(Damini Nath) Election Commission Disclaimer On EVM Youtube Videos: યૂટ્યૂબ ઉપર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશિન એટલે કે ઇવીએમ વિશે ખોટી માહિતી આપતા કે શંકા ઉભી કરતા વીડિયો અંગે ભારતીય ચૂંટણી પંચના ડિસ્ક્લેમર એટલે કે સ્પષ્ટિકરણ જોવા મળશે. ચાલુ સપ્તાહની શરૂઆતથી યૂટ્યુબે કન્ટેકસ્ટ ઇન્ફોર્મેશન પેનલ ઉમેર્યુ છે, જે ઇલેક્શન કમિશનના ડિસ્ક્લેમર તરીકે કામ કરશે.
આટલું જ નહી, સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા માટે સુરક્ષાના ભાગરૂપ ગણાવાત વીડિયોની એકદમ નીચે અને ઇવીએમ અને વીવીપેટ મશિન અંગે મોટાભાગે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોની (FAQs) પણ લિંક પણ આપવામાં આવશે.
‘ભારતમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ, ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા’ શીર્ષક ધરાવતી ઇન્ફોર્મેશન પેનલમાં જણાવવામાં આવ્યું છે કે, “ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં મજબૂત ટેકનિકલ સેફગાર્ડ્સ અને ECI (ઈલેક્શન કમિશન ઑફ ઈન્ડિયા) દ્વારા મૂકવામાં આવેલા વિસ્તૃત વહીવટી સલામતી, પ્રક્રિયાઓ અને સુરક્ષા એ વાતની ખાતરી કરે છે કે ચૂંટણી પારદર્શક, મુક્ત અને નિષ્પક્ષ છે. યુટ્યુબ પર “EVM” માટેના સર્ચ પરિણામો પણ સમાન ઇન્ફોર્મેશન પેનલ દેખાડવાનું શરૂ કર્યું છે.
ચૂંટણી પંચે યૂટ્યુબને પત્ર લખ્યો હતો
ભારતીય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં આ મામલે લખવામાં આવેલ પત્ર બાદ યૂટ્યુબે આ કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે યૂટ્યુબને લખેલા આ પત્રમાં લગભગ 70 વીડિયોની યાદી સાથે ઇન્ફોર્મેશન પેનલ ઉમેરવા માટે જણાવ્યું હતું. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે આ EVM અને VVPATના ઉપયોગ અંગેની શંકાઓને દૂર કરવાના ઇલેક્શન કમિશનના પ્રયાસોનો એક ભાગ છે.
હકીકતમાં યૂટ્યુબ પર કથિર રીતે ઇવીએમ જેવા દેખાતા મશિનોમાં ગેરરીતિ દેખાડતા ઘણા વીડિયો છે. તેની એક યાદી બનાવી ચૂંટણી પંચે યૂટ્યુબને મોકલી અને તેમાં આ ડિસ્ક્લેમર ઉમેરવા જણાવ્યું હતું. તે ઉપરાંત વિપક્ષ પાર્ટી ઈન્ડિયા ગઠબંધને ચૂંટણી પંચને ઇવીએમ અને વીવીપેટને ઘણીવાર લેખિત સવાલો પૂછ્યા છે, ત્યારબાદ પંચે FAQsમાં ઘણા નવા જવાબ ઉમેર્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે, આગામી સમયમાં ઇવીએમ વિશેના અન્ય વીડિયોમાં ઇન્ફોર્મેશન પેનલ અને FAQsની લિંક એડ કરવામાં આવશે. ચૂંટણી પંચે ઇવીએ સંબંધિત કન્ટેન્ટમાં ડિસ્ક્લેમર ઉમેરવા માટે સોશિયલ મીડિયા મેટા (ફેસબુક) અને એક્સ (ટ્વિટર)નો સંપર્ક કરવાની તૈયારીમાં છે.
ઇવીએમ વિશેના યૂટ્યુબ વીડિયોમાં એક બાજુ ઇન્ફોર્મેશન પેનલ એડ કરવામાં આવી રહ્યુ છે ત્યારે બીજી બાજુ ચાલુ અઠવાડિયે કોંગ્રેસના નેતા જયરામ રમેશે ચૂંટણી પંચને VVPATs પર ચર્ચા કરવા માટે બેઠક યોજવાની માંગણી કરતો પત્ર લખવાના સમાચાર છે. તો ચાર વર્ષ જૂનો ઇન્ટરવ્યૂમાં પૂર્વ IAS અધિકારી કન્નન ગોપીનાથનનો VVPATના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
યૂટ્યુબ વીડિયોમાં કન્ટેક્સ્ટ પેનલ કેમ ઉમેરવામાં આવે છે? (YouTube Videos Context)
યુટ્યુબના મતે કન્ટેક્સ્ટ પેનલ ખોટી માહિતીની સંભાવના વિષયો પરના વીડિયોમાં ઉમેરવામાં આવે છે. જ્યારે તમે મૂન લેન્ડિંગ જેવી ખોટી માહિતિની સંભાવના ધરાવતા વિષયો સંબંધિત વીડિયો શોધો અથવા જુઓ છો, ત્યારે તમે તમારા સર્ચ રિઝલ્ટની ઉપર અથવા તમે જોઈ રહ્યાં છો તે વિડિઓની નીચે ઇન્ફોર્મેશન પેનલ જોઈ શકો છો. ઇન્ફોર્મેશન પેનલ મૂળભૂત માહિતી દર્શાવે છે, જે વિષય પર વધુ સંદર્ભ આપવા માટે સ્વતંત્ર, તૃતીય-પક્ષ ભાગીદારો પાસેથી પ્રાપ્ત થયેલી હોય છે. આ ઇન્ફોર્મેશન પેનલ્સ વીડિયોમાં શું અભિપ્રાયો અથવા પરિપ્રેક્ષ્યો વ્યક્ત કરવામાં આવ્યા છે તે ધ્યાનમાં લીધા વિના બતાવવામાં આવશે.
ગત જાન્યુઆરીમાં એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં બોલતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સોશિયલ મીડિયા કંપનીઓને ડીપફેક શોધવા માટે અલ્ગોરિધમ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ચૂંટણી દરમિયાન “ડીપ ફેક સ્ટોરીઝ”નું દૂષણ સામાન્ય બની ગયું છે.
આ પણ વાંચો | સરકારે ચૂંટણી બોન્ડના સંચાલન પાછળ 13.50 કરોડ રૂપિયા ખર્ચ્યા
ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ ચૂંટણી પંચને આપેલા મેમોરેન્ડમમાં, ભારતીય બ્લોકે કહ્યું હતું કે ઈવીએમમાં ગેરરીતિ અે સંવેદનશીલ મુદ્દો હોય તેવું લાગે છે. આના જવાબમાં ચૂંટણી પંચે કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે 23 ઓગસ્ટના રોજ તેના “FAQs” સેગમેન્ટને અપડેટ કર્યો હતા.





