5G એ 5મી જનરેશનનું મોબાઇલ નેટવર્ક છે. તે 1G, 2G, 3G અને 4G નેટવર્ક પછીનું ઝડપી ગ્લોબલ વાયરલેસ સ્ટાન્ડર્ડ છે. 5G એ એક નવા પ્રકારના નેટવર્કને સક્ષમ બનાવે છે જે વર્ચ્યુઅલ રીતે તમામને અને મશીનો, ચીજો અને ઉપકરણો સહિત દરેક વસ્તુને એકસાથે કનેક્ટ કરવા માટે તૈયાર કરાયેલું છે. 5Gમાં અગાઉના 1G, 2G, 3G અને 4Gની સરખામણીમાં ઝડપી નેટવર્ક સર્વિસ ઉપલબ્ધ થાય છે.
શું 5G સર્વિસ ભારતમાં શરૂ થઇ ગઇ છે?
હા, ભારતમાં 5G સર્વિસની શરૂઆત થઇ ગઇ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ આતુરતાથી રાહ જોવાઇ રહેલી 5G સર્વિસની 1લી ઓક્ટોબર, 2022ના રોજ શરૂઆત કરી છે. તેના થોડાંક જ દિવસો બાદ ટેલિકોમ કંપની - રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ એ તેમની 5G સર્વિસ શરૂ કરી છે જોકે હાલ 5G સર્વિસ ભારતના કેટલાંક પસંદગીના શહેરોમાં જ ઉપલબ્ધ છે અને તબક્કાવાર દેશના અન્ય શહેરોમાં તેની શરૂઆત કરવાની યોજના છે.
5G સર્વિસ મને કેવી રીતે અસર કરશે?
5G નેટવર્કની હાઇ સ્પીડ (4G LTEની સરેરાશ સ્પીડ 10 ગણી ઝડપી), ઓછા સમયમાં અને વધારે ક્ષમતા પુરી પાડશે. જેમ 3G અને 4G એ ટેક્સ્ટિંગ, વિડિયો ચેટિંગ, લોકેશન-અવેર એપ્લિકેશન્સ, હાઇ-રિઝોલ્યુશન ફોટો શેરિંગ તેમજ મ્યુઝિક અને વિડિયો સ્ટ્રીમિંગ શક્ય બનાવ્યુ હતુ. હવે 5G નેટવર્સ સર્વિસ શું કરી શકે છે તે આપણે જોઇએ.
હાલ ક્યા દેશોમાં 5G ઉપલબ્ધ છે? હાલ વિશ્વના ઘણા દેશોમાં 5G સર્વિસ ઉપલબ્ધ છે, જેમાં ચીન અને અમેરિકા 5G સર્વિસ શરૂ કરવામાં દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ઘણા આગળ છે. અમેરિકા અને યીનના મળીને કુલ 652 શહેરોમાં 5G સર્વિસ ઉપલબ્ધ છે. જેમાં ચીનના 356, અમેરિકાના 296, ફિલિપાઇન્સના 98 અને સાઉથ કોરિયાના 85 શહેરોમાં 5G સર્વિસ ઉપલબ્ધ છે.
4Gની તુલનાએ 5G શા માટે ઝડપી છે?
તમે 5G નેટવર્ક પર ઝડપી સ્પીડ મેળવી શકો છો કારણ કે 5G નેટવર્ક્સ સિગ્નલ પહોંચાડવા માટે હાઇ- ફિક્વન્સી રેડિયો બેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આમાંના કેટલાક બેન્ડનો અગાઉ બહુ ઓછો કોમર્શિયલ ઉપયોગ થતો હતો, આથી તેમની પાસે એરવેવ્સ પર ડેટા કેરી કરવાની મોટી ક્ષમતા છે.
શું 5G એ વાઇ-ફાઇ કરતા પણ ઝડપી છે?
5G ટેસ્ટંગ એ 5G mm Wave ઓપન સિગ્નલ આપે છે જે તમામ વાઇ-ફાઇ કરતા અને બંને ડાયરેક્શન અપલોડ-ડાઉનલોડમાં સૌથી ઝડપી છે, તે ઘર/ઓફિસમાં પણ વાઇ-ફાઇ કરતાં ઝડપી છે. 4G LTE એ ડાઉનલોડના મામલે પણ પબ્લિક વાઇ-ફાઇ કરતાં ઝડપી છે, ઉપરાંત પબ્લિક અને ઘર/ઓફિસમાં વાઇ-ફાઇ અપલોડ LTE કરતાં વધુ ઝડપી છે.
શું 5G પછી 4G બંધ થશે?
ના, બિલકુલ નહિ. આપણે 3G સાથે જોયું તેમ 4G આગામી કેટલાંક વર્ષો સુધી ચાલુ રહેશે. મોબાઈલ સર્વિસ ઓપરેટરો હજુ પણ - બહુ ઓછા વિસ્તારોમાં હોવા છતાં પણ 3G સર્વિસ આપી રહી છે. તેથી 5G સર્વિસની શરૂઆતનો અર્થ 4G સર્વિસનો અંત નથી.
શું 4G ફોનમાં 5Gનો ઉપયોગ કરી શકાશે?
ભારતમાં હાલ 5G સર્વિસ પ્રારંભિક તબક્કામાં છે, આથી હાલ 5G સર્વિસનો ઉપયોગ 4G ફોનમાં કરી શકાશે જો કે તેની માટે તમારે સોફ્ટવેર અપડેટ કરવાની જરૂર પડશે. જો કે આગળ જતા તમારે 5G સર્વિસ નેટવર્કના ઉપયોગ માટે 5G સ્માર્ટફોનની જરૂર પડશે.