બ્રિજભૂષણ સિંહના ઘરે પહોંચી દિલ્હી પોલીસની ટીમ, યૌન શૌષણ મામલે સ્ટાફ અને નજીકના લોકોના નિવેદનો નોંધશે SIT

Delhi Police reached Brijbhushan Sharan Singh house: દિલ્હી પોલીસ નિવેદન નોંધવા માટે બ્રિજભૂષણ શરણ સિંહના ઘરે લખનૌ અને ગોંડા પહોંચી હતી. બ્રિજભૂષણ શરણ સિંહના ઘર પર દિલ્હી પોલીસે તેમના સ્ટાફનું નિવેદન નોંધ્યું છે.

Delhi Police reached Brijbhushan Sharan Singh house: દિલ્હી પોલીસ નિવેદન નોંધવા માટે બ્રિજભૂષણ શરણ સિંહના ઘરે લખનૌ અને ગોંડા પહોંચી હતી. બ્રિજભૂષણ શરણ સિંહના ઘર પર દિલ્હી પોલીસે તેમના સ્ટાફનું નિવેદન નોંધ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
delhi at brijbhushan sharan singh, wrestlers protest

મહિલા પહેલવાન અને બ્રિજભૂષણ શરણની ફાઇલ તસવીર

ડબ્લ્યુએફઆઇના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હી પોલીસે એક્શનલ શરુ કર્યા છે. દિલ્હી પોલીસ બ્રિજભૂષણ સિંહના સ્ટાફ અને નજીકના લોકો સાથે પૂછપરછ કરી રહી છે. દિલ્હી પોલીસ નિવેદન નોંધવા માટે બ્રિજભૂષણ શરણ સિંહના ઘરે લખનૌ અને ગોંડા પહોંચી હતી. બ્રિજભૂષણ શરણ સિંહના ઘર પર દિલ્હી પોલીસે તેમના સ્ટાફનું નિવેદન નોંધ્યું છે.

Advertisment

પોલીસે 137 લોકોના નિવેદન નોંધ્યા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી પોલીસે બ્રિજભૂષણ સિંહના ઘર અને તેની સાથે કામ કરનારા લોકોના નામ સરનામા અને ઓળખપત્ર પુરાવા માટે એકત્ર કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે પોલીસે કુલ 12 લોકોના નિવેદન નોધ્યાં છે. પૂછપરછ બાદ પોલીસની ટીમ પરત દિલ્હી જતી રહી હતી. જોકે, અત્યાર સુધી પોલીસ તરથી આ કાર્યવાહી પર કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ત્યારબાદ અત્યાર સુધી પોલીસે 137 લોકોના નિવેદન નોંધ્યા છે.

બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાનોએ 21 એપ્રિલે ફરિયાદ નોંધાવી હતી. અને 28 એપ્રિલના રોજ દિલ્હી પોલીસે તેમની વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ કર્યોહતો. પહેલી ફરિયાદ સગીરાની ફરિયાદ પર પોક્સો એક્ટમાં નોંધવામાં આવી છે. જ્યારે બીજો કેસ અન્ય મહિલા પહેલવાનોની ફરિયાદના આધારે નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ધરણાં કરી રહેલા પહેલવાનો જંતર મંતર જતા રહ્યા છે. તેમણે ફરીથી રેલવેની નોકરી જોઇન કરી લીધી છે. પહેલાવનોએ કહ્યું કે તેમનું પ્રદર્શન ખતમ થયું નથી. સાથે જ પહેલવાનોએ એકવાર ફરીથી કહ્યું હતું કે તેમની લડાઇ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ છે સરકાર સામે નથી.

Advertisment
દિલ્હી બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ દેશ