બીજેપી સાંસદ અને ડબ્લ્યુએફઆઈના નિવર્તમાન અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે સુપ્રીમ કોર્ટના દખલ બાદ દિલ્હી પોલીસે પહેલવાનોની ફરિયાદ પર યૌન શોષણના મામલાઓ નોંધ્યા હતા. ત્યારબાદ હવે દિલ્હીના કનોટ પ્લેશ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની જાણકારી સામે આવી છે.એફઆઇઆરમાં બ્રિજ ભૂષણ ઉપર સેક્સુઅલ ડિમાંડ, ખોટી રીતે સ્પર્શ કરવાના સંગીન આરોપો લગાવ્યા છે. આ મામલા પર કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલે બ્રિજભૂષણનું સમર્થન કર્યું છે.તેમણે કહ્યું કે પુરાવાના આધાર પર કાર્યવાહી હોય છે.
પુરાવાના આધાર પર કાર્યવાહી થાય છેઃ એસપી સિંહ બઘેલ
કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલે પહેલવાનો દ્વારા બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ પર કહ્યું હતું કે “પુરાવાના આધાર પર કોર્ટમાં કાર્યવાહી થાય છે. એકદમથી કાર્યવાહી નથી થતી. કોઈ નિર્દોષને જેલ ન થવી જોઇએ. ભારતમાં કહેવામાં આવે છે કે 100 ગુનેગારો છૂટી જાય પરંતુ એક નિર્દોષને જેલ ન થવી જોઈએ” તેમણે કહ્યું કે તપાસ ચાલી રહી છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તપાસ બાદ જો લાગે તો જ ચાર્જશીટ ફાઇલ થાય છે. જો કોર્ટને લાગે છે કે કેસ યોગ્ય છે તો જ ચાર્જશીટ ફાઇલ થાય છે. તપાસ અધિકારી અથવા આયોગ પુરાવા અને આરોપી સાથે વાત કરે છે અને પુરાવાની તપાસ કરે છે. પુરાવાના આધારે જો યોગ્ય લાગશે તો જ ચાર્જશીટ ફાઇલ થાય છે. બ્રિજભ્રૂષણ સિંહને નિર્દોષ માનવાના પ્રશ્ન પર તેમણએ કહ્યું કે તેનો જવાબ આઈઓએ આપશે. જ્યાં તપાસ ચાલી રહી છે.
કેન્દ્ર સરકાર સંવેદનશીલ રીતે પગલાં લઇ રહી છેઃ અનુરાગ ઠાકુર
પહેલવાનોની બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ફરિયાદ પર કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ગુરુવારે કહ્યું હતું કે ભારતીય કુશ્તી મહાસંઘના નિવર્તમાન અધ્યક્ષની ધરપકડની માંગ કરી રહેલા પ્રદર્શનકારી પહેલવાનોના મુદ્દાથી કેન્દ્ર સરકાર સંવેદનશીલ રીતે લડી રહી છે. ઠાકુરે કહ્યું કે સરકારે તપાસ માટે સમિતિનું ગઠન કરીને પહેલવાનોની માંગ સ્વીકાર કરી લીધી છે. તપાસ ચાલી રહી છે. તેમણે વિરોધ કરનાર પહેલવાનોને કોઈ પગલાં ન ભરવા માટે જે ખેલ અને ખેલાડીઓને નુકસાન પહોંચાડી શકે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે આરોપીની તપાસ પુરી થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે પહેલવાનોને ધીરજ રાખવા અને શીર્ષ કોર્ટમાં વિશ્વાસ રાખવા માટે આગ્રહ કર્યો હતો.
મહિલા પહેલવાન વારંવાર પોતાની માંગ બદલી રહ્યા છે : બ્રિજભૂષણ શરણ સિંહ
મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડનના આરોપનો સામનો કરી રહેલા ભાજપના સાંસદ અને ડબ્લ્યુએફઆઇના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહે ગુરુવારે કહ્યું હતું કે મહિલા પહેલવાનો વારંવાર પોતાની માંગ બદલી રહ્યા છે. જ્યારે દિલ્હી પોલીસ આ આરોપોની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે પોલીસ હજું તપાસ કરી રહી છે. તપાસ પુરી થવા દો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા વિશે કોણ શું કહે છે તેનાથી મને કોઈ લેવાદેવા નથી. ન્યાયાલય દ્વારા દેખાડવામાં આવેલો રસ્તો જ મને સ્વીકાર્ય હશે.