આધાર કાર્ડથી લિંક થશે વોટર આઈડી, ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય

Aadhaar EPIC Link : ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 326 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 23 (4), 23 (5) અને 23 (6) મુજબ ઇપીઆઇસીને આધાર સાથે જોડવામાં આવશે

Written by Ashish Goyal
Updated : March 18, 2025 20:40 IST
આધાર કાર્ડથી લિંક થશે વોટર આઈડી, ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
આધાર કાર્ડથી વોટર આઈડી લિંક થશે (તસવીર - એક્સપ્રેસ)

Aadhaar EPIC Link : દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી લઇને કાયદા મંત્રાલય, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ચૂંટણી પંચના અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચર્ચા બાદ વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જેને મંજૂરી આપવા માટે ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત પણ કરી છે.

ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 326 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 23 (4), 23 (5) અને 23 (6) મુજબ ઇપીઆઇસીને આધાર સાથે જોડવામાં આવશે. આ પહેલા સરકારે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો નિર્ણય લીધો હતો.

ચૂંટણી પંચે કોર્ટના ચુકાદા અંગે શું કહ્યું?

ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે સુપ્રીમ કોર્ટના સંબંધિત નિર્ણયો અનુસાર EPIC ને આધાર સાથે જોડવા માટે પગલા લેશે. કાયદો મતદારયાદીને આધાર ડેટાબેઝ સાથે સ્વૈચ્છિક રીતે જોડવાની મંજૂરી આપે છે. સરકારે સંસદમાં જણાવ્યું છે કે આધાર-મતદાર કાર્ડને લિંક કરવાની પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી છે.

કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે સૂચિત લિંકિંગ માટે કોઈ લક્ષ્ય અથવા સમયરેખા નક્કી કરવામાં આવી નથી. આ મામલે મોદી સરકારે એમ પણ કહ્યું છે કે જે લોકો પોતાના આધાર કાર્ડને મતદાર યાદી સાથે લિંક નહીં કરે, તેમના નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવામાં નહીં આવે.

સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે કેસ

ચૂંટણી પંચના ડેટાબેઝ અનુસાર તેની પાસે 66.23 કરોડ આધાર નંબર છે. તેમને હજી સુધી વોટર આઈડી સાથે જોડવામાં આવ્યા નથી. આનું કારણ એ છે કે જ્યારે આ મામલો 2023 માં સુપ્રીમ કોર્ટમાં ગયો હતો ત્યારે આરોપ મૂકવામાં આવ્યો હતો કે કમિશન અનુસાર પ્રક્રિયા સ્વૈચ્છિક છે, પરંતુ માહિતી એકત્રિત કરવા માટે લાગુ કરવામાં આવેલા ફોર્મમાં આ બતાવવામાં આવતું નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ