scorecardresearch

5Gના નામે થતી છેતરપીંડિથી સાવધાન, આ 5 ભુલો પડશે ભારે, બેન્ક ખાતું પણ થઇ જશે ખાલી

5G frauds Alert : તાજેતરમાં શરૂ થયેલી 5G સર્વિસ (5G service)ના નામે લેભાગુ તત્વો લોકોને સાયબર ફ્રોડ (cyber fraud)નો શિકાર બનાવી રહ્યા છે. અહીં જણાવેલી આ 5 ભુલો (Mistakes) ક્યારેય કરવી નહીં નહીંતર તમારું બેન્ક એકાઉન્ટ (bank account) પણ ખાલી થવા સુધીની નોબત આવી શકે છે, તો ચાલો જાણીએ આવી 5 ભુલો વિશે…

5Gના નામે થતી છેતરપીંડિથી સાવધાન, આ 5 ભુલો પડશે ભારે, બેન્ક ખાતું પણ થઇ જશે ખાલી

ગુજરાતીમાં કહેવત છે કે ‘ગામ વસ્યું ને લુટારા આવી ગયા’ એટલે કોઇ પણ નવી બાબત શરૂ થાય તેની સાથે જ તેનો ગેરલાભ મેળવનાર લેભાગુઓની એક ટોળકી તૈયાર જ હોય છે. આવી જ સ્થિતિ હાલ 5G સર્વિસની થઇ રહી છે.

ભારતમાં 1 ઓક્ટોબર, 2022થી 5G નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી 5G નેટવર્ક લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. એરટેલ અને રિલાયન્સ જિયો બંનેએ પસંદગીના શહેરોમાં 5G રોલઆઉટ શરૂ કર્યું છે અને 2024 સુધીમાં સમગ્ર દેશને આવરી લેવાની સંભાવના છે.

જો કે દેશમાં 5G સર્વિસ શરૂ થવાની જાહેરાતના થોડા દિવસો બાદ જ લેભાગુ તત્વો લોકોને છેતરવા માટે તૈયાર થઇ ગયા છે. આ ડિજિટલ લુટેરાઓ ટેકનોલોજીની મદદથી સાયબર ફ્રોડ વડે લોકોને છેતરી રહ્યા છે. 5Gના નામે વિવિધ રાજ્યોના ઘણા યુઝર્સ પણ છેતરપિંડીનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે. તેથી સૌથી પહેલા એ સમજવું અગત્યનું છે કે, તમે તમારા ફોન પર 5G સર્વિસ કેવી રીતે મેળવી શકો છો અને કેવી રીતે મેળવી શકતા નથી. 5G સર્વિસ સંબંધિત છેતરપિંડીથી બચવા માટે, આ 5 ભુલો ક્યારેય કરવી નહીં નહીંતર તમારું બેન્ક એકાઉન્ટ પણ ખાલ થઇ શકે છે, તો ચાલો જાણીએ આ 5 ભુલો વિશે…

1 લેભાગુ તત્વો મોબાઇલ યુઝર્સને તેમના ફોનને 5G સર્વિસ માટે SMS, WhatsApp અને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવેલી લિંક દ્વારા અપડેટ કરવાનું વચન આપી રહ્યા છે. જ્યારે આ લિંક્સ માલવેર વાયરસવાળી હોય છે અને તેના દ્વારા હેકરો તમારા મોબાઇલમાં રહેલા પર્સનલ ડેટાની ચોરી કરી લે છે. તમારા સિમ કાર્ડને 4G થી 5G માં અપગ્રેડ કરવા માટે આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.
2 આપણે બધા જાણીયે છી એ કે, મોબાઇલ ફોનમાં 5G સર્વિસ રિમોટલી એક્ટિવેટ થઈ શકતી નથી. તમારા મોબાઇલમાં 5G સર્વિસ શરૂ કરવાનો દાવો કરનાર કોઈપણ વ્યક્તિ સાથે તમારી પર્સનલ માહિતી કે OTP શેર કરશો નહીં. 5G સર્વિસ માટે, ફક્ત તમારા ટેલિકોમ કંપનીની સત્તાવાર એપ્લિકેશન પર આધાર રાખો. તમારા ફોન પર 5G સર્વિસ શરૂ કરવાનું વચન આપતી કોઈપણ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો નહીં.
3 તમે એવા શહેરમાં 5G ઇન્ટરનેટ મેળવી શકતા નથી જ્યાં 5G સેવાઓ હજી સુધી શરૂ કરવામાં આવી નથી. તમારી ટેલિકોમ સર્વિસ ઓપરેટર કંપની તમારા શહેરમાં 5G સર્વિસ લોન્ચ કરે તેની રાહ જુઓ. ભારતી એરટેલે કંપનીએ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસી - આ આઠ શહેરોમાં 5G સર્વિસ શરૂ કરી છે. તો રિલાયન્સ Jioએ દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં બીટા ટેસ્ટિંગની શરૂઆત કરી છે. આ કંપનીઓ આગામી સમયમાં તબક્કાવાર દેશના વિવિધ શહેરોમાં તેમની 5G સર્વિસ શરૂ કરશે. રિલાયન્સ Jioએ ડિસેમ્બર 2023 સુધીમાં અને ભારતી એરટેલે માર્ચ 2024 સુધીમાં સમગ્ર ભારતમાં 5G સર્વિસ શરૂ કરવાનું વચન આપ્યું છે. આવી સ્થિતિમાં 5G સર્વિસ શરૂ કરવાની ઓફર કરતી ફ્રોડ ઓફરના ચક્કરમાં ન પડો.
4 સૌથી પહેલા એ વાત યાદ રાખો કે 5G ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે, તમારી પાસે 5G ફોન હોવો જરૂરી છે. કોઈપણ સોફ્ટવેર અને એપ્લિકેશન અપડેટ વગર 4G ફોનમાં 5G ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાતો નથી. જો કોઈ 4G ફોનમાં 5G સેવા આપવાનું વચન આપે છે, તો તેની વાતનો વિશ્વાસ કરવો નહીં.
5 સ્માર્ટફોન યુઝરે તેમના ફોનમાં 5G સર્વિસને શરૂ કરવા માટે નવા સિમ કાર્ડની જરૂર નથી. એરટેલ અને જિયોએ પહેલેથી જ એ વાત સ્પષ્ટ કરી ચૂકી છે કે તેમના 4G સિમ કાર્ડ એ 5G સક્ષમ છે. તેથી તમારે 4G સિમ કાર્ડને 5G સિમમાં અપગ્રેડ કરવાની ઑફર કરતા હેકરોની વાતમાં ભરમાવું નહીં.

Web Title: 5g frauds alert five mistakes to avoid otherwise bank account empty

Best of Express