Women Reservation: મહિલા અનામત બિલ હવે બનશે કાયદો, રાજ્યસભામાં પણ પાસ, 27 વર્ષનો ઇંતજાર થયો ખતમ

Women Reservation Bill Passed In Rajya Sabha : લોકસભા બાદ ગુરુવારે મહિલા અનામત બિલ રાજ્યસભામાં સંપૂર્ણ સહમતિ સાથે પસાર થયુ છે. રાજ્યસભામાં મહિલા અનામત બિલની સંપૂર્ણ સહમતિ સાથે તમામ 215 વોટ તરફેણમાં પડ્યા હતા

Women Reservation Bill Passed In Rajya Sabha : લોકસભા બાદ ગુરુવારે મહિલા અનામત બિલ રાજ્યસભામાં સંપૂર્ણ સહમતિ સાથે પસાર થયુ છે. રાજ્યસભામાં મહિલા અનામત બિલની સંપૂર્ણ સહમતિ સાથે તમામ 215 વોટ તરફેણમાં પડ્યા હતા

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Women Reservation Bill | Nari Shakti Vandan Act

મહિલા અનામત બિલ, નારી શક્તિ વંદન એક્ટ લોકસભામાં રજૂ - તો જોઈએ વિશ્વમાં કયા દેશમાં સંસદમાં મહિલા સાંસદ કેટલી? (ફોટો - રેનુકા પુરી - એક્સપ્રેસ)

Women Reservation Bill Pass in Rajya Sabha : મહિલા અનામત બિલ લોકસભા બાદ રાજ્યસભામાં પણ સર્વ સંમતિથી પાસ થઇ ગયું છે. મહિલા અનામત બિલના વિરોધમાં એક પણ મત પડ્યો નથી. આ એક ઐતિહાસિક બહુમત સાથે મહિલા અનામત પ્રત્યેનો સાંસદોની દ્રઢ મક્કતા છે. દેશના રાજકારણમાં મહિલા અનામત લાગુ કરવા મામલે મોદી સરકારની આ મોટી સિધ્ધિ છે. છેલ્લા 27 વર્ષનો ઇંતજાર જાણે હવે ખતમ થયો છે. આ અગાઉ લોકસભામાં પણ પ્રચંડ બહુમત સાથે આ બિલ પાસ કરાયું હતું. મહિલા અનામત બિલના સમર્થનમાં 454 મત પડ્યા હતા માત્ર ઓવૈસીની પાર્ટી AIMIM ના બે સાંસદોએ વિરોધ કર્યો હતો.

Advertisment

શું છે નારી શક્તિ વંદન અધિનિયમ?

મહિલા અનામત બિલ અંતર્ગત સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાની વાત છે. સરળ શબ્દોમાં સમજીએ તો લોકસભાની 543 બેઠકો છે જે પૈકીની 181 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ ઉપરાંત દેશમાં એસસી એસટી માટે જે 131 બેઠકો આરક્ષિત છે એમાંથી 43 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. અહીં એ નોંધનિય છે કે, મહિલા આરક્ષણ બિલ કોઇ એક સરકારનો પ્રયાસ નથી. પરંતુ ઘણી સરકારો અંદાજે છેલ્લા 27 વર્ષોથી મહિલા અનામત લાગુ કરાવવા પ્રયાસ કરતી હતી.

મહિલા અનામત બિલ પહેલા રાજીવ ગાંધી લાવ્યા

વર્ષ 1989માં સૌથી પહેલા વડાપ્રધાન રાજીવ ગાંધી મહિલા અનામત બિલ લઇને આવ્યા હતા. એ સમયે ગ્રામિણ અને શહેરી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પણ 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઇ હતી. આ બિલ લોકસભામાં પાસ થયું હતું. પરંતુ રાજ્યસભામાં પાસ થઇ શક્યું ન હતું. ત્યાર બાદ 1992-93 માં પી વી નરસિંહરાવની સરકારે ફરી મહિલા અનામતની વાત કરી હતી અને બંને સદનમાં બિલ પાસ થયું હતું. પરંતુ એ સમયે માત્ર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં અનામતની જોગવાઇ કરાઇ હતી.

વાજપાઇ વખતે ચાર વખત મહિલા અનામત બિલ રજુ કરાયું

દેવગોડા સરકારમાં સંસદમાં મહિલા અનામતની માંગ ઉઠી હતી. જેને પગલે બિલ બનાવાયું હતું પરંતુ લોકસભામાં આ બિલ પાસ થઇ શક્યું ન હતું અને એને જોઇન્ટ પાર્લામેન્ટ કમિટી પાસે મોકલવામાં આવ્યું હતું. એ પછી અટલ બિહારી વાજપાઇ સરકારમાં મહિલા અનામત બિલ ચાર વખત પસાર કરવામાં આવ્યું હતું. જોકે દરેક વખતે પાસ થઇ શક્યું ન હતું. ત્યાર બાદ યૂપીએ સરકારમાં લોકસભામાં આ બિલ પાસ થઇ શક્યું ન હતું.

Advertisment

આ બિલ હેઠળ સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની વાત કરવામાં આવી હતી. સરળ શબ્દોમાં કહીએ તો લોકસભાની 543 બેઠકોમાંથી 181 મહિલાઓ માટે અનામત હશે. તે ઉપરાંત દેશમાં એસસી-એસટી માટે અનામત 131 બેઠકોમાંથી 43 બેઠકો મહિલાઓ માટે રહેશે.

મહિલા અનામત બિલ અનામત રાજ્યસભા લોકસભા ટ્રેન્ડિંગ ન્યૂઝ politics ભાજપ PM Narendra Modi