રાજસ્થાનમાં કારમાંથી 150 કિગ્રા એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યું, બે આરોપીની ધરપકડ

રાજસ્થાનના ટોંકમાંએક કારમાંથી 150 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યું છે. નવા વર્ષની પૂર્વસંધ્યાએ આટલી મોટી માત્રામાં એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યા બાદ પોલીસ વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે.

રાજસ્થાનના ટોંકમાંએક કારમાંથી 150 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યું છે. નવા વર્ષની પૂર્વસંધ્યાએ આટલી મોટી માત્રામાં એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યા બાદ પોલીસ વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે.

author-image
Ashish Goyal
New Update
ammonium nitrate seized

રાજસ્થાનમાં કારમાંથી 150 કિગ્રા એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યું છે Photograph: (ફાઇલ ફોટો)

રાજસ્થાનના ટોંકમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યો છે. એક કારમાંથી 150 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યું છે. ટોંકની ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ટીમ (ડીએસટી) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તેઓ આ કેસના તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે. નવા વર્ષની પૂર્વસંધ્યાએ આટલી મોટી માત્રામાં એમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યા બાદ પોલીસ વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે.

Advertisment

ઉલ્લેખનીય છે કે નવેમ્બરમાં દિલ્હીના લાલ કિલ્લા નજીક એક કારમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 13 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે વિસ્ફોટના એક આરોપીના ઘરેથી મોટી માત્રામાં એમોનિયમ નાઇટ્રેટ કબજે કર્યું હતું.

કારમાંથી વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી

ટોંકના ડેપ્યુટી એસપી મૃત્યુંજય મિશ્રાએ જણાવ્યું હતું કે આજે ડીએસટી પ્રભારી ઓમ પ્રકાશની આગેવાની હેઠળની ટીમે મોટી કાર્યવાહી કરી છે. ડીએસટીને બુંદીથી ટોંક તરફ આવી રહેલી મારુતિ સિયાઝ કાર અંગે માહિતી મળી હતી અને તેને બરોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં અટકાવી હતી. કારમાંથી વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. 

તેમણે જણાવ્યું કે આ વિસ્ફોટક 150 કિલો એમોનિયમ નાઇટ્રેટ હતો જે યુરિયાની બોરીઓમાં છુપાવવામાં આવ્યો હતો. આ સિવાય પોલીસે 200 કારતૂસ અને 1,100 મીટર લાંબા વાયર પણ જપ્ત કર્યા છે. પોલીસે બુંદી નિવાસી ભંવરલાલના પુત્ર સુરેન્દ્ર (48) અને બુંદી નિવાસી ધુલી લાલના પુત્ર સુરેન્દ્ર મોચી (35)ની ધરપકડ કરી છે.

Advertisment

આ પણ વાંચો - બાંગ્લાદેશમાં બે સપ્તાહમાં ત્રીજા હિન્દુ યુવકની હત્યા, ફેક્ટરીમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો

પોલીસ વધુ તપાસ કરી રહી છે

ડેપ્યુટી એસપીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ કરવા માટે એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે અને પોલીસ તપાસ એ બાબત પર કેન્દ્રિત છે કે આ લોકો વિસ્ફોટક પદાર્થ શા માટે અને ક્યાં લઈ જતા હતા. પોલીસ તપાસ કરી રહી છે કે શું તે ખાણકામમાં ઉપયોગ કરવા માટે પરિવહન કરવામાં આવી રહ્યું હતું.

Rajasthan દેશ