US Elections 2024: યુએસ ચૂંટણી પરિણામ માટે આ 7 સ્વિંગ સ્ટેટ કેમ ખાસ છે? જાણો ઇતિહાસ

US Elections 2024 7 Swing States: યુએસ ચૂંટણી 2024 ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. અમેરિકાના 7 સ્વિંગ સ્ટેટ જીત માટે ખાસ છે. આવો જાણીએ પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, મિશિગન, એરિઝોના, વિસ્કોન્સિન અને નેવાડ આ સાત રાજ્યો યુએસ ચૂંટણી પરિણામમાં કેવું સ્વિંગ કરે છે.

Written by Haresh Suthar
Updated : November 06, 2024 11:21 IST
US Elections 2024: યુએસ ચૂંટણી પરિણામ માટે આ 7 સ્વિંગ સ્ટેટ કેમ ખાસ છે? જાણો ઇતિહાસ
US Elections 2024: યુએસ ચૂંટણી 2024 માટે મતદાન (ફોટો ક્રેડિટ vote.gov સોશિયલ મીડિયા)

2024 US Elections 7 Swing States: યુએસ ચૂંટણી 2024 ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ માટે પ્રતિષ્ઠાનો નિર્ણાયક જંગ છે. અમેરિકા ચૂંટણી ઘણી બાબતોને લઇને અલગ છે. જેમાં અહીંના 7 સ્વિંગ સ્ટેટ ખાસ છે. ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટી માટે આ સાત રાજ્યો મહત્વના છે. એવું કહેવાય છે કે આ સાત રાજ્યો યૂએસ ચૂંટણીમાં જીતના બાજીગાર માનવામાં આવે છે. આવો જાણીએ કે આ સેવન સ્ટેટ અગાઉની ચૂંટણીમાં કોના તરફે રહ્યા હતા.

યૂએસ પ્રેસિડેન્ટ ચૂંટણી માટે કૂલ 538 ઈલેકટ્રોલ કોલેજ વોટ છે. જેમાંથી 270 કે એનાથી વધુ મત મેળવનાર ઉમેદવાર વિજેતા બને છે. યુએસમાં મોટા ભાગના રાજ્યો રિપબ્લિકન અથવા ડેમોક્રેટ્સ તરફ ઓછા વત્તા અંશે સ્પષ્ટ રીતે ઝુકાવ ધરાવે છે. પરંતુ અહીં પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, મિશિગન, એરિઝોના, વિસ્કોન્સિન અને નેવાડ સાત રાજ્યો યુએસ ચૂંટણી માટે 7 સ્વિંગ સ્ટેટ કહેવાય છે. આ રાજ્યો જીત માટે મહત્વના માનવામાં આવે છે. અહીં જે ઉમેદવારને લીડ મળે એ વિજેતા બને છે.

એરિઝોના 11 ઇલેક્ટોરલ કોલેજ મત

યુએસ ચૂંટણીમાં છેલ્લી છ ટર્મની વાત કરીએ તો અમેરિકાનું દક્ષિણ પશ્વિમ એરિઝોના રાજ્ય રિપબ્લિકન તરફ વધુ ઝુક્યું છે. પાંચ વખત અહીં રિપબ્લિકન ઉમેદવારને વધુ મત મળ્યા છે. જ્યારે છેલ્લી એક જ ચૂંટણી 2020 માં ડેમોક્રેટિક પાર્ટીને વધુ મત છે.

  • યુએસ ચૂંટણી 2024:
  • યુએસ ચૂંટણી 2020: ડેમોક્રેટિક પાર્ટીને 49.4 ટકા મત મળ્યા
  • યુએસ ચૂંટણી 2016: રિપબ્લિકન પાર્ટીને 48.7 ટકા મત મળ્યા
  • યુએસ ચૂંટણી 2012: રિપબ્લિકન પાર્ટીને 53.7 ટકા મત મળ્યા
  • યુએસ ચૂંટણી 2008: રિપબ્લિકન પાર્ટીને 53.6 ટકા મત મળ્યા
  • યુએસ ચૂંટણી 2004: રિપબ્લિકન પાર્ટી 54.9 ટકા મત મળ્યા
  • યુએસ ચૂંટણી 2000: રિપબ્લિકન પાર્ટીને 51 ટકા મત મળ્યા

જ્યોર્જિયા 16 ઇલેક્ટોરલ કોલેજ મત

અમેરિકાનું દક્ષિણ રાજ્ય જ્યોર્જિયા સામાન્ય રીતે રિપબ્લિકન પાર્ટીને વધુ મત આપે છે. પરંતુ 2020 માં સ્વિંગ કર્યું અને ડેમોક્રેટિક પાર્ટીને વધુ મત આપ્યા. 1972 થી અહીં ડેમોક્રેટિક પાર્ટીના બે જ ઉમેદવાર જીતવામાં સફળ થયા છે. જીમી કાર્ટર કે જેઓ આ રાજ્યના હતા. તેઓ 1976 અને 1980 માં જીત્યા હતા. ત્યાર બાદ 1992માં બિલ ક્લિન્ટન એમની પ્રથમ ચૂંટણીમાં જીત્યા હતા.

  • યુએસ ચૂંટણી 2024:
  • યુએસ ચૂંટણી 2020: ડેમોક્રેટિક પાર્ટીને 49.3 ટકા મત મળ્યા
  • યુએસ ચૂંટણી 2016: રિપબ્લિકન પાર્ટી 50.8 ટકા મત
  • યુએસ ચૂંટણી 2012: રિપબ્લિકન પાર્ટી 53.3 ટકા મત
  • યુએસ ચૂંટણી 2008: રિપબ્લિકન પાર્ટી 52.2 ટકા મત
  • યુએસ ચૂંટણી 2004: રિપબ્લિકન પાર્ટી 58 ટકા મત
  • યુએસ ચૂંટણી 2000: રિપબ્લિકન પાર્ટી 54.7 ટકા મત

ઉત્તર કેરોલિના 16 ઇલેક્ટોરલ કોલેજ મત

યુએસ ચૂંટણીમાં ઉત્તર કેરોલિના પણ એરિઝોના અને જ્યોર્જિયાની જેમ મોટે ભાગે રિપબ્લિકન તરફ રહ્યું છે. પરંતુ વચ્ચે વચ્ચે ડેમોક્રેટિક પાર્ટી તરફ પોતાનો સ્વિંગ બતાવે છે. વર્ષ 2008 માં બરાક ઓબામા અહીંથી જીત્યા હતા. છેલ્લી છ ચૂંટણીની વાત કરીએ તો પાંચ વખત રિપબ્લિકન અને એક વખત ડેમોક્રેટિક પાર્ટીને જીત મળી છે.

  • યુએસ ચૂંટણી 2024: રિપબ્લિકન પાર્ટી 51.2 ટકા મત
  • યુએસ ચૂંટણી 2020: રિપબ્લિકન પાર્ટી 49.9 ટકા મત
  • યુએસ ચૂંટણી 2016: રિપબ્લિકન પાર્ટી 49.8 ટકા મત
  • યુએસ ચૂંટણી 2012: રિપબ્લિકન પાર્ટી 50.4 ટકા મત
  • યુએસ ચૂંટણી 2008: ડેમોક્રેટ 49.7 ટકા મત
  • યુએસ ચૂંટણી 2004: રિપબ્લિકન પાર્ટી 56 ટકા મત
  • યુએસ ચૂંટણી 2000: રિપબ્લિકન પાર્ટી 56 ટકા મત

નેવાડા 6 ઇલેક્ટોરલ કોલેજ મત

અમેરિકાનું 30 લાખની વસ્તી ધરાવતું નાનું નેવાડા રાજ્ય સામાન્ય રીતે રિપબ્લિકન તરફ હતું. જોકે છેલ્લા દોઢ બે દાયકાથી ડેમોક્રેટ્સ તરફ ઝુકી રહ્યું છે. છેલ્લી છ ચૂંટણી પરિણામ તપાસીએ તો 2000 અને 2004 સુધી રિપબ્લિકન પાર્ટી જીતી છે. જ્યારે ત્યાર બાદની ચાર ચૂંટણીમાં ડેમોક્રેટ્સ હાવી રહ્યા છે.

  • ચૂંટણી 2024:
  • ચૂંટણી 2020: ડેમોક્રેટ 50.1 ટકા મત
  • ચૂંટણી 2016: ડેમોક્રેટ 47.9 ટકા મત
  • ચૂંટણી 2012: ડેમોક્રેટ 52.4 ટકા મત
  • ચૂંટણી 2008: ડેમોક્રેટ 55.2 ટકા મત
  • ચૂંટણી 2004: રિપબ્લિકન 50.5 ટકા મત
  • ચૂંટણી 2000: રિપબ્લિકન 49.5 ટકા મત

આ પણ વાંચો: યુએસ ચૂંટણી 2024 લાઇવ અપડેટ જાણો

પેન્સિલવેનિયા 19 ઇલેક્ટોરલ કોલેજ મત

યુએસ ચૂંટણી માટે પેન્સિલવેનિયા સ્ટેટ સામાન્ય રીતે ડેમોક્રેટ માટે વધુ રહ્યું છે. અહીં એ પણ કહેવાય છે કે, જે અહીંથી જીતે છે એ પ્રમુખ પદની ચૂંટણીમાં વિજેતા બને છે. છેલ્લી છ ચૂંટણીની વાત કરીએ તો અહીં 5 વખત ડેમોક્રેટ્સ જીત્યા છે અને માત્ર એક વખત જ રિપબ્લિકન પાર્ટીને જીત મળી છે.

  • યુએસ ચૂંટણી 2024:
  • યુએસ ચૂંટણી 2020: ડેમોક્રેટિક પાર્ટીને 50 ટકા મત મળ્યા
  • યુએસ ચૂંટણી 2016: રિપબ્લિકન પાર્ટી 48.2 ટકા મત
  • યુએસ ચૂંટણી 2012: ડેમોક્રેટિક પાર્ટી 52 ટકા મત
  • યુએસ ચૂંટણી 2008: ડેમોક્રેટિક પાર્ટી 54.5 ટકા મત
  • યુએસ ચૂંટણી 2004: ડેમોક્રેટિક પાર્ટી 50.9 ટકા મત
  • યુએસ ચૂંટણી 2000: ડેમોક્રેટિક પાર્ટી 50.6 ટકા મત

મિશિગન 15 ઇલેક્ટોરલ કોલેજ મત

અમેરિકાના મિશિગન રાજ્યના મતદારો ડેમોક્રેટિક પાર્ટી તરફ થોડો વધુ ઝુકાવ ધરાવે છે. છેલ્લી છ ચૂંટણીમાં અહીં 5 વખત ડેમોક્રેટ જીત્યા છે જ્યારે એક વખત જ રિપબ્લિકન પાર્ટી જીતી શકી છે.

  • ચૂંટણી 2024:
  • ચૂંટણી 2020: ડેમોક્રેટિક પાર્ટી 50.6 ટકા મત
  • ચૂંટણી 2016: રિપબ્લિકન પાર્ટી 47.5 ટકા મત
  • ચૂંટણી 2012: ડેમોક્રેટિક પાર્ટી 54.2 ટકા મત
  • ચૂંટણી 2008: ડેમોક્રેટિક પાર્ટી 57.4 ટકા મત
  • ચૂંટણી 2004: ડેમોક્રેટિક પાર્ટી 51.2 ટકા મત
  • ચૂંટણી 2000: ડેમોક્રેટિક પાર્ટી 51.3 ટકા મત

વિસ્કોન્સિન 10 ઇલેક્ટોરલ કોલેજ મત

ડેમોક્રેટિક પાર્ટીના ગઢ કહેવાતા વિસ્કોન્સિન રાજ્યમાં વર્ષ 2016 માં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી સૌને ચોંકાવ્યા હતા. એ પહેલા 1984માં રોનાલ્ડ રેગન અહીં જીત મેળવનાર છેલ્લા રિપબ્લિકન હતા. અહીંની છેલ્લી છ ચૂંટણી પરિણામની વાત કરીએ તો 5 વખત ડેમોક્રેટિક પાર્ટી અને એક વખત રિપબ્લિકન પાર્ટી જીતી છે.

  • ચૂંટણી 2024:
  • ચૂંટણી 2020: ડેમોક્રેટિક પાર્ટી 59.5 ટકા મત
  • ચૂંટણી 2016: રિપબ્લિકન પાર્ટી 47.2 ટકા મત
  • ચૂંટણી 2012: ડેમોક્રેટિક પાર્ટી 52.8 ટકા મત
  • ચૂંટણી 2008: ડેમોક્રેટિક પાર્ટી 56.2 ટકા મત
  • ચૂંટણી 2004: ડેમોક્રેટિક પાર્ટી 49.7 ટકા મત
  • ચૂંટણી 2000: ડેમોક્રેટિક પાર્ટી 47.8 ટકા મત

યુએસ ચૂંટણી 2024 માં આ સાત રાજ્યો કોના તરફે સ્વિંગ કરે છે એ જોવું રહ્યું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ