સરકાર ઈચ્છે તો અત્યારે જ લાગુ થઈ શકે છે મહિલા અનામત, રાહુલ ગાંધીએ બિલમાંથી આ બે જોગવાઈઓને હટાવવાની માંગણી કરી

Women Reservation Bill : પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીને એક પત્રકારે પૂછ્યું હતું કે કોંગ્રેસ દ્વારા 2010માં લાવવામાં આવેલા બિલમાં ઓબીસી ક્વોટા આપવામાં આવ્યો ન હતો. શું તમને તે વિશે કોઈ અફસોસ છે? તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હા મને 100 ટકા અફસોસ છે

Written by Ashish Goyal
September 22, 2023 16:23 IST
સરકાર ઈચ્છે તો અત્યારે જ લાગુ થઈ શકે છે મહિલા અનામત, રાહુલ ગાંધીએ બિલમાંથી આ બે જોગવાઈઓને હટાવવાની માંગણી કરી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (ફોટો સોર્સઃ @INCIndia)

Women Reservation Bill : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે આ બિલમાંથી બે જોગવાઈઓને દૂર કરવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ બિલમાં કહેવામાં આવ્યું છે કે પહેલા વસ્તી ગણતરી થશે અને પછી સીમાંકન થશે, ત્યારબાદ જ અનામત લાગુ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ માંગ કરી હતી કે આ બંને જોગવાઈઓ દૂર કરવામાં આવે જેથી આ બિલને વહેલી તકે લાગુ કરવામાં આવે.

તેમણે કહ્યું કે જો સરકાર ઈચ્છે તો આ બિલને તાત્કાલિક લાગુ કરી શકાય છે અને આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં 33 ટકાથી વધુ સીટો મહિલાઓ માટે અનામત રાખી શકાય છે, પરંતુ સરકારનો આ ઈરાદો નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે સ્પષ્ટ કર્યું કે પહેલા સીમાંકન અને વસ્તી ગણતરી થશે પછી આ બિલને લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે 10 વર્ષ બાદ આ બિલને લાગુ થઇ શકે છે અને તે પછી તેનો અમલ થશે કે નહીં, તેના વિશે કોઈને કંઈ ખબર નથી.

પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીને એક પત્રકારે પૂછ્યું હતું કે કોંગ્રેસ દ્વારા 2010માં લાવવામાં આવેલા બિલમાં ઓબીસી ક્વોટા આપવામાં આવ્યો ન હતો. શું તમને તે વિશે કોઈ અફસોસ છે? તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હા મને 100 ટકા અફસોસ છે અને તે સમયે કોંગ્રેસને આ કરી દેવું જોઈતું હતું.

આ પણ વાંચો – મહિલા અનામત બિલ : જેપી નડ્ડાએ રાહુલ ગાંધીને પૂછ્યું – 2004થી 2014 વચ્ચે કેટલા ઓબીસી સચિવ હતા?

રાહુલ ગાંધીએ મોદી સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવતા કહ્યું કે એવું તે શું છે જે તમારું ધ્યાન હટાવવમાં આવી રહ્યું છે? ઓબીસી વસ્તી ગણતરીથી? મેં સંસદમાં એક એવી સંસ્થા વિશે વાત કરી હતી જે ભારત સરકાર ચલાવે છે – કેબિનેટ સચિવ અને સચિવ. મેં પૂછ્યું કે 90 સચિવોમાંથી માત્ર ત્રણ જ ઓબીસી કેમ છે? મને સમજાતું નથી કે પીએમ મોદી દરરોજ ઓબીસી વિશે કેમ વાત કરે છે પરંતુ તેમણે તેમના માટે શું કર્યું છે?

શું ઓબીસી એ ભારતની વસ્તીના માત્ર 5% છે? શું તેમની ભાગીદારી વધુ મહત્ત્વની ન હોવી જોઈએ? જો આપણું ધ્યેય ભારતમાં સત્તાનું વધુ સરખી રીતે વિતરણ કરવાનું હોય તો આપણને જ્ઞાતિના આંકડાની જરૂર છે. સરકારે અગાઉની જાતિની વસ્તી ગણતરીના ડેટા જાહેર કરવા જોઈએ અને હવે નવેસરથી શરૂઆત કરવી જોઈએ. ઓબીસી સાંસદોનું હોવું એ એકમાત્ર ઉપાય નથી, કારણ કે તેઓ નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ્યે જ સામેલ હોય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ