Zika Virus : બેંગ્લોરમાં ઝિકા વાયરસનો કેસ નોંધાતા કર્ણાટકમાં એલર્ટ; ઝિકા વાયરસ કેવી રીતે ફેલાય છે, લક્ષણો અને બચવાની રીત - સારવાર વિશે જાણો

Zika Virus Symptoms Prevention Treatment : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ઝિકા વાયરસ સામાન્ય રીતે એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છરો તમને દિવસ અને રાત બંને સમયે પોતાનો શિકાર બનાવી શકે છે અને આ મચ્છરો ડેન્ગ્યુ, ચિકનગુનિયા માટે પણ જવાબદાર છે.

Zika Virus Symptoms Prevention Treatment : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ઝિકા વાયરસ સામાન્ય રીતે એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છરો તમને દિવસ અને રાત બંને સમયે પોતાનો શિકાર બનાવી શકે છે અને આ મચ્છરો ડેન્ગ્યુ, ચિકનગુનિયા માટે પણ જવાબદાર છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Zika Virus Symptoms | Zika Virus Prevention | Zika Virus Treatment | causes of zika virus | Health tips for zika virus | zika virus transmission

ભારતમાં ઝિકા વાયરસના કેસ વધી રહ્યા છે. (Express Photo)

Zika Virus Detected in Bengaluru, karnataka Alert : ભારતમાં ઝિકા વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. બેંગ્લુરુ નજીક ચિકબલ્લાપુરમાં ઝિકા વાયરસનો કેસ મળ્યા બાદ કર્ણાટક આરોગ્ય વિભાગ હાઈ એલર્ટમાં છે. જો કે, હજુ સુધી કોઈ માણસમાં ઝિકા વાયરસની પુષ્ટિ થઈ નથી. જો કે, તાવથી પીડિત 33 લોકોના બ્લડ સેમ્પલને ટેસ્ટ માટે પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. પીડિતોમાં 29 ગર્ભવતી મહિલા પણ સામેલ છે. આ વ્યક્તિઓના બ્લડ સેમ્પલના રિપોર્ટ આગામી 10 દિવસમાં આવવાની શક્યતા છે. ઝિકા કેવી રીતે ફેલાય છે, બીમારીના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાણીયે

Advertisment

ઝિકા વાયરસ કેવી રીતે ફેલાય છે? (Zika Virus)

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ઝિકા વાયરસ સામાન્ય રીતે એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છરો દિવસ અને રાત બંને સમયમાં તમને શિકાર બનાવી શકે છે અને આ મચ્છરો ડેન્ગ્યુ, ચિકનગુનિયા માટે પણ જવાબદાર છે. આ ઉપરાંત, તે યૌન સંબંધ અને લોહી ચઢાવવાથી પણ ફેલાય છે. એટલે કે કોવિડની જેમ આ વાયરસ પણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે અને જો કોઈ સગર્ભા સ્ત્રી તેનો શિકાર બને છે, તો 99 ટકા સંભાવના છે કે તે સ્ત્રીમાંથી તેના ગર્ભમાં પણ ફેલાઈ શકે છે. એટલું જ નહીં, હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જો કોઈ ગર્ભવતી મહિલાને આ ચેપ લાગે છે, તો બાળકનું મગજ પણ નાનું રહી શકે છે.

ઝિકા વાયરસના લક્ષણો? (Zika Virus Symptoms)

  • માથામાં ભયંકર દુખાવો થવો
  • શરીરના સ્નાયુ - માંસપેશીમાં દુખાવો
  • સાંધાનો દુખાવો અથવા ખેંચાણ
  • શરીર પર વિવિધ જગ્યાએ ફોલ્લીઓ અથવા લાલ ફોલ્લીઓ
  • તીવ્ર તાવ
  • કન્જેક્ટિવાઇટિસ અને બેચેની જેવા લક્ષણો

ઝિકા વાયરસથી બચવાના ઉપાય (Zika Virus Prevention Treatment)

  • ઝિકા વાયરસ જેવા ગંભીર વાયરસ સામે રક્ષણ મેળવવા માટે સ્વચ્છતા સૌથી મહત્વપૂર્ણ છે. સૌથી વધુ ગંદકીમાં મચ્છરો ઉત્પન્ન થાય છે. તમારા ઘર અને આસપાસની જગ્યા, ટોયલેટ સીટ પણ સાફ રાખો.
  • તેને પણ ઢાંકીને રાખો.
  • અસુરક્ષિત રીતે યૌન સંબંધ બાંધવા નહીં.
  • તમારી આસપાસ પાણી જમા ન થવા દો. વાસણો, ટાંકી વગેરે હંમેશા ઢાંકીને રાખો. જરૂર હોય તો જંતુનાશકનો ઉપયોગ કરી શકો છો.
  • એડીસ મચ્છર સવાર-સાંજ વધારે એક્ટિવ હોય છે. આવી સ્થિતિમાં, આ સમયે બહાર જાઓ
  • બહાર જતી વખતે ફુલ બાંયના કપડા પહેરો અને શરીરને ઢાંકીને રાખો, આથી મચ્છર કરડવાની શક્યતા ઓછી રહે છે.
Advertisment

જો તમને વાયરસનો ચેપ લાગે તો શું કરવું?

જો તમે આ રોગનો શિકાર બન્યા હોવ અથવા હળવો તાવ અનુભવો છો, તો તમારા આહારનું વધુ ધ્યાન રાખો. આવી સ્થિતિમાં, મસાલેદાર ખોરાક, માંસાહારી અને કોફી જેવા કેફીન ખાદ્યચીજોથી દૂર રહો. ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, જો તમે વાયરસથી સંક્રમિત છો, તો પૂરતો આરામ કરો અને સતત પાણી પીતા રહો. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે અને આરામ કરવાથી શરીરને એનર્જી મળે છે.

જો તમે ઉપરોક્ત લક્ષણોનો અનુભવ કરી રહ્યાં છો, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને બ્લડ ટેસ્ટ અને યુરીન ટેસ્ટ કરાવો. ખાસ કરીને ગર્ભવતી મહિલાએ આવા લક્ષણોને નજર અંદાજ કરવાની ભૂલ ન કરવી જોઈએ. એક નાની ભૂલ તમારા બાળકને મોટા જોખમમાં મૂકી શકે છે.

જીવનશૈલી india health tips કર્ણાટક