/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Brij-Bhushan-Sharan-Singh-2.jpg)
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સસ્પેન્સન મામલો
WFI Suspension : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના સસ્પેન્શન બાદ BJP સાંસદ અને પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ એક્શનમાં છે. એક તરફ તે કુસ્તીથી દૂર રહેવાની વાત કરી રહ્યા છે તો, બીજી તરફ તે સતત પાર્ટીના ટોચના નેતાઓને મળી રહ્યો છે. WFI ના સસ્પેન્શન પછી, તેઓ રવિવારે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. હવે એવા સમાચાર છે કે, તેઓ સોમવારે ગૃહમંત્રી અમિત શાહને મળી શકે છે.
ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત અંગેના પ્રશ્ન પર બ્રિજ ભૂષણે ફરી જુનો સૂર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, તેમણે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે કહ્યું કે, અમિત શાહને મળવાનો કોઈ કાર્યક્રમ નથી. જો તેઓ મળે તો પણ તેઓ કુસ્તી વિશે કોઈ ચર્ચા કરશે નહીં. નડ્ડાને મળ્યા બાદ બ્રિજ ભૂષણે કહ્યું હતું કે, તેમણે કુસ્તીથી દૂરી લઈ લીધી છે. તેઓ લોકસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરશે. WFI ના ચૂંટાયેલા અધિકારીઓ નક્કી કરશે કે, રમત મંત્રાલયના નિર્ણયને પડકારવો કે નહીં.
કુસ્તી વિશે વાત નહીં કરે
અમિત શાહને મળવા અંગેના પ્રશ્ન પર બ્રિજ ભૂષણે કહ્યું કે, "કુસ્તી અંગે મારે જે પણ કહેવું હતું તે મેં ગઈકાલે કહી દીધું છે. મેં કુસ્તી અને કુસ્તીની રાજનીતિમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ લીધી છે. જ્યાં સુધી અમિત શાહને મળવાની વાત છે, અમારી પાસે તેઓ પાર્ટીના નેતા છે. અમે મળીએ તો પણ કુસ્તીની વાત નહીં કરીએ. કુસ્તીની વાત પૂરી થઈ ગઈ છે."
VIDEO | "I have taken retirement from wrestling and politics around it. Regarding the meet with Union Home minister Amit Shah, he is a leader of our party, and even if I meet him, we won't hold discussions about wrestling," says former WFI chief Brij Bhushan Sharan Singh in… pic.twitter.com/8mgOb0QsAd
— Press Trust of India (@PTI_News) December 25, 2023
આ પણ વાંચો - Brij Bhushan Sharan Singh : બ્રિજ ભૂષણ શરણ સિંહને સાઇડ લાઇન કરવા ભાજપ માટે આસાન નથી, જાણો કેમ
અમિત શાહને મળવાનો હજુ કોઈ કાર્યક્રમ નથી
અમિત શાહને કેટલા વાગે મળશે? આ પ્રશ્નનો જવાબ આપતા બ્રિજ ભૂષણે કહ્યું કે, "અમારી પાસે હજુ કોઈ સમાચાર નથી. અમારા નેતાછે, અમે જ્યારે પણ ફોન કરીશું ત્યારે મળીશું, પરંતુ અમે મળીશું તો પણ કુસ્તીના સંબંધમાં અમે મળીશું નહીં. અત્યાર સુધી કોઈ કાર્યક્રમ બન્યો નથી. હું કુસ્તીના સંબંધમાં કશું કહેવા માંગતો નથી." રમતગમત મંત્રાલયે રવિવારે WFI ને આગામી આદેશો સુધી સસ્પેન્ડ કરવાનો આદેશ આપતા કહ્યું કે, વર્ષના અંત પહેલા અંડર-15 અને અંડર-20 નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવાનો નિર્ણય ઉતાવળે લેવામાં આવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us