ હાથ જોડીને તેમનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તમારા કારણે અમારું ઘર બન્યું. હકીકતમાં, મહિલાએ આવાસ યોજના માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. પીએમ મોદીના નેતૃત્વમાં સરકારે મહિલા કેન્દ્રિત યોજનાઓ બનાવી અને અમલીકરણ કર્યો છે અને કઈ યોજના હેઠળ કેટલું કામ થયું છે તે પણ દર્શાવ્યું છે. ભાજપે જનતાને એ પણ જણાવ્યું કે કેવી રીતે આ સરકારે મહિલાઓના વિકાસ અને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
હકીકતમાં, લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા બેઠકો અનામત રાખવાનો પ્રસ્તાવ એક લૈગિંક ન્યાયી પગલું છે. જેનો ફાયદો મોદી સરકાર 2024ના ચૂંટણી પ્રચાર દરમિયાન ઉઠાવવા જઈ રહી છે. 2019ની ચૂંટણી વખતે પણ આવું જ કંઈક થયું હતું. તે સમયે ભાજપે ટ્રિપલ તલાક કાયદો લાવીને મુસ્લિમ મહિલાઓનું સમર્થન મેળવ્યું હતું.
વાસ્તવમાં મહિલાઓની વોટ બેંક મેળવવી એ માત્ર ભાજપ પુરતું મર્યાદિત નથી. કોંગ્રેસ, જેડી(યુ), ડીએમકે અને આમ આદમી પાર્ટી (આપ) સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીમાં સફળતા માટે મહિલાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય પક્ષો અગાઉ ચોક્કસ સમુદાય અથવા ચોક્કસ જાતિ પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. હવે તેઓ મહિલા વોટ બેંકને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં મહિલાઓ પોતાનામાં એક ચૂંટણી ક્ષેત્ર બની ગઈ છે.
ચૂંટણી પ્રક્રિયામાં મહિલા મતદારોની વધતી ભાગીદારી સાથે તેમનો પ્રભાવ પણ વધી રહ્યો છે. 2019માં પ્રથમ વખત પુરૂષો કરતાં મહિલાઓએ તેમના મતાધિકારનો વધારે ઉપયોગ કર્યો.
મહિલા મતદારોની સંખ્યામાં વધારો
2019ની લોકસભા ચૂંટણીમાં પુરુષો કરતાં મહિલા મતદારોએ વધારે મતદાન કર્યું હતું. સ્ત્રી મતદારોની ભાગીદારી 67.18 ટકા અને પુરૂષ મતદારોની ભાગીદારી 67.01 ટકા નોંધાઇ હતી. વર્ષ 2019 થી 2022 સુધીમાં મહિલા મતદારોની સંખ્યામાં 5.1 ટકાનો વધારો થશે. 3 વર્ષમાં પુરૂષ મતદારોની સંખ્યામાં 3.6 ટકાનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2019 થી 2022 સુધીમાં કુલ મતદારોની સંખ્યામાં 4.3 ટકાનો વધારો થયો છે. હવે કુલ મતદારો 95.1 કરોડ છે જે 3 વર્ષ પહેલા 91.2 કરોડ હતા. હવે ભારતના કુલ મતદરાોમાં 46.1 કરોડ મહિલા મતદારો છે, જ્યારે વર્ષ 2019માં આ આંકડો 43.8 કરોડ હતો. તો બજીી બાજુ આ સમયગાળા દરમિયાન પુરૂષ મતદારોની સંખ્યા 47.3 કરોડથી વધીને 49 કરોડ થઈ છે.
લોકસભા ચૂંટણી 2019માં મહિલા મતદાતાઓની ભાગીદારી 67.2 ટકા હતી. જ્યારે 67 ટકા પુરુષોએ તેમના મતનો ઉપયોગ કર્યો હતો. જ્યારે 1962ની લોકસભા ચૂંટણીમાં 62 ટકા પુરૂષ મતદારોની સરખામણીએ માત્ર 46.6 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું.
વર્ષ 2022 સુધીના ત્રણ વર્ષમાં મહિલા મતદારોની સંખ્યામાં 5.1 ટકાનો વધારો થયો છે. આ સમાન સમયગાળા દરમિયાન પુરૂષ મતદારોની સંખ્યામાં 3.6 ટકાનો વધારો થયો છે.
જ્યારે મહિલાઓએ રાજકીય પક્ષોને આશીર્વાદ આપ્યા
રાજકીય પક્ષો મહિલા મતદાતાઓનું મહત્વ સારી રીતે સમજે છે અને તેથી જ તેમણે મહિલાઓને મતદાન માટે આકર્ષિત કરવાના પ્રયાસો વધુને વધુ કર્યા છે. રાજકીય પક્ષોએ તેમના બેંક ખાતામાં ભથ્થાં જમા કરાવીને, રાંધણ ગેસ પર સબસિડી આપીને, બસમાં મફત મુસાફરી કરીને અથવા દારૂના દૂષણ સામે પગલાં લઈને મહિલાઓની વોટબેંક જીતવાનો પ્રયાસ કર્યો હતો.
વર્ષ 2016માં બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના નેતા નીતિશ કુમાર દારૂબંધી લાવ્યા હતા. જેના કારણે તેમને મહિલાઓનો ઘણો સહયોગ મળ્યો. નોટબંધીના નિર્ણયને કારણે 2020ની વિધાનસભા ચૂંટણીમાં નીતિશની જેડીયુને 43 સીટો મળી હતી. તે ચૂંટણીમાં પણ પુરૂષો (54.68 ટકા) કરતાં વધુ મહિલાઓ (59.69 ટકા) મતદાન કરવા માટે આવી હતી.
એટલું જ નહીં, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 2019માં મહિલાઓ માટે મફત બસ મુસાફરી સહિતની સુવિધા આપવાનું વચન આપ્યું હતું. જે બાદ 2020માં આપ પાર્ટી દિલ્હીમાં સત્તામાં આવી.
તો ચૂંટણી રાજ્ય કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ એકબીજાને પાછળ છોડવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસે ઘણી રાહતોનું વચન આપ્યું હતું. જેમાં પરિવારની દરેક મહિલાને દર મહિને 2,000 રૂપિયા અને રાજ્યની બસોમાં મફત મુસાફરીનો સમાવેશ થાય છે. વચનો અને સત્તા વિરોધી લહેરીએ કોંગ્રેસ માટે કામ કર્યું અને તેણે 224 માંથી 136 બેઠકો હાંસલ કરીને ચૂંટણીમાં જંગી જીત નોંધાવી હતી. કોંગ્રેસ પાર્ટી તેલંગાણામાં આ ટેમ્પલેટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રવિવારે (17 સપ્ટેમ્બર) મહાલક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે મહિલાઓ માટે દર મહિને 2500 રૂપિયા એલપીજી સિલિન્ડર 500 રૂપિયા અને મહિલાઓ માટે રાજ્ય સરકારની બસોમાં મફત મુસાફરીનું વચન આપ્યું હતું. સોનિયા ગાંધીએ કહ્યું, "કોંગ્રેસ તેલંગાણામાં મારી પ્રિય બહેનોને સશક્ત બનાવશે."
ભાજપનો મહિલાઓના સશક્તિકરણ યોજનાઓ પર ભાર
ભાજપે હંમેશા મહિલાઓનું સશક્તિકરણ કરતી યોજનાઓ પર ભાર મૂક્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા 9.6 કરોડ મહિલાઓ માટે એલપીજી ઉજ્જવલા યોજના, 27 કરોડ જનધન ખાતા ખોલવા, વિશેષ ફિક્સ ડિપોઝિટ યોજનાઓ, મહિલા ઉદ્યોગસાહસિકોને 27 કરોડ રૂપિયાથી વધુ મુદ્રા લોનનું વિતરણ અને મિશન પોષણ સહિતની પહેલથી મહિલાઓને નોંધપાત્ર ફાયદો થયો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Women-Reservation-Bill.jpg)
સ્વચ્છ ભારત મિશન મહિલાઓના સન્માનની રક્ષા માટેની યોજના તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો હેતુ મહિલાઓ માટે રસોડામાં પ્રદૂષણ ઘટાડવાનો હતો અને જલ જીવન મિશનનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી મેળવવા માટે મહિલાઓની સમસ્યાઓને ઘટાડવાનો હતો. ઉપરાંત પીએમ આવાસ-ગ્રામીણ યોજનાએ 1.7 કરોડથી વધુ મહિલાઓને ઘર આપ્યા છે.
ભાજપને 2019 અને 2022માં મહિલાઓનું સમર્થન મળ્યું
ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયા પોસ્ટ પોલ રિસર્ચ અનુસાર, મહિલાઓએ 2019ની સામાન્ય ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું હતું. એક્ઝિટ પોલના આંકડા સૂચવે છે કે 46 ટકા મહિલાઓએ ભાજપ અને તેના સહયોગીઓને મત આપ્યો છે. જ્યારે 27 ટકાએ કોંગ્રેસને અને 27 ટકાએ અન્ય પક્ષોને મત આપ્યો હતો. કોઈપણ સામાન્ય ચૂંટણીમાં આવું પ્રથમ વખત હતું જ્યારે મહિલાઓ (46 ટકા) એ પુરૂષો (44 ટકા) કરતાં વધુ મતદાન કર્યું હતું. રસપ્રદ વાત એ છે કે, મતદાન પછીના અભ્યાસમાં બહાર આવ્યું છે કે 50 ટકા ગૃહિણીઓએ ભાજપને મત આપ્યો જ્યારે 23 ટકાએ કોંગ્રેસને મત આપ્યો.
એક્સિસ માય ઇન્ડિયા અને લોકનીતિ સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા પોસ્ટ-પોલ સર્વે મુજબ, ઉત્તર પ્રદેશ સહિત પાંચમાંથી ચાર રાજ્યોમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં પુરુષો કરતાં વધુ મહિલાઓએ ભાજપને મત આપ્યો હતો.
ચૂંટણી પંચના આંકડા એવું પણ દર્શાવે છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓ વધારે ભાગ લઈ રહી છે. તેથી, આ એક મતદાર જૂથ છે જેને કોઈપણ પક્ષ અવગણી શકે નહીં. લિંગ રાજકારણ અને મહિલા-કેન્દ્રિત કલ્યાણવાદ એ એટલી હદે કેન્દ્રસ્થાને લઈ ગયા છે કે પક્ષોએ મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાનું શરૂ કર્યું છે.
ભાજપનો સ્પષ્ટ સંદેશ
ટ્રિપલ તલાક બિલની જેમ, મહિલા અનામત બિલ એ માત્ર લિંગ ન્યાય તરફનું એક મોટું પગલું નથી પણ એક ઉપલબ્ધિ પણ છે. જેનો ઉપયોગ 2024ની સામાન્ય ચૂંટણી સહિત આવનારી ચૂંટણીઓમાં લાભ માટે થઈ શકે છે. મહિલા અનામત ખરડો કેટલો મોટો સંદેશો મોકલશે… એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ તેનો શ્રેય લેવા માટે કહ્યું, "અપના હૈ".
આની પહેલા સોમવારે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, સોનિયા ગાંધી અને મનમોહન સિંહ 2010માં મહિલા આરક્ષણ બિલ લાવ્યા હતા અને તેને રાજ્યસભામાં પાસ કરાવ્યા હતા, પરંતુ જ્યારે સંદેશની વાત આવે છે ત્યારે ભાજપને હરાવવા ખૂબ મુશ્કેલ છે.
વાસ્તવમાં પીએમ મોદી એક વિશ્વસનીય ચહેરો છે. તેમણે 'બેટી બચાવો, બેટી પઢાવો' શરૂ કરીને તેને લોકપ્રિય બનાવ્યું. પીએમ મોદી હંમેશા લિંગ ન્યાયના મુદ્દાઓ પર બોલતા રહ્યા છે. સંશોધન સ્પષ્ટપણે દર્શાવે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ મતદાન કરે છે. આવી સ્થિતિમાં, મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલા રાજકીય પક્ષોએ મતદાનની ટકાવારી અને સમર્થનમાં વધારો જોયો છે.
આ પણ વાંચો |વિશ્વના 10 મોટા લોકશાહી દેશોની સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ છે? ભારતની સરખામણીમાં કેટલું વધુ, કેટલું ઓછું?
જાન્યુઆરી 2020માં, પીએમ મોદીએ એક એવોર્ડ સમારોહના મંચ પર એક મહિલાના પગને સ્પર્શ કર્યો, જેનો વીડિયો વાયરલ થયો હતો. હવે 2024માં સ્પષ્ટ થશે કે પીએમ મોદી અને તેમની પાર્ટી ભાજપને મહિલાઓ તરફથી કેટલા આશીર્વાદ મળે છે?


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us